#Blog

પ્રજાસત્તાક દિન નિમિત્તે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા એનિમલ હેલ્પલાઈનની વડાપ્રધાનને રજૂઆત

પ્રજાસત્તાક દિન નિમિત્તે ગૌહત્યા પ્રતિબંધ તથા ગૌમાતા ને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા અંગેના નિર્ણયની જાહેરાત કરવા માટે ગૌપ્રેમી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને એનિમલ હેલ્પલાઇન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 1883 ની સાલમાં હિન્દુ સામ્રાજયનાં સર સેનાપતી શ્રી મહાદેવ શિંદેએ ”સંપૂર્ણ ગૌવંશ હત્યા બંધી” ની ઘોષણા લાલ કિલ્લા પરથી જ કરી હતી. તે જ રીતે 2008 ની સાલમાં સુપ્રિમ કોર્ટે પણ નિર્ણય આપ્યો હતો કે સંપૂર્ણ ભારત વર્ષમાં ગૌહત્યા બંધીનો આદેશ તુરંત અમલમાં લેવામાં આવે. ભારતની ગાય માનવ શરીરનાં આરોગ્ય માટે, ખેતી માટે, પર્યાવરણ સંતુલન માટે, આર્થિક, સામાજીક, સાંસ્કૃતિક, ધાર્મિક અને તમામ ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી છે અને તેનું અસ્તિત્વ આપણા સૌ મનુષ્યો માટે પણ અનિવાર્ય છે. ગાય બચશે તો સમગ્ર વિશ્વ બચશે એવું ચોકકસપણે કહી શકાય. દેશ હિત માટે પણ ગૌવંશનું સંરક્ષણ થાય તે અત્યંત અનિવાર્ય છે. આ કારણે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇન – રાજકોટ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ગૌહત્યા પર કડક પ્રતિબંધ લાદવા માટે 26 જાન્યુઆરી, 2026 ના પ્રજાસત્તાક દિન પર તેમના નિવેદનમાં આ વિશેની જાહેરાત કરવા તથા ભારત સરકાર દ્વારા ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે અને દરેક રાજ્યો પણ ગૌમાતાને ‘રાજયમાતા’ ઘોષિત કરે તેવી વિનંતી કરાઇ છે.આ સાથે વિશેષ ગૌ મંત્રાલયની સ્થાપના કરવામાં આવે અને રાષ્ટ્રીય કામધેનુ આયોગની પણ પુન રચના કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.
પ્રજાસત્તાક દિન નિમિત્તે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા એનિમલ હેલ્પલાઈનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલય, નેશનલ એડવાઈઝરી કમિટીના માનદ સલાહકાર સમિતિ સભ્ય, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની એવોર્ડ એન્ડ ઈવેન્ટ કમિટીનાં મેમ્બર મિતલ ખેતાણી, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇનનાં પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સહિતનાઓએ વિનંતી કરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *