#Blog

બગસરાના જુના ઝાંઝરીયા ગામે જળસંચયનો ઉદય:પ.પુ વિવેકસ્વરૂપ સ્વામીજીના વરદ હસ્તે ચેકડેમનું ખાતમુહૂર્ત

સામાજિક અગ્રણીઓ અને ગ્રામજનોની પ્રેરક ઉપસ્થિતિમાં જળસંચયના ભગીરથ કાર્યનો પ્રારંભ

અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના જુના ઝાંઝરીયા ગામે ગ્રામ્ય સમૃદ્ધિ અને જળ સુરક્ષાના સંકલ્પ સાથે એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. ગામમાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે પૂજ્ય વિવેકસ્વરૂપ સ્વામીના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ પાણીના મહત્વ વિશે ભારપૂર્વક વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે:”પાણી એ કુદરતની અમૂલ્ય સંપત્તિ છે. જો આપણે આજે પાણીનો સંગ્રહ નહીં કરીએ, તો આવનારી પેઢીને આપણે જવાબ આપી શકીશું નહીં. ચેકડેમ એ માત્ર સિમેન્ટ અને કોંક્રિટનું માળખું નથી, પણ ગામની સમૃદ્ધિની જીવાદોરી છે. ખેતી અને પશુપાલનનો આધાર પાણી પર છે, માટે જળસંચય એ જ સાચી રાષ્ટ્રસેવા છે.”
આ ખાતમુહુર્ત પ્રસંગે ગામના સરપંચશ્રી હિમતભાઈ મકવાણા, જીલ્લા પંચાયત સભ્ય શ્રી ધીરુભાઈ માયાણી, તાલુકા પંચાયત ઉપપમુખ હસુભાઈ બાબરિયા, સરપંચ એસો. ના પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરિયા, અગ્રણી ઉદ્યોગપતિશ્રી ગોવિંદભાઈ ક્યાડાએ પણ હાજરી આપી કાર્યક્રમ શોભાવ્યો હતો.
ગામના વિકાસ અને આ સેવાકીય કાર્યમાં સાથ આપવા માટે આ પ્રસંગે ગામના આગેવાન શ્રી ધુસાભાઈ કયાડા, વલ્લભભાઈ વધાસીયા, અશોકભાઈ અંતાળા, ચંદુભાઈ કથીરિયા, માધાભાઈ સતાસિયા, નારણભાઈ કોલડિયા, અરજણભાઈ વધાસીયા, વિપુલભાઈ કયાડાએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર જુના ઝાંઝરીયા ગામે એકજુથ થઈને આ જળ અભિયાનને વધાવ્યું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *