જૈનો રાષ્ટ્રના દુઃખમાં સહભાગી
525 વર્ષીતપના આરાધકોની વિશિષ્ટ શોભાયાત્રા અને જમણવારનો કાર્યક્રમ રદ કરાયો
શ્રી શાંતીનાથ ઝાલાવાડ શ્વે. મૂર્તિપિજક જૈન સંઘ, કાંદિવલી (ઈસ્ટ) વતી 500થી અધિક વર્ષીતપના તપસ્વીઓની શોભાયાત્રા અને જમણવાર રવિવાર તા. 27-4-2025ના રોજ સવારે 6.00 કલાકે રાખવામાં આવેલ હતો તે રદ્દ કરવામાં આવેલ છે. પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના આશીર્વચન અને ચિરંતન ચિંતક પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મુક્તિવલ્લભસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી શ્રી શાંતીનાથ ઝાલાવાડ શ્વે. મૂર્તિપજક સંઘમાં પૂજ્ય વીતરાગવલ્લભજી મ.સા.ની નિશ્રામાં સંઘે આ સહયારો નિર્ણય લીધો હતો જેને વર્ષીતપના સર્વે લાભાર્થીઓએ ખૂબ જ ઉલ્લાસપૂર્વક વધાવી લીધો હતો. રાષ્ટ્ર પર આવેલી પડેલી આ આપત્તિ સમયે જૈનો પણ આ દુઃખમાં રાષ્ટ્રની પડખે ઊભા રહીને નિર્ણય લીધો છે કે અઢી કિલોમીટર લાંબી વિશિષ્ટ રથયાત્રા હતી જેમાં બગીઓ, વિન્ટેજ કાર, 17 જેટલા ઋષભ રથ, 11 બેન્ડ અને કુલ 100 જેટલી જુદી જુદી રચનાઓ રાખવામાં આવી હતી તે સંપૂર્ણપણે રદ કરવામાં આવેલ છે અને જૈનો રાષ્ટ્રના આ દુઃખમાં ખભે ખભા મિલાવીને સાથે ઊભા છે. રથયાત્રા પછી તે જ દિવસે તા. 27-4-2025ના રોજ રાખવામાં આવેલ જમણવાર પણ રદ કરવામાં આવેલ છે. શ્રી શાંતીનાથ ઝાલાવાડ શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘના આ નિર્ણયને સમગ્ર મુંબઈમાંથી ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને જૈનોએ સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રસરે તેની પ્રભુને પ્રાર્થના કરી છે.
- અતુલકુમાર વ્રજલાલ શાહ
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































