શ્રી અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ) દ્વારા મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્રના ઉપક્રમે રઘુવંશી યુવક યુવતીઓ માટે શ્રી રઘુવંશી ડોકટર્સ, સી.એ., એન્જીનીયર, ફોરેન, હાઈ એજયુકેશન ઓનલાઈન નિઃશુલ્ક પરીચય મેળાનું આયોજન

સમગ્ર વિશ્વમાંથી અંદાજે 300 રઘુવંશી લગ્નોત્સુક યુવક યુવતીઓ ભાગ લેશે.
શ્રી અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ) દ્વારા મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્રના ઉપક્રમે રઘુવંશી યુવક યુવતીઓ માટે શ્રી રઘુવંશી ડોકટર્સ, સી.એ., એન્જીનીયર, ફોરેન, હાઈ એજયુકેશન ઓનલાઈન નિઃશુલ્ક પરીચયમેળા‘ નું આયોજનતા.01/02/2026, રવીવારનાં રોજ સાંજે 4-૦૦ કલાકે થી મેચીંગ વર્ષના ગ્રુપ પ્રમાણે કરાયું છે.ઉંમરના મેચીંગ ગ્રુપ પ્રમાણે દરેક ઉમેદવારને ઓનલાઈન પી.ડી.એફ. ફાઈલ વ્હોટસએપમાં મળીજશે. પી.ડી.એફ. ફાઈલ તૈયાર કરવાની હોવાથી રજીસ્ટ્રેશન તા.27/01/2026 સુધીમાં કરી દેવુંજરૂરી રહેશે.
શ્રી રઘુવંશી ડોકટર્સ, સી.એ., એન્જીનીયર, ફોરેન, હાઈ એજયુકેશન ઓનલાઈન નિઃશુલ્ક પરીચય મેળા‘ માં ભાગ લેવા માંગતા ઉમેદવારોએ પોતાના બાયોડેટા વોટસએપ પર મોકલવા માટે મિતલ ખેતાણી (મો.98242 21999), સંજયભાઈ કકકડ (મો. 98240 43799) સંપર્ક કરવો. આઓનલાઈન પરીચય મેળામાં સમગ્ર વિશ્વમાંથી અંદાજે 300 લગ્નોત્સુક રઘુવંશી યુવક યુવતીઓભાગ લેશે. આ ‘શ્રી રઘુવંશી ડોકટર્સ, સી.એ., એન્જીનીયર, શેરેન, હાઈ એજયુકેશન ઓનલાઈન પરીચય મેળા‘ નાં મોબાઈલ મેસેજ શ્રી રઘુવંશી ડોક્ટર્સ, સી.એ., એન્જીનીયર, ફોરેન, હાઈ એજયુકેશન ગ્રુપમાંફોરવર્ડ કરવા તેમજ સૌને આ અંગે માહિતગાર કરવા મનુભાઈ મીરાણી દ્વારા વિનંતી કરાઈ છે.
પરીચય મેળામાં ભાગ લેનાર ઉમેદવારે બાયોડેટા JPG ઈમેજમાં વ્હોટસએપ નંબર ઉપર મોકલવા બાયોડેટાની સાથે ઉમેદવારે પોતાના બે ફોટોગ્રાફ્સ JPG ઈમેજમા પોતાનું નામ લખીને મોલકવા ફરજીયાત છે. શ્રી અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ) દ્વારા મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્રના ઉપક્રમે યોજાયેલ શ્રી રઘુવંશી ડોક્ટર્સ, સી.એ., એન્જીનીયર, ફોરેન, હાઈ એજયુકેશન ઓનલાઈન નિઃશુલ્ક પરીચય મેળા‘ નીવિશેષ માહિતી માટે મનુભાઈ મીરાણી (મો.94284 66663) પર સંપર્ક કરવા યાદીમાંજણાવાયું છે.

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































