ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ-બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા “વૈદિક હોળી: પર્યાવરણ સંરક્ષણ અને આરોગ્ય સંવર્ધન” પર તા.10 માર્ચ 2025ના રોજ, સાંજે 5:00 કલાકે ઓનલાઇન વેબિનારનું આયોજન

ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ-બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા “વૈદિક હોળી: પર્યાવરણ સંરક્ષણ અને આરોગ્ય સંવર્ધન” વિષય પર તા. 10 માર્ચ 2025ના રોજ સાંજે 5:00 કલાકે ઓનલાઇન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબિનારનો મુખ્ય હેતુ પરંપરાગત અને વૈદિક પદ્ધતિથી હોળી ઉજવવાના મહત્વને ઉજાગર કરવા સાથે ગૌ-કાષ્ઠ (ગોબર લાકડી) ના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. ગૌ-કાષ્ઠ એ એક પર્યાવરણ રક્ષા માટે પવિત્ર વિકલ્પ છે, જે પરંપરાગત લાકડાના ઉપયોગની તુલનામાં વધુ લાભદાયક સાબિત થઈ શકે છે. ગૌ-કાષ્ઠના ઉપયોગ દ્વારા જંગલોનો વિનાશ રોકી શકાય, પ્રદૂષણ ઘટાડી શકાય અને આરોગ્યલક્ષી લાભો પ્રાપ્ત થઈ શકે છે.
GCCI ના સંસ્થાપક ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ આ વેબિનારના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું કે વૈદિક હોળી પર્યાવરણ સંરક્ષણ અને આરોગ્ય સંવર્ધન સાથે સંકળાયેલી છે. પરંપરાગત લાકડાના બદલે ગૌ-કાષ્ઠના ઉપયોગથી માત્ર વન વિનાશ અટકાવી શકાય છે તેટલું જ નહીં, પરંતુ તેનાથી ઉત્પન્ન થતો ધુમાડો પણ વાતાવરણને ઓછું પ્રદૂષિત કરે છે, જે હવાને શુદ્ધ કરવામાં મદદરૂપ થાય છે. વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે ગૌ-કાષ્ઠના દહનથી હવામાનમાં જીવાણુનાશક તત્વો પ્રસરે છે, જે શ્વાસ સંબંધિત રોગો સામે રક્ષણમાં મદદ કરે છે. આ વેબિનાર દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત પદ્ધતિઓને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે, જેનાથી સમાજને નૈતિક અને આધ્યાત્મિક દિશા મળશે.
આ વેબિનારમાં શ્રી અજીત પ્રસાદ મહાપાત્રા (સંયોજક-અખિલ ભારતીય ગૌસેવા ગતિવિધિ, RSS), ડૉ. વલ્લભભાઈ કથીરિયા (GCCI સંસ્થાપક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી), શ્રી કે. રાઘવનજી (પ્રશિક્ષણ પ્રમુખ, ગૌસેવા ગતિવિધિ), શ્રી શ્રવણકુમાર ગર્ગ (અધ્યક્ષ, હરિયાણા ગૌસેવા આયોગ), શ્રી શ્યામબિહારિ ગુપ્તા (અધ્યક્ષ, ઉત્તર પ્રદેશ ગૌસેવા આયોગ), શ્રી વિશેષર સિંહ પટેલ (અધ્યક્ષ, છત્તીસગઢ ગૌસેવા આયોગ), શ્રી શેખર મુંદડા (અધ્યક્ષ, મહારાષ્ટ્ર ગૌસેવા આયોગ), શ્રી પંડિત રાજેન્દ્ર અંથવાલ (અધ્યક્ષ, ઉત્તરાખંડ ગૌસેવા આયોગ), શ્રી સચિન શર્મા (પૂર્વ અધ્યક્ષ, પંજાબ ગૌસેવા આયોગ), શ્રી અશોક શર્મા (પૂર્વ અધ્યક્ષ, હિમાચલ પ્રદેશ ગૌસેવા આયોગ) સહિત અનેક ગૌવિદ્વાનો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
આ વેબિનાર GCCI ના ફેસબુક પેજ અને યૂટ્યુબ ચેનલ OfficialGCCI પર લાઈવ પ્રસારિત કરવામાં આવશે.
વધુ માહિતી માટે GCCI જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી, તેજસ ચોટલિયા મો. 94269 18900, અને મીનાક્ષી શર્મા – મો. 83739 09295 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.