પૂજ્ય સંત રણછોડદાસજી મહારાજનાં નેત્ર સેવાકાર્યો ને કર્યું સમર્પિત
સામાજિક સેવા અને ગ્રામ્ય નેત્રચિકિત્સાના ક્ષેત્રમાં અનોખું યોગદાન આપનાર પ્રસિદ્ધ નેત્રરોગ ચિકિત્સક અને સેવાભાવી ડૉ. બુધેન્દ્રકુમાર જૈનને આજે ભારત સરકાર તરફથી “પદ્મશ્રી” પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. આ પુરસ્કાર ભારતના રાષ્ટ્રપતિશ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હીમાં યોજાયેલા પદ્મ પુરસ્કાર વિતરણ સમારોહમાં આપવામાં આવ્યો હતો. ડૉ. જૈનને આ પુરસ્કાર છેલ્લા પાંચ દાયકાથી અંધત્વ નિવારણ, નેત્રચિકિત્સા અને ગ્રામ્ય આરોગ્ય ક્ષેત્રે તેમની અસાધારણ સેવાઓ બદલ આપવામાં આવ્યો છે. તેઓ મધ્ય પ્રદેશના ચિત્રકૂટ ખાતે આવેલ સદગુરુ નેત્રચિકિત્સાલયના નિર્દેશક તરીકે સેવા આપી રહ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ આ સંસ્થા એક નાનકડા નેત્રશિબિરથી વિકસીને આજે વિશ્વના અગ્રણી નેત્ર સારવાર કેન્દ્રોમાં સ્થાન પામ્યું છે, જ્યાં દર વર્ષે લગભગ ૧.૭૦ લાખથી વધુ આંખો ના ઓપરેશન સફળતાપૂર્વક થાય છે, જેમાંથી મોટાભાગની નિઃશુલ્ક કે ઘણાં રિયાયતી દરે કરવામાં આવે છે. ડૉ. જૈનએ તેમનું સમગ્ર જીવન સંત શ્રી રણછોડદાસજી મહારાજના માનવ સેવા, કરુણા અને નેત્રસેવાના સંકલ્પને સમર્પિત કર્યું છે. તેમણે ખાતરી કરી છે કે સમાજના સૌથી વંચિત અને જરૂરિયાતમંદ વર્ગ સુધી પણ ગુણવત્તાસભર, સસ્તી અને સરળ નેત્રચિકિત્સા સેવાઓ પહોંચે. તેમના દ્રષ્ટિકોણ અને સતત પ્રયત્નોના પરિણામે, આજે સદગુરુ નેત્રચિકિત્સાલય વૈશ્વિક કક્ષાનું સારવારનું છે, જેમાં નેત્ર ચિકિત્સા, ઓપ્ટોમેટ્રિસ્ટ્સ, નર્સેસ અને આરોગ્ય કાર્યકરો માટે એક મહત્વપૂર્ણ ટ્રેનિંગ કેન્દ્ર પણ બની ગયું છે. પુરસ્કાર અંગે પ્રતિભાવ આપતાં ડૉ. જૈનએ કહ્યું: “આ પુરસ્કાર માત્ર મારો નથી, પણ તે સમગ્ર મારી ટીમનો છે જે નિઃસ્વાર્થ ભાવથી સેવા કરી રહી છે. આ માન સદગુરુ સંસ્થાના સ્થાપક ગુરુદેવના રણછોડદાસજી મહારાજ દિવ્ય વિઝનને અને દરેક તે વ્યક્તિને સમર્પિત છે, જેમણે સ્વપ્ન જોયું હતું કે ગુણવત્તાસભર આરોગ્યસેવા દરેક માનવીનો અધિકાર હોવો જોઈએ. હું આ પુરસ્કાર લાખો નેત્રદર્દીઓને સમર્પિત કરું છું, જેમણે છેલ્લા ૫૫ વર્ષથી મારે પર વિશ્વાસ મૂક્યો અને સેવા માટે અવસર આપ્યો.” તેમણે આ સિદ્ધિ માટે ટ્રસ્ટના ભૂતપૂર્વ અધ્યક્ષ સ્વ. શ્રી અરવિંદભાઈ મફતલાલ, વિશદ મફતલાલ, તમામ ટ્રસ્ટીઓ, ગુરુભાઈ-બહેનો તેમજ પોતાની ધર્મપત્ની ઉષાબેન, પુત્ર જિનેશ, ડૉ. ઈલેશ અને સમગ્ર પરિવારના અમૂલ્ય માર્ગદર્શન અને સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો. ડૉ. બુધેન્દ્રકુમાર જૈનને મળેલો પદ્મશ્રી પુરસ્કાર માત્ર વ્યક્તિગત માન્યતા નથી, પણ સમગ્ર દેશ માટે એક એવી પ્રેરણાદાયી વાર્તા છે કે કેવી રીતે સમર્પણ અને સંકલ્પથી ગ્રામ્ય ભારતમાં આરોગ્યસેવા લાવી શકાય છે.