#Blog

ભગવાન મહાવીર અને બજરંગબલી હનુમાન ત્યાગ અને સમર્પણના પ્રતિક છે – જૈન આચાર્ય લોકેશજી

  • ભારતીય સનાતન સંસ્કૃતિનો આધાર શાશ્વત અને સમન્વયસભર છે – સ્વામી ગોવિંદદેવ ગિરીજી

ભગવાન મહાવીર સ્વામી અને બજરંગબલી હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે ઇંદોર ખાતે ‘સમર્પણના પ્રતિક મહાવીર’ નામે ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજી, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદદેવગીરીજી મહારાજ તથા આર.એસ.એસના ક્ષેત્ર સંપર્ક પ્રમુખ પ્રવીણજી ગુપ્ત ઉપસ્થિત રહ્યા હતા.

સ્વામી ગોવિંદદેવગીરીજીએ જણાવ્યું કે ભારતીય સનાતન સંસ્કૃતિ શાશ્વત અને સમન્વયવાદી છે. હનુમાનજી શક્તિ, સંયમ, બ્રહ્મચર્ય અને સેવાભાવના પ્રતિક છે, જેમણે અહંકારનો ત્યાગ કરી સમાજને સાચી દિશા બતાવી છે.

જૈન આચાર્ય લોકેશજીએ જણાવ્યું કે ભગવાન મહાવીર અને ભગવાન રામ ત્યાગ, સત્ય અને ધર્મના પ્રેરક છે. ‘વસુધૈવ કુટુંબકમ’ના સિદ્ધાંત દ્વારા સમગ્ર વિશ્વને એક પરિવાર તરીકે જોવાની ભાવના, યોગ, આધ્યાત્મિકતા અને પર્યાવરણ સંતુલનના મૂલ્યો માનવજાતને શાંતિ અને જ્ઞાનનો સંદેશ આપે છે. ગુરુગ્રામમાં સ્થાપિત વિશ્વ શાંતિ કેન્દ્ર દ્વારા સમાજ સેવા અને વિશ્વ શાંતિ માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે.

આ અવસરે અયોધ્યાના શ્રી રામ દરબારના મૂર્તિકાર પ્રશાંત પાંડે અને શ્રી રામલલાના વસ્ત્ર નિર્માતા મનીષ ત્રિપાઠીને ‘મહાવીર સન્માન’થી નવાજવામાં આવ્યા હતા. સાથે જ દુબઈના ધીરજ જૈન, જેમણે યુદ્ધ દરમિયાન ભારતીયોને આશ્રય આપ્યો હતો, તેમનો પણ સન્માન કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમના આયોજક સાર્થક સંસ્થાના પ્રમુખ દીપક જૈન દ્વારા સ્વાગત ભાષણ સાથે કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *