#Blog

વિશ્વ હિન્દુ પરિષદ, થાણે તથા થાણે મહાનગર પાલિકાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભવનનાં પુનર્નિર્માણનાં કાર્ય માટે 51 લાખ રૂપિયાનું માતબર ભંડોળ એકત્ર કર્યું.

આજથી લગભગ 61 વર્ષ પહેલાં, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની યોજના દ્વારા વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના કરવામાં આવી હતી અને તેથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ વિશ્વ હિન્દુ પરિષદનું માતૃ સંગઠન છે. મુબઈનાં થાણેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભવનનું પુનર્નિર્માણનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ભવનના પુનર્નિર્માણ કાર્ય માટે, વિશ્વ હિન્દુ પરિષદ તથા થાણે મહાનગર પાલિકાએ “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – શ્રી રામ વ્યાયામશાળા સેવા સંસ્થા થાણે” માટે ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે. જે અંતગર્ત 21,00,000/- (એકવીસ લાખ) તથા રુ. 30,00,000/- (ત્રીસ લાખ રૂપિયા) આપવામાં આવ્યા હતા.) અને કુલ 51,00,000/- (એકાવન લાખ રૂપિયા) પ્રતિબદ્ધતા પૂર્ણ હતી. ભંડોળનો ચેક પ્રોજેક્ટ કોઓર્ડિનેટર મહેશજી જોશી અને ફંડ હેડ શ્રી દાતેજીને સોંપવામાં આવ્યો હતો. આ શુભ પ્રસંગે થાણે વિભાગના મંત્રી મનોજ શર્મા, થાણે જિલ્લા પ્રમુખ ભરત સચદેવ, ઉપપ્રમુખ ગિરીશ શાહ અને જિલ્લા મંત્રી શ્રી સૌરભ પાંડે હાજર રહ્યા હતા.
-ગીરીશભાઈ સત્રા (મો. 9820163946)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *