આખા ગામના ખેડૂતો તૈયાર થાઈ તો વરસાદી પાણી જમીનમાં ઉતરે તેના માટેખેતરમાં ખાડા કરવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ તરફથી JCB આપવામાં આવશે.

આજે દિવસે દિવસે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા જે કાર્ય થઈ રહયું છે તેમાં વધુ કાર્ય થઈ શકે તેવા હેતુથી આખા ગામના ખેડૂતો ત્યાર થાઈ તો સંસ્થા તરફથી jcb મશીન આપવામાં આવશે.તો દરેક ગામના જાગૃત ખેડૂતોને વિનંતી કે વહેલા તે પહેલાના ધોરણે ગીરગંગા પરિવાર ટ્રસ્ટની કાર્યાલયે રૂબરૂ મુલાકાત લઈ અને પોતાના ગામમાં JCB દ્વારા દરેક ખેતરમાં ખાડા કરીને વરસાદી પાણીને વધુમાં વધુ જમીનમાં ઉતારી શકાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે. તો આ કાર્યને વેગ આપવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ નો કોન્ટેક્ટ કરવા વિનંતી. મો.-૯૪૦૯૬૯૨૬૯૩,૯૪૦૮૪૧૪૫૬૮ અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૨૫૦ થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ છે. તેમજ આર્થિક દ્રષ્ટીએ જોઈએ તો ખેડૂતોને ખુબજ આર્થિક મોટો ફાયદો થવાથી પશુ-પક્ષી અને જીવ-જંતુ સર્વેની રક્ષા થઈ રહી છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો તેમજ ૧૧,૧૧૧ રીચાર્જ બોર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ કાર્યને વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, કૌશિકભાઈ સરધારા, શૈલેશભાઈ જાની વગેરે ઉદ્યોગપતિ અને દાતાઓ આ કાર્યમાં જોડાયેલા છે.

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































