#Blog

ગૌ આધારિત વિકાસને નવી દિશા : ગાંધીનગરમાં ડૉ. વલ્લભભાઈ કથીરિયાની રાજ્યના મંત્રીશ્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક

ગૌસેવક, પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI)ના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કોટેજ અને ગ્રામ ઉદ્યોગ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, વન અને પર્યાવરણ, જલવાયુ પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજીમંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ શિક્ષણ તેમજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ના મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા સાથે ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક કરી. આ અવસર પર ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ માનનીય મંત્રીશ્રીઓને ગૌમાતાના ગોબરથી નિર્મિત ગણેશજીની પ્રતિમા (ગોબર ગણેશ) ભેટ સ્વરૂપે અર્પણ કર્યા, જે ગૌ આધારિત સ્વદેશી ઉત્પાદનો, પર્યાવરણ સંરક્ષણ તથા સંસ્કૃતિ અને આત્મનિર્ભરતાનું પ્રતીક છે. આ બેઠક રાજ્યમાં ગૌ સેવા, ગૌ સંવર્ધન તથા ગૌ આધારિત સર્વાંગી વિકાસને ભવિષ્યમાં વધુ મજબૂત અને વ્યવસ્થિત રીતે આગળ વધારવા અંગે વિસ્તૃત અને દૃષ્ટિપૂર્ણ ચર્ચા કરવામાં આવી.
બેઠક દરમિયાન ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ “ગૌ આધારિત અર્થવ્યવસ્થા – વિકસિત ભારત માટેનું નવું વિઝન” પર પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો અને જણાવ્યું કે ગૌ સેવા માત્ર ધાર્મિક કે પરંપરાગત બાબત નહીં પરંતુ ગ્રામ્ય અર્થવ્યવસ્થા, રોજગાર સર્જન, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક સમરસતાનું શક્તિશાળી સાધન છે. ગૌ આધારિત વિકાસને રાજ્યની નીતિઓ સાથે જોડીને તેને “બ્રાઉન રિવોલ્યુશન” તરીકે આગળ વધારવાની જરૂરિયાત પર તેમણે વિશેષ ભાર મૂક્યો.
આદિજાતિ વિકાસ, ખાદી અને ગ્રામ ઉદ્યોગ વિભાગ સંદર્ભે આદિવાસી વિસ્તારોમાં “વન કાઉ – વન ફેમિલી” જેવી યોજનાઓ અમલમાં મૂકીને ગૌ આધારિત આજીવિકા વિકસાવવાની, ખાદી તથા કોટેજ ઉદ્યોગોને ગોમૂત્ર અને ગોબર આધારિત ઉત્પાદનો સાથે જોડીને સ્થાનિક રોજગાર ઊભો કરવાની અને આદિવાસી યુવાઓ તથા મહિલાઓને ગૌ ઉદ્યોગસાહસિકતા સાથે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી.
વન, પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન વિભાગ સંદર્ભે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી, પંચગવ્યના ઉપયોગથી જમીન, જળ અને પર્યાવરણનું સંરક્ષણ, ગૌ આધારિત બાયોગેસ અને ઊર્જા પ્રોજેક્ટ્સ દ્વારા કાર્બન ઉત્સર્જન ઘટાડવાની શક્યતાઓ તેમજ વૈજ્ઞાનિક સંશોધન અને નવી ટેકનોલોજી દ્વારા ગૌ સંવર્ધનને પર્યાવરણમિત્ર બનાવવાની દિશામાં વિગતવાર વિચારવિમર્શ થયો.
સામાજિક ન્યાય અને શિક્ષણ વિભાગ સંદર્ભે શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં “કામધેનુ ચેર”ની સ્થાપના, અભ્યાસક્રમમાં ગૌ જ્ઞાન, ગૌ વિજ્ઞાન અને ભારતીય જ્ઞાન પ્રણાલી (IKS)નો સમાવેશ, તેમજ સમાજના નબળા અને વંચિત વર્ગોને ગૌ આધારિત સ્વાવલંબન યોજનાઓ દ્વારા મુખ્ય પ્રવાહ સાથે જોડવાની સંભાવનાઓ પર ચર્ચા કરવામાં આવી.
ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું કે ગૌ સેવા એ કૃષિ, ઉદ્યોગ, આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણ તમામ ક્ષેત્રોને જોડતું એક સર્વસમાવેશક મોડેલ છે, જેનાથી આત્મનિર્ભર ભારત અને વિકસિત ગુજરાતના લક્ષ્યોને સાકાર કરી શકાય. તેમણે રાજ્ય સરકારના વિવિધ વિભાગો વચ્ચે સંકલિત કાર્યયોજનાની આવશ્યકતા ઉપર પણ ભાર મૂક્યો.
બેઠક દરમિયાન માનનીય મંત્રીશ્રીઓએ ગૌ સેવાને રાજ્યના સર્વાંગી વિકાસ સાથે સંકળીને આગળ વધારવા માટે હકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો અને આવનારા સમયમાં નીતિગત તેમજ અમલીકરણના સ્તરે ગૌ આધારિત યોજનાઓને વધુ મજબૂત બનાવવા માટે સહકાર આપવાની ખાતરી આપી. આ બેઠક ગુજરાતમાં ગૌ સેવા, ગૌ સંવર્ધન અને ગૌ આધારિત અર્થવ્યવસ્થાને નવી દિશા આપનાર એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થશે તેવી સર્વત્ર આશા વ્યક્ત કરવામાં આવી. આ પ્રસંગે સફળ ગૌ ઉદ્યમી કિશોરભાઇ વોરા કે જેઓ ગાય ના ગોબરમાથી નિરાલી પેઈન્ટસના નામે પેઈન્ટ (કલર) બનાવી રહ્યા છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *