“પ્રજાસત્તાક દિવસ” તથા “ગાંધી નિર્વાણ દિવસ” નિમીતે નોનવેજના વેચાણ બંધ રાખવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને એનીમલ હેલ્પલાઈનની રજૂઆત

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનીમલ હેલ્પલાઈન દ્વારા તા.26 જાન્યુઆરી, સોમવારના રોજ પ્રજાસત્તાક દિવસ તથા તા.30 જાન્યુઆરી, શુક્રવારના રોજ ” ગાંધી નિર્વાણ દિવસ’ નીમીતે રાજ્યનાકતલખાના, ઇંડા, માસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારના જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, 26 જાન્યુઆરીએ ભારતનો પ્રજાસત્તાક દિવસ (Republic Day) ઉજવાય છે, કારણ કે આ દિવસે 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ સંપૂર્ણપણે સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક બન્યો, જેના પછી ડો. રાજેન્દ્ર પ્રસાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા અને રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવી. આ દિવસ ભારતના સૈન્ય શક્તિ અને સાંસ્કૃતિક વિવિધતા દર્શાવતી ભવ્ય પરેડ સાથે નવી દિલ્હીના કર્તવ્ય પથ (હાલમાં રાજપથ) પર ઉજવવામાં આવે છે.
તા.30 જાન્યુઆરી એટલે “ગાંધી નિર્વાણ દિવસ’ મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા તરીકે જાણીતા છે. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો હતો. મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વ માનવ હતા, તેઓ મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા અને ભારતના રાષ્ટ્રપિતા તરીકેનું માન પામ્યા છે. તેમણે બ્રિટીશ રાજ પાસેથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે. ગાંધીજી એટલે અહિંસાનાં પુજારી. તેઓ કાયમ અહિંસામાં જ માનતા હતા. તે કહેતા કે આ એક શબ્દ નથી. આખી સંહિતા છે. તે એક આચરણ છે. અહિંસા એ મનુષ્ય જાતિની પ્રબળ શક્તિ છે. માણસે સર્જેલા પ્રચંડ શસ્ત્રો કરતાં એ વધારે પ્રચંડ છે. અહિંસા એવી શક્તિ છે તેનો પ્રયોગ બાળક, યુવાન, સ્ત્રી, વૃદ્ધ સો સરખી રીતે કરી શકે છે. માત્ર તેમનામાં પ્રેમ સ્વરૂપ ઈશ્વર વિશે અવિચળ શ્રદ્ધા હોવી જોઈએ અને મનુષ્યમાત્રને માટે સમાન પ્રેમ હોવો જોઈએ. અહિંસાનો જીવનધર્મ તરીકે સ્વીકાર કરવામાં આવે તો તે જીવનના પ્રત્યેક કાર્યમાં પ્રગટ થાય છે.
તા. 26/01/2026 ને સોમવારનાં રોજ ‘પ્રજાસત્તાક દિવસ‘ તથા તા. 30 /01/2026 ને શુક્રવાર ના રોજ ગાંધી નિર્વાણ દિવસ’ નિમીતે રાજ્યના કતલખાના, ઈંડા, માંસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્વારા રજુઆત કરવામાં આવી છે. આ દિવસની પવિત્રતા ધ્યાનમાં લઈને જાહેર કતલખાના તેમજ જાહેર લારી તેમજ દુકાનોમાં વહેંચતા માંસ, ઈંડા અને મચ્છીનાં વેપાર સદંતર બંધ રાખવા સમસ્ત જનતા વતી ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઈનનાં પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ મહેતા, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ દ્વારા ગુજરાત સરકારના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે.






















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































