શ્રાવણ મહિનો તથા જન્માષ્ટમીનાં પવિત્ર તહેવાર સંદર્ભે કતલખાના,નોનવેજનાં વેચાણ બંધ રખાવવા એનીમલ હેલ્પલાઈન દ્રારા ગુજરાત સરકારને રજૂઆત.

Blog

એનીમલ હેલ્પલાઈન દ્વારા શ્રાવણ મહિનો તા.25/07/2025 થી તા. 23/08/2025 દરમ્યાન આવતા પવિત્ર તહેવારો નીમીતે કતલખાના, ઇંડા, માસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારને રજુઆત કરવામાં આવી છે. હિન્દુ ધર્મમાં અતિ પવિત્ર મહિનો એટલે શ્રાવણ માસ, આ મહિનો ભગવાન ભોળાનાથની પૂજા માટેનો સર્વશ્રેષ્ઠ મહિનો ગણવામાં આવે છે. સમગ્ર ભારત દેશનાં શીવ મંદીરમાં શ્રધ્ધાળુઓ પવિત્ર ભાવથી ભગવાન શિવજીની પૂજા-અર્ચના અને એકટાણા, વ્રત, ઉપવાસ કરતા હોય છે સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિન એટલે કે ‘જન્માષ્ટમી’ પણ આ મહિનામાં આવે છે. ભગવાન શિવને શ્રાવણ ખૂબ જ પ્રિય છે. એટલે આ મહિનામાં શિવપૂજાનું ખૂબ જ મહત્ત્વ છે. શ્રાવણનો દરેક દિવસ ખૂબ જ ખાસ હોય છે. સોમવારથી રવિવાર સુધી દરરોજ કરવામાં આવતી શિવપૂજાથી અલગ-અલગ શુભફળ મળે છે. આ મહિને દર બીજા-ત્રીજા દિવસે કોઈ શુભ તિથિ-તહેવાર અને ઉત્સવ હોય છે. એટલે ગ્રંથોમાં શ્રાવણ મહિનાને પર્વ પણ કહેવામાં આવે છે. ઉપરોકત શ્રાવણ માસની પવિત્રતા અને સમસ્ત જન પરીવારોની આસ્થાને ધ્યાનમાં લઈને સમાજની લાગણી ના દુભાય તે માટે જાહેર કતલખાના તેમજ જાહેર લારી તેમજ દુકાનોમાં વહેંચતા માંસ, ઈંડા અને મચ્છીના વેપાર સદંતર બંધ રાખવા સમસ્ત ધર્મપ્રેમી જનતા વતી ભારત સરકારની પશુપાલન અને ડેરી મંત્રાલય કમિટી, એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની એવોર્ડ એન્ડ ઈવેન્ટ કમિટી તેમજ ગુજરાત સરકારનાં સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડના મેમ્બર મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઈનનાં પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, ગૌરાંગ રમેશભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા દ્વારા ગુજરાત સરકારને વિનંતી કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *