શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિજયભાઈ રાયચુરાના ઓનલાઈન “લક્ષ્ય નિર્ધારણ” ટ્રેનિંગ સેશનનું તા.10 ડિસેમ્બર, બુધવારના રોજ બપોરે 04:00 વાગ્યેથી 06:00 કલાક સુધી નિઃશુલ્ક આયોજન

કરુણા ફાઉન્ડેશન દ્વારા આ ટ્રેનિંગ સેશનનું તા. 10 ડિસેમ્બર, બુધવારના 2025ના રોજ બપોરે 04:00 વાગ્યાથી 06:00 કલાક સુધી “WHO AM I”, કાલાવડ રોડ, અન્ડરબ્રિજ ઉપર, મહિલા કોલેજ સામે, ભવાની ગોલા પાસે, કોટેચા નગર, રાજકોટ ખાતે આયોજન
શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિજયભાઈ રાયચુરાના ઓનલાઇન “લક્ષ્ય નિર્ધારણ” ટ્રેનિંગ સેશનનું તા. 10 ડિસેમ્બર, બુધવારના 2025ના રોજ બપોરે 04:00 વાગ્યાથી 06:00 કલાક સુધી “WHO AM I”, કાલાવડ રોડ, અન્ડરબ્રિજ ઉપર, મહિલા કોલેજ સામે, ભવાની ગોલા પાસે, કોટેચા નગર, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ ઓનલાઇન “લક્ષ્ય નિર્ધારણ” ટ્રેનિંગ સેશન શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના દરેક ઓનલાઇન પ્લેટફોર્મ પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
આજના સ્પર્ધાત્મક યુગમાં યુવાનોને સફળતા સુધી પહોંચાડવા માટે લક્ષ્ય નિર્ધારણનું મહત્વ વધતું જાય છે. એ જ દિશામાં શહેરમાં “ગોલ સેટિંગ ટ્રેનિંગ કાર્યક્રમ”નું સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓ, યુવાનો, નોકરીયાતો અને ઉદ્યોગસાહસિકોએ ઉત્સાહભેર ભાગ લીધો. તાલીમનો મુખ્ય હેતુ વ્યક્તિ પોતાનું લક્ષ્ય ઓળખે, યોગ્ય દિશામાં પ્રયત્નો કરે અને જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત કરે.
વિજયભાઈ રાયચુરા એક અનુભવી ટ્રેનર, લાઇફ કોચ અને એન્ટરપ્રેન્યોર અને ટ્રેનર તરીકે જાણીતા છે. તેઓ છેલ્લા 25 વર્ષ કરતા પણ વધુ સમયથી સેલ્સ, ટ્રેનિંગ અને પર્સનલ ડેવલપમેન્ટ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. વિજયભાઈની ટ્રેનીગ આપવાની પદ્ધતિ ખુબ જ પ્રેરણાદાયી હોવાથી દરેક વિદ્યાર્થીઓ, ઉદ્યોગકારો અને સંસ્થાઓમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસ લાવે છે.
વિજયભાઈ “Who Am I” એકેડમીના કો-ફાઉન્ડર છે, જે બાળકોના સર્વાંગી વિકાસ અને અનુભૂતિ આધારિત શિક્ષણ માટે સમર્પિત છે. તેમના માર્ગદર્શન હેઠળ આ સંસ્થાએ દેશભરમાં હજારો યુવાનોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. તેમને 250થી વધુ બિઝનેસ ઓનર્સ અને એન્ટરપ્રેન્યોર્સને તેમના પ્રદર્શન અને માઇન્ડસેટમાં સુધારો લાવવા માટે તાલીમ આપી છે. સાથે-સાથે 8,000થી વધુ વિદ્યાર્થીઓને વિવિધ ટ્રેનિંગ અને લાઇફ એન્હાન્સમેન્ટ કાર્યક્રમો દ્વારા માર્ગદર્શન આપ્યું છે. તેમણે યુરેકા ફોર્બ્સ, આઈસીઆઈસીઆઈ અને ટાટા ગ્રુપ જેવી અગ્રણી કંપનીઓ સાથે કામ કરીને રિયલ બિઝનેસ અનુભવને તાલીમ ક્ષેત્ર સાથે જોડયા છે. વિજય રાયચુરા કોર્પોરેટ જ્ઞાનને માનવ સંવેદનશીલતા સાથે જોડીને લોકોને તેમની આંતરિક શક્તિ શોધવામાં, પ્રદર્શન વધારવામાં અને જીવનને હેતુપૂર્ણ રીતે જીવવામાં પ્રેરિત કરે છે. તેમનું ધ્યેય દરેક વ્યક્તિને પોતાની ક્ષમતા ઓળખી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સક્ષમ બનાવવાનું છે.
આ ટ્રેનિંગ સેશન એનિમલ હેલ્પલાઈન, શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ફેસબુક, યુટ્યુબ તેમજ ઇન્સ્ટાગ્રામના દરેક ઓનલાઈન પ્લેટફોર્મ પર તા. 10 ડિસેમ્બર, બુધવારનારોજ બપોરે 04:00 વાગ્યાથી 06:00 કલાક સુધી બતાવવામાં આવશે.








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































