અબોલ સામે આવો આક્રોશ કેમ?

પશુ પર ક્રૂરતા થાય ત્યારે આપણી શું જવાબદારી ?
“સમાજમાં અબોલ પ્રાણીઓ પર થતી હિંસાના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે.
તેઓ બોલી શકતા નથી એટલે શું તેમની સાથે અમાનવીય વર્તન કરવું યોગ્ય છે? પશુ પણ જીવ છે, તેમને પણ દુઃખ થાય છે. ચાલો જાણીએ કે આવી ઘટના થાય ત્યારે આપણી શું જવાબદારી છે.”
તુરંત 100 / 112 પર કોલ કરો
100 અથવા 112 પર ફોન કરીને સ્થાન, સમય અને શું થઈ રહ્યું છે તે સ્પષ્ટ રીતે જણાવો.
નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો
તમારા વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં જઈને લેખિત અરજી આપો. ઘટના ક્યાં અને ક્યારે થઈ અને કેવી ક્રૂરતા થઈ તે વિગતવાર જણાવો.
કાયદા મુજબ ફરિયાદ કરો
Prevention of Cruelty to Animals Act, 1960 IPC (અથવા BNS) મુજબ પણ કેસ થઈ શકે છે.
NGO અને હેલ્પલાઇનનો સંપર્ક કરો
પશુ કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઓ અથવા પ્રાણી કલ્યાણ બોર્ડનો સંપર્ક કરો.
પશુની સારવાર કરાવો
જો પશુ ઘાયલ હોય, તો નજીકના પશુ ચિકિત્સકનો સંપર્ક કરી તેની સારવાર કરાવો.
વધારાની જવાબદારી : ઘટનાનો ફોટો / વિડિયો બનાવી પુરાવા રાખો સોશિયલ મીડિયા પર જાગૃતિ ફેલાવો, પણ અફવાઓથી બચો બાળકો અને યુવાનોને પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ બનાવો
“પ્રાણીઓ પર થતી ક્રૂરતા રોકો, માનવતા બચાવો, જવાબદાર બનો, જાગૃત બનો.” “અબોલ છે એટલે લાચાર નથી, તેમને પણ જીવવાનો અધિકાર છે. કૃપા કરો, ક્રૂરતા નહીં.”
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































