ગૌસેવા ગતિવિધિ–કચ્છ વિભાગ દ્વારા ‘નારાયણ નંદી શાળા’ ના ઉદઘાટન નિમીતે ત્રિદિવસીય ‘ગૌસેવા સંગમ’નું આયોજન

ગૌપ્રેમીઓને પધારવા જાહેર આમંત્રણ
ભારતીય જીવન પધ્ધતિમાં દેશી ગૌવંશનું વિશેષ મહત્વ રહયું છે. આ દેશી ગૌવંશના વિજ્ઞાન પ્રમાણીત ભવ્ય ભુતકાળને જાણવા અને તેના મહત્વની ઉંડાણપુર્વકની સમજ માટે ગૌસેવા ગતિવિધિ, કચ્છ વિભાગ દ્વારા ‘નારાયણ નંદી શાળા’ નાં ઉદઘાટન નિમિતે તા.૧૬, જુન, સોમવાર, ૧૭, જુન, મંગળવાર, ૧૮, જુન, બુધવારના રોજ મું. ગામ લેર (હનુમાનજી), ભુજ-કચ્છ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ‘નારાયણ નંદી શાળા’ ઉદઘાટન નિમીતે ત્રિદિવસીય દેશી ગૌવંશ વિષયે એક અદભુત અને અનોખા ‘ગૌસેવા સંગમ’ માં ગૌપ્રેમીઓને પધારવા ગીરધરભાઈ પીંડોરીયા (માધાપર), એવમ ગોરસીયા સેવા ફાઉન્ડેશન (બળદીયા) દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્રિદિવસીય ‘ગૌસેવા સંગમ’ માં ત્રણેય દિવસ ગૌપ્રેમીઓને ભાગવતા ચાર્ય હિતેશભાઈ જોષી (પધ્ધરવાળા) ગૌકથાનું રસપાન કરાવશે. ‘નારાયણ નંદી શાળા’ ના ઉદઘાટન નિમીતે યોજાનાર ત્રિદિવસીય ‘ગૌસેવા સંગમ’ કાર્યક્રમમાં દરરોજ સવાર થી સાંજ સુધી ‘સુરભી યજ્ઞ’ કરવામાં આવશે તેમજ પધારનાર સૌ મહેમાનો, ગૌપ્રેમીઓ, જીવદયાપ્રેમીઓ માટે સવારે ૦૮–૦૦ થી ૯–૦૦ દરમ્યાન ‘નંદી પૂજન’ દરરોજ કરાવવામાં આવશે, તેમજ બળદ આધારીત ગોબર ગેસ, બળદથી ચાલતું વિજળી ઉત્પન્ન કરતું યંત્ર, જીવામૃત ગાળવાનું સહજ પધ્ધતિ સહિતના ઉપકરણનું એક પ્રદર્શન પણ યોજાશે, ગૌશાળામાં બનતા પંચગવ્ય ઉત્પાદનો તેમજ ગાય આધારીત ખેતીમાં પકાવેલા અનાજ, ફળફળાદી, શાકભાજી તેમજ ગાયના દૂધ, દહી, અને ઘી અને માખણમાંથી બનતી મીઠાઈઓ, ઓર્ગેનીક વસ્તુઓના વિવિધ પ્રકારના સ્ટોલ પણ રાખવામાં આવશે અને સાથેસાથે ૧૪ મીનીટની ડોકયુમેન્ટરી ફીલ્મ બતાવવામાં આવશે જેમાં દેશી ગાય અને જર્સી ગાય નું વૈજ્ઞાનીક અને ધાર્મિક દૃષ્ટિકોણથી જે તફાવત છે તે બતાવવામાં આવશે. તા.૧૬, સોમવારના રોજ પ્રથમ સત્ર સવારે ૯-૦૦ થી ૧૨–૦૦ નું રહેશે જેમાં સવારે ૯–૦૦ થી ૧૦–૦૦ ગૌ કથા, સવારે ૧૦ થી ૧૧-૦૦ ગૌસેવા વિષય પર શ્રી અજીતજી મહાપાત્રા (અ.ભા.ગૌ સેવા ગતિવિધિ સંયોજક) પોતાનું વકતવ્ય આપશે. સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ વિશેષ વ્યકિતઓનું વકતવ્ય અને સન્માન કરાશે તથા બીજુ સત્ર બપોરે ૪-૦૦ થી સાંજે ૭–૦૦ નું રહેશે જેમાં બપોરે ૪-૦૦ થી ૫-૦૦ ગૌકથા, ૫-૦૦ થી ૬-૦૦ ગૌમાતાનું ખેતીમાં મહત્વ વિષય પર ગોપાલભાઈ સુતરીયા (બંશી ગીર ગૌશાળા–અમદાવાદ) પોતાનું વકતવ્ય આપશે. સાંજે ૬-૦૦ થી ૭–૦૦ વિશેષ વ્યકિતઓનું વકતવ્ય અને સન્માન કરાશે. તા.૧૭, મંગળવારના રોજ ત્રીજુ સત્ર સવારે ૯–૦૦ થી ૧૨-૦૦ નું રહેશે જેમાં સવારે ૯–૦૦ થી ૧૧-૦૦ ગૌપ્રેમી મહિલા સંમેલન જેમાં પૂ. સાધ્વી નિષ્ઠા ગોપાલ સરસ્વતી (ગોકૃપા કથાકાર) પોતાનું માર્ગદર્શન આપશે, સવારે-૧૧ થી ૧૨–૦૦ વિશેષ વ્યકિતઓનું વકતવ્ય અને સન્માન કરાશે તથા ચોથુ સત્ર બપોરે ૪-૦૦ થી સાંજે ૭–૦૦ નું રહેશે જેમાં બપોરે ૪–૦૦ થી ૫–૦૦ ગૌકથા, ૫–૦૦ થી ૬-૦૦ પંચગવ્યનું મહત્વ વિષય પર ડો. હિતેશભાઈ જાની (આયુર્વેદાચાર્ય—જામનગર) પોતાનું વકતવ્ય આપશે. સાંજે ૬-૦૦ થી ૭-૦૦ વિશેષ વ્યકિતઓનું વકતવ્ય અને સન્માન કરાશે. તા.૧૮, બુધવારના રોજ પાંચમુ સત્ર સવારે ૯-૦૦ થી ૧૨–૦૦ નું રહેશે જેમાં સવારે ૯-૦૦ થી ૧૦–૦૦ ગૌકથા, સવારે−૧૦ થી ૧૧–૦૦ ગૌશાળા સંમેલન જેમાં મેઘજીભાઈ હીરાણી (સૌરાષ્ટ્ર પ્રાંત ગો સેવા ગતિવિધિ સંયોજક, અધ્યક્ષ નિલકંઠ ગૌવિજ્ઞાન કેન્દ્ર, નાની નાગલપર) પોતાનું વકતવ્ય આપશે, ૧૧–૦૦ થી ૧૨–૦૦ વિશેષ વ્યકિતઓનું વકતવ્ય અને સન્માન કરાશે તથા છઠું સત્ર બપોરે ૪-૦૦ થી સાંજે ૭-૦૦ નું રહેશે જેમાં બપોરે ૪-૦૦ થી ૫-૦૦ ગૌકથા, ૫–૦૦ થી ૬-૦૦ ગાય દ્વારા ગ્રામ વિકાસ વિષય પર મહેશભાઈ જીવાણી (સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ) પોતાનું વકતવ્ય આપશે. સાંજે ૬-૦૦ થી ૭–૦૦ વિશેષ વ્યકિતઓનું વકતવ્ય અને સન્માન કરાશે ત્યારબાદ ત્રિદિવસીય ‘ગૌસેવા સંગમ’ કાર્યક્રમની પૂર્ણાહૂતી થશે. ગૌસેવા ગતિવિધિ–કચ્છ વિભાગ દ્વારા નારાયણ નંદી શાળા’ ઉદઘાટન નિમીતે યોજાનાર ત્રિદિવસીય ‘ગૌસેવા સંગમ’ કાર્યક્રમમાં ત્રણેય દિવસ દરેક સત્રની પુર્ણાહુતિ બાદ ગૌવ્રતિ ભોજન-પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. ગૌસેવા ગતિવિધિ-કચ્છ વિભાગ દ્વારા નારાયણ નંદી શાળા’ ઉદઘાટન નિમીતે યોજાનાર ત્રિદિવસીય ‘ગૌસેવા સંગમ’ કાર્યક્રમની વિશેષ માહિતી માટે પ્રવિણભાઈ (મો.૯૯૭૮૨ ૧૮૫૧૦), વિજયભાઈ (મો. ૬૩૫૨૫ ૭૦૫૬૩) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































