#Blog

સમસ્ત મહાજન દ્વારા અંબાડ, જાલના ખાતે ‘ખાસ ખેડૂત સભા’નું આયોજન 

વૈશ્વિક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા સમસ્ત મહાજન દ્વારા ‘ખાસ ખેડૂત સભા’નું આયોજન કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં મિશ્ર ઋતુઓને કારણે ખેડૂતોને પાક ઉગાડવામાં અને પાકની માવજત કરવામાં ઘણી અગવડો પડે છે. વૈશ્વિક સ્તરે જળવાયુ પરિવર્તનની અસર થઈ રહી છે અને કૃષિ અને ખેડૂતોને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે.  આ વર્ષે પણ ખેતી સંકટમાં છે, ટૂંક સમયમાં ઉનાળાની ગરમી વધશે અને પશુધન સામે મોટું સંકટ આવશે. જેના કારણે સમસ્ત મહાજન દ્વારા ‘ખાસ ખેડૂત સભા’નું આયોજન થયું છે.

આ સભામાં નિષ્ણાંત માર્ગદર્શન દ્વારા ખેડૂતનાં પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. વિકટ પરીસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો એ તમામ ગાઈડલાઈન્સ ખેડૂત મિત્રોને આપવામાં આવશે. આ સભામાં જોડાવવા માટે તમામ ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. આ કાર્યક્રમ મતસોદરી દેવી સંસ્થાન, અંબાડ, અંબાડ જિલ્લો, જાલના ખાતે રાખવામાં આવ્યો છે. રજીસ્ટ્રેશન તેમજ વધુ માહિતી માટે નુતન દેસાઈ (મો. 9820845825), પ્રો. પંડિત વાસરે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખરપૂડી (મો. 9422701065), સુરેશ કેસાપુરકર(મો. 9423731480), ઉદય શિંદે (મો. 9823017093) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. સમગ્ર આયોજન અંગે સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઇ શાહનું માર્ગદર્શન મળી રહ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *