#Blog

*“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અંતર્ગત રાજકોટમાં મેદસ્વિતામુક્તિ કેમ્પ-૩ યોજાશે*

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “મેદસ્વિતા મુક્તિ કેમ્પ – ૩”નું આયોજન રામપાર્ક ગાર્ડન, હરિ ધવા રોડ, રાજકોટ ખાતે કરાયું છે. કેમ્પમાં જોડાવા ઇચ્છુકો https://medasvitacamp.gsyb.in/ લિંક પર ક્લિક કરીને નોંધણી કરાવી શકે છે.
વર્તમાન સમયમાં મેદસ્વિતા વૈશ્વિક આરોગ્ય સમસ્યા બની છે. આધુનિક જીવનશૈલી, અસંતુલિત આહાર અને શારીરિક સક્રિયતાના અભાવના કારણે બાળકો સહિત વયસ્કોમાં પણ મેદસ્વિતા ઝડપથી વધી રહી છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં મેદસ્વિતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન વેગવંતુ છે.
રાજકોટ ખાતે આયોજિત આ કેમ્પમાં રૂ. 300/- રજીસ્ટ્રેશન ફી રાખવામાં આવી છે.યોગસાધકોની નિયમિતતા માટે આ શૂલ્ક લેવામાં આવશે. આ યોગ કેમ્પમાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાઈને સ્વસ્થ, સુખી અને નિરોગી જીવન તરફ આગળ વધવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *