અમરેલીના ૮૫ ગામોમાં જળ સંચયનો પાયો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય જળ સંમેલન સંપન્ન

ઉર્જામંત્રી કૌશિકભાઈ વેકરિયાના પ્રયાસો અને જેટકોના સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ઐતિહાસિક જળસંચય અભિયાનનો પ્રારંભ
સણોસરા ખાતે ઉમટયો માનવ મહેરામણ : હિટાચી મશીનો દ્વારા તળાવો ઊંડા કરી જળસ્તર ઉંચા લાવવાનો નિર્ધાર
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને જેટકોના સંયુક્ત ઉપક્રમે અમરેલી તાલુકાના ૮૫ ગામોના વિકાસ માટે એક ઐતિહાસિક જળસંચય અભિયાનનો પ્રારંભ થયો હતો.અમરેલીના સણોસરા ગામે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને ઉર્જામંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાની વિશેષ ઉપસ્થિતિમાં વિશાળ જળ સંમેલન મળ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા અમરેલી જિલ્લાના ૮૫ ગામોમાં હિટાચી મશીનો દ્વારા જળસંચયના કાર્યોની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો સહકાર’ ના મંત્રને સાર્થક કરતા ગુજરાતમાં જળ સંચયની પ્રવૃત્તિઓ વેગવંત બની છે. આ અભિયાનમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ની સાથે જેટકો (GETCO) અને પીજીવીસીએલ (PGVCL) જેવી સંસ્થાઓના આર્થિક સહયોગથી સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાઓને કાયમી ઉકેલ તરફ લઈ જવામાં આવી રહી છે. અને ઉર્જામંત્રી શ્રી કૌશિકભાઈએ સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. પાણી એ પરમેશ્વરની અમૂલ્ય ભેટ છે અને જ્યારે સમાજ તથા સરકાર સાથે મળીને આવા ભગીરથ કાર્યો કરે છે, ત્યારે આવનારી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત બને છે. અમરેલીના ૮૫ ગામોના ખેડૂતો અને ગ્રામજનો માટે આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ સાબિત થશે. ગુજરાત સરકાર હંમેશા આવા લોકહિતના કાર્યોમાં સહયોગી બનવા કટિબદ્ધછે.
ઉર્જામંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ આ પાણીદાર પ્રસંગે હર્ષની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, અમરેલી જિલ્લામાંથી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો એ તેમનો સંકલ્પ છે. જેટકોના આર્થિક યોગદાન અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પુરુષાર્થથી આજે આ સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. ‘સૌની યોજના’ હેઠળ પાઇપલાઇન દ્વારા તળાવ ભરવા માટેની જે મર્યાદા પહેલા 3 કિલોમીટર નક્કી કરવામાં આવી હતી, તેમાં હવે મોટો વધારો કરવામાં આવ્યો છે. હવે આ મર્યાદા વધારીને 7 કિલોમીટર સુધીની કરવામાં આવી છે. આ નિર્ણયથી સૌરાષ્ટ્રના વધુમાં વધુ ગામડાઓના તળાવોને નર્મદાના નીરથી ભરી શકાશે, જેનાથી ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓને સિંચાઈ અને પીવાના પાણીની મોટી સુવિધા પ્રાપ્ત થશે.
મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ દ્વારા પાણીના પ્રશ્નો અને તેના ઉકેલ અંગેના જે વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે, આ વિસ્તારમાં પાણીની તંગીને દૂર કરવા માટે ચેકડેમ એ સૌથી મહત્વનું અને અસરકારક માધ્યમ છે. જો પૂરતા પ્રમાણમાં ચેકડેમોનું નિર્માણ અને જાળવણી કરવામાં આવે, તો ભવિષ્યમાં પીવાના પાણીના ટેન્કરોની જરૂરિયાત કાયમી માટે ભૂતકાળ બની જશે સરકાર અને લોકભાગીદારી દ્વારા જળ સંચયના આ કાર્યોને વેગ આપીને સૌરાષ્ટ્રને પાણીની બાબતમાં આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય છે.
આ સમારોહમાં સંબોધન કરતા જેટકોના એમડી શ્રી ઉપેન્દ્રભાઈ પાંડેએ જણાવ્યું કે, એક જવાબદાર કોર્પોરેટ સંસ્થા તરીકે જેટકો સામાજિક જવાબદારીના ભાગરૂપે જળસંચય જેવા ઉમદા કાર્યમાં ભાગીદાર બની છે તેનો આનંદ છે. આર્થિક યોગદાન દ્વારા જેટકો ગ્રામીણ વિસ્તારના વિકાસ અને પર્યાવરણની જાળવણીમાં સહભાગી થવા માંગે છે. આ મશીનો દ્વારા થનારી કામગીરીથી કરોડો લિટર પાણીનો સંગ્રહ વધશે જે સીધો ફાયદો સ્થાનિક ખેતીને પહોંચાડશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલ, મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય લાઠી જનકભાઈ તળાવીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણી, ઇફકો ના ચેરમેન દિલીપભાઈ સંધાણી, ધારી-બગસરા ધારાસભ્ય શ્રી જે.વી. કાકડિયા, ધારાસભ્ય સાવરકુંડલા મહેશભાઈ કસવાલા, જિલ્લા ભાજપ પ્રભારી શ્રી અભયસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજુભાઈ ભુતિયા, યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઇ ધાનાણી, મહામંત્રી ભાજપ કાળુભાઈ વાળા, મહામંત્રી શ્રી મધુભાઈ હરખાણી, મહામંત્રી શ્રી મયુરભાઈ માંજરીયા, મનોજભાઈ લાખાણી, કલેક્ટરશ્રી, M.D GETCO ઉપેન્દ્ર પાંડે સર, C.E એસ.જી.પંડ્યા, કાળુભાઈ રામાણી, પી.પી સોજીત્રા, પ્રવીણભાઈ માંગરોળીયા, કાળુભાઈ રામાણી વગેરેની ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી જીલ્લાના આગેવાન સર્વેશ્રી અરવિંદભાઈ ડોબરીયા, રમેશભાઈ ધાનાણી, પ્રફુલભાઈ સેંજલીયા, જયસુખભાઈ ગજેરા, બીપીનભાઈ જસાણી, ગીરધરભાઈ ગેવરીયા, વિપુલભાઈ વસાણી, મનસુખભાઈ બરવાણીયા, ચંદુભાઈ વધાલીયા, ભરતભાઈ પીપળીયા, બાલુભાઈ બગસરા, દેવચંદભાઈ સાવલિયા, ભરતભાઈ હપાણી, શારદાબેન ડોબરિયા, સોનલબેન તોરી, યોગેશભાઈ તોરી, પ્રવીણભાઈ દેવાણી, ગભરૂભાઈ માંગરોણીયા, જીતુભાઈ પોકિયા વગેરે લોકો હાજર રહ્યા હતા તેમજ ભરતભાઈ બાવીશી દ્વારા સંપૂર્ણ સ્ટેજ સંચાલન અને કાર્યક્રમની આભાર વિધિ કરેલ હતી.
અમરાપુર ના વતની પરસોતમભાઈ ગેવરીયાએ પોતાના ખર્ચે ૨૦ વિધા જમીન વેચાતી લઈ અને ગામના વિકાસ માટે અર્પણ કરેલ છે તેમાં ૩ વિશાળ ચેકડેમ બનવાથી કરોડો લીટર પાણી સમાશે. તેમજ અમરાપુરના વતની કેશુભાઈ ખોયાણી દ્વારા ૫ વિધા પોતાના ખર્ચે જમીન લઈ ગામને ચેકડેમ બનાવવા માટે અર્પણ કરેલ છે આ રીતે દરેક ગામના લોકો જાગૃત થાઈ અને નદીનોના વહેણમાં દબાણ ન કરે તો ખુબ મોટો પાણીનો જથ્થો સંગ્રહ થઈ શકે.
સમારોહમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, વિરાભાઈ હુંબલ, ઉદ્યોગપતિ શ્રી મનીષભાઈ મદેકા, જેન્તીભાઈ સરધારા, વસંતભાઈ લીંબાસીયા, ભરતભાઈ ટીલવા, વિઠ્ઠલભાઈ સખીયા, કિશોરભાઈ કાથરોટીયા, સતિષભાઈ બેરા, પરસોત્તમભાઈ કમાણી, સુરેશભાઈ દેસાઈ, રમેશભાઈ જેતાણી, સંદીપભાઈ જોશી, મનીષભાઈ માયાણી, પ્રવીણભાઈ ભુવા, અશોકભાઈ મોલિયા, રતિભાઈ ઠુંમર, વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.
સંમેલન પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ જનમેદનીએ સાથે મળીને ભોજન લીધું હતું.



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































