#Blog

રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ વિજેતા દિવ્યાંગ યુવાન જીમીષ પારેખના પિતા ભાસ્કરભાઈ પારેખનો તા. ૨૦, નવેમ્બર, ગુરુવાર નાં રોજ ૭૮ મો જન્મદિન

દિવ્યાંગો માટે રાષ્ટ્રીય સ્તરે કાર્યરત ભાસ્કરભાઈ મંદબુધ્ધિના બાળકો માટેની સ્કૂલ “પ્રયાસ” ચલાવે છે.

અંગ્રેજીમાં કહેવત છે ‘where there is will there is a way” આ કહેવતને સાચા અર્થમાં જો કોઈએ જીવનમાં ઉતારી હોય અને અસામાન્ય પરિણામો મેળવ્યા હોય તો તે છે સીનીયર સીટીઝન ભાસ્કરભાઈ પારેખ.
ભાસ્કરભાઈ પારેખના પુત્ર જીમીષના જન્મના થોડા સમય બાદ જાણવા મળેલ કે જીમીષ મનોદિવ્યાંગ હતો. પરંતુ પિતા ભાસ્કરભાઈનો આત્મવિશ્વાસ અને માતા હંસાબેનની અડગ શ્રધ્ધા પુત્રને પગભર બનાવતો પારસમણી સાબીત થઈ.
વરિષ્ઠ સેવાવ્રતી ભાસ્કરભાઈ પારેખનો તા. ૨૦, નવેમ્બર, ગુરુવારનાં રોજ 78 માં વર્ષમાં મંગલ પ્રવેશ, ભાસ્કરભાઈ પારેખ કે જેમણે અત્યાર સુધીમાં અસંખ્ય સેવાકાર્યો રાત–દિન જોયા વગર કર્યા છે એવા ભાસ્કરભાઈને પરીવારમાં તેમના પછડાયો બની સાથ આપનાર તેમના ધર્મપત્ની શ્રીમતી હંસાબેન પારેખ તથા તેમની પુત્રી શ્રૃતીબેન તથા પુત્ર જીમીશ ભાસ્કરભાઈ પારેખનું ઘણુ યોગદાન રહેલું છે.
દિવ્યાંગો માટે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની એનકવિધ યોજનાઓ જેવી કે પેન્શન, બસ પાસ, રેલ્વે પાસ, નિરામયા યોજના (વિમો), ગાર્ડીયનશીપ સર્ટીફીકેટ, સાધન સહાય યોજના તેમજ દિવ્યાંગોની લગતી સરકારી તમામ યોજનાઓ કાર્યરત હોય છે. અપુરતા જ્ઞાન, પ્રમાણમાં સીમીત શિક્ષણ કે નિરક્ષરતા, પેપર વર્ક અંગેની આળસ અને અણઆવડત, ઉદાસીનતા કે બિમારીને લઈને વ્યાપ્ત નિરાશા વિગેરે જેવા કારણોને લઈને મોટાભાગનાં દિવ્યાંગો સરકારની મળવાપાત્ર યોજનાઓનો લાભ લઈ શકતા નથી અને હેરાન થતા હોય છે. દિવ્યાંગો માટે સતત કાર્યરત, સીનીયર સીટીઝન અને ભુતપુર્વ ગર્વમેન્ટ અધિકારી તેમજ દિવ્યાંગ બાળકો માટેની ‘પ્રયાસ’ સ્કૂલના સેક્રેટરી ભાસ્કરભાઈ પારેખ દ્વારા દિવ્યાંગો માટે ‘નિઃશુલ્ક માર્ગદર્શન કેન્દ્ર’ છેલ્લા 18 વર્ષથી ચાલી રહયું છે. જેનો અત્યાર સુધીમાં સેંકડો દિવ્યાંગોને લાભ મળી ચૂકયો છે. ઉલ્લેખનિય છે કે ભાસ્કરભાઈ પારેખનાં પુત્ર જિમીશે અત્યાર સુધીમાં બે વાર રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવ્યા છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણી તેમજ સ્થાનીક સતાધીશો દ્વારા અનેકોવાર સન્માન મેળવ્યું છે. ભાસ્કરભાઈ પારેખ પણ દિવ્યાંગો અંગેની માહિતી સૌને આપવા ભારત ભરમાં પરીભ્રમણ કરી ચૂકયા છે તેમજ દેશના અન્ય રાજયોમાં પણ દિવ્યાંગ બાળકોના વાલીઓ ભાસ્કરભાઈ પારેખનું માર્ગદર્શન સતત મેળવતા રહે છે. ભાસ્કરભાઈ પારેખને અત્યાર સુધીમાં ૫૦ થી પણ વધારે એવોર્ડ મળી ચૂકયા છે. પોતાના બાળક જીમીશની સાથોસાથ અન્ય દિવ્યાંગ બાળકો માટે પણ ભાસ્કરભાઈ સતત મથી રહયાં છે. સમગ્ર ગુજરાત તેમજ દેશના વિવિધ રાજયો ખાતે આવા દિવ્યાંગ બાળકોના વિકાસ અને તેને લગતા સેંકડો પ્રશ્નો અંગે જુદા જુદા સ્વરૂપે જાગૃતતા લાવવા માહિતી અને માર્ગદર્શન આપી તેમની અનેક મુશ્કેલીઓનુ નીરાકરણ કરવામાં ભાસ્કરભાઈ મદદરૂપ બને છે. દિવ્યાંગ બાળકોની ‘પ્રયાસ પેરેન્ટસ એસોસીએશન ફોર સ્પેશ્યલ ચાઇલ્ડ’ નામની એક સંસ્થા જેમાં આશરે ૨૧૭ દિવ્યાંગ બાળકોને ટ્રેનીંગ અપાય છે તેમાં પણ સેક્રેટરી તરીકેની ફરજ બજાવે છે અને દિવ્યાંગોના જીવનને અને તેમના કુટુંબને સુખમય બનાવવામાં મદદરૂપ બને છે. દિવ્યાંગો માટે સતત કાર્યરત, સીનીયર સીટીઝન અને ભુતપુર્વ ગર્વમેન્ટ અધિકારી તેમજ દિવ્યાંગ બાળકો માટેની ‘પ્રયાસ’ સ્કૂલના સેક્રેટરી ભાસ્કરભાઈ પારેખ દ્વારા દિવ્યાંગો માટે ‘નિઃશુલ્ક માર્ગદર્શન કેન્દ્ર’ છેલ્લા 18 વર્ષથી ચાલી રહયું છે. જેનો અત્યાર સુધીમાં સેંકડો દિવ્યાંગોને લાભ મળી ચૂકયો છે. ભાસ્કરભાઈ પારેખને જન્મદિને શુભેચ્છા આપવા માટે મો. ૯૪૨૬૩ ૧૭૭૬૩

Leave a comment

Your email address will not be published. Required fields are marked *