ઘરનાં દરવાજા પર જો ગાય દેખાય તો સમજજો કે ભાગ્ય ખુલશે, મળશે શુભ સંકેત

ભારતીય શાસ્ત્રો અનુસાર ગાયને દેવીરૂપ માનવામાં આવી છે અને કહેવાય છે કે ગાયમાં ૩૩ કરોડ દેવતાઓનું નિવાસ હોય છે. શકુન શાસ્ત્ર મુજબ સવારે ઘરમાંથી નીકળતી વેળાએ ગાયના દર્શન થાય તો તે ખૂબ જ શુભ સંકેત ગણાય છે. એવું માનવામાં આવે છે કે ગાયના દર્શનથી દિનની શરૂઆત શુભ થાય છે અને સમગ્ર દિવસ સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે. રસ્તામાં જો સફેદ ગાય દેખાય અથવા ગાય સાથે બચ્ચું હોય તો તે પણ વિશેષ શુભ માનવામાં આવે છે. જો ગાય ઘરના મુખ્ય દ્વાર પર આવીને ઊભી રહે તો તેને ભગવાનના આગમન તરીકે જોવામાં આવે છે. ગાયને જોવા પર તેની વંદના કરવી, તેને રોટલી કે ગુડ ખવડાવવો પુણ્યપ્રદ માનવામાં આવે છે. સવારે જો ગાયના અવાજ સાંભળાય તો તે ખુશીઓ અને સફળતા આવવાની નિશાની હોય છે.
-મિત્તલ ખેતાણી (મો. 98242 21999)