#Blog

ઉતરાયણના પાવન પ્રસંગે ગૌદાન માટે ડો.વલ્લભભાઇ કથીરિયાની અપીલ.મકરસંક્રાંતિ નિમિત્તે દાનનો પ્રવાહ વહાવી, ગૌશાળા – પાંજરાપોળોને ગૌમૂત્ર- ગોબર આધારિત સ્ટાર્ટ -અપ થકી સ્વાવલંબી બનાવીએ : ડો. કથીરિયા.GCCI અને સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા 14 જાન્યુઆરી, 2025, મંગળવારના રોજ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ ખાતે ગૌ માતા પૂજન કાર્યક્રમનું આયોજન.

સ્વામિનારાયણ ગુરુકુલ અને GCCI દ્વારા સ્વામિનારાયણ ગુરુકુલ, ઢેબર રોડ ખાતે તા. 14 જાન્યુઆરી, 2025 –મંગળવાર મકરસક્રાંતિના રોજ સવારે 08:00 થી 09:00 સુધી ગૌ માતા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મકરસંક્રાંતિ ના પાવન પ્રસંગે ગૌદાન નો અનેરો મહિમા છે. માનવ માત્ર પોતાની શક્તિ – સામર્થ્ય – ભક્તિ પ્રમાણે પુણ્ય પ્રાપ્તિ અર્થે દાન કરે તે આવશ્યક છે. સૌપ્રથમ અર્થ દાનની જ વાત કરીએ અનેક ગૌશાળા – પાંજરાપોળો – સંસ્થાઓ મંડપ બાંધી દાનની અપીલ કરે છે. આવો, આપણે યથાશક્તિ જ નહીં પરંતુ વધુમાં વધુ અર્થદાન – ધનદાન કરીએ. આવનારો સમય ગૌ સેવાનો છે. ગૌ અર્થવ્યવસ્થાનો છે. ગૌ આધારિત સમાજ વ્યવસ્થાનો છે. ગૌ આધારિત પર્યાવરણ સમતુલાનો છે. માટે ગૌવંશ બચાવવો અત્યંત જરૂરી છે. ગૌમાતા નું રક્ષણ આપણા પોતાના સ્વાર્થ માટે પણ ખૂબ જ આવશ્યક છે. કોરોના કાળે પ્રકૃતિ સાથે સામંજસ્ય અને સંવાદિતા જેમાં જળ,જંગલ,જમીન,જાનવર અને જીવમાત્ર સાથેની એકરૂપતા ની જરૂરિયાત પ્રત્યે સજાગ કર્યા છે. આ શુભ દિવસે, ગૌ માતાની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. ગાય પ્રાકૃતિક કૃષિ, ગ્રામીણ આજીવિકા અને પર્યાવરણીય સંતુલનમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુલના સ્વામી પ.પૂ. શ્રી હરિપ્રિય સ્વામી મકરસંક્રાંતિ પર ગૌ પૂજાના મહત્વ પર ચર્ચા કરશે.
રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ, ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેસ્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ના સ્થાપક અને ગૌવ્રતી ડો.વલ્લભભાઈ કથીરિયા એ જનતા જનાર્દનને દાનની અપીલ કરતાં જણાવ્યુ છે કે આગામી મકરસંક્રાંતિ પર્વ 14 જાન્યુઆરીના રોજ ગૌસેવાનો અમૂલ્ય અવસર આવ્યો છે. ગૌશાળા – પાંજરાપોળો દ્વારા અનેક જગ્યાએ સ્ટોલ સાથે દાન માટેની અપીલ કરવા સ્વયંસેવકો કાર્યરત થશે. ગૌસેવાના આ પૂણ્ય કાર્યમાં સમાજના સૌ નાગરીકો નાગરીક ધર્મ બજાવીએ. આજકાલ દાનનો પ્રવાહ ઘટ્યો છે, ગૌશાળાના ખર્ચ વધ્યા છે. ત્યારે ગૌસેવકોનો જુસ્સો અને સેવા ભાવ ટકી રહે તે માટે સૌ નાનું – મોટું યોગદાન આપીએ.
ડો.વલ્લભભાઈ કથીરિયા એ વિશેષમાં જણાવ્યું કે, તો આપણે વર્ષ દરમ્યાન એક ગાય દત્તક લઇ શકીએ ? ગૌશાળાને ઘાસ પૂરું પાડી શકીએ ? ગૌશાળા ની દવા – સારવારની જરૂરિયાત પૂરી કરી શકીએ ? નાના-મોટા જરૂરી બાંધકામ અને અન્ય સુવિધાઓ ઉભી કરવામાં મદદરૂપ થઈ શકીએ ? નાનું એવું થોડું રૂપિયાનું દાન તો કરીએ જ, પરંતુ શક્તિ મુજબ ઉપર જણાવ્યા પ્રમાણે વધુ દાન કેમ ન કરીએ ? વિચારવા જેવું છે.
આ પ્રસંગે ગૌસેવાના મહાત્મ્યને સમજીએ. ગૌસેવા દ્વારા આર્થિક, સામાજીક, પર્યાવરણ રક્ષા, આરોગ્ય રક્ષા, ગૌ આધારિત ઝેર રહિત કૃષિ અને આધ્યાત્મિક ઉત્કર્ષ દ્વારા સમાજ અને રાષ્ટ્ર જ નહીં સમગ્ર વિશ્વ કલ્યાણની વિભાવના સાકાર થાય છે. ગૌમૂત્ર અને ગોબરના ઉપયોગ દ્વારા ગૌશાળાઓ આર્થિક રીતે સ્વાવલંબી બને અને યુવાનો – મહિલાઓને રોજગારી મળે તે અર્થે અને ગૌશાળા – પાંજરાપોળના સંચાલકો સરકારી વિવિધ યોજનાઓનો લાભ લે, દાનનો ઉપયોગ ગૌ આધારિત સ્ટાર્ટઅપ અને ઉદ્યમો શરૂ કરવા માટે કરે તે વર્તમાન સમયની આવશ્યકતા છે. ગાયના ગૌમૂત્ર – ગોબર દ્વારા આર્થિક ઉપાર્જન કરી આવા બીન દુધાળા ગૌવંશને બચાવવા એ જ ગૌ રક્ષાનો સાચોટ ઉપાય છે, તે સમજીએ.
GCCI અને સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા જનતા જનાર્દનને આ કાર્યક્રમમાં હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. ચાલો આપણે સૌ GCCI સાથે જોડાઈએ અને ગાયના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને સ્વીકારીએ, જે આપણી પરંપરાઓમાં સાથે જોડાયેલી છે.
વધુ માહિતી માટે GCCI ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯ , તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ અને મીનાક્ષી શર્મા મો. ૮૩૭૩૯ ૦૯૨૯૫ પર સંપર્ક કરવા યાદી માં જણાવ્યુ છે.
કાર્યક્રમ ને સફળ બનાવવા GCCI ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી, રમેશભાઈ ઘેટીયા , વિરાભાઈ હુંબલ, રાજાભાઈ વાવડી, હિરેનભાઈ હાપલિયા, વિશાલભાઈ ચાવડા, સુનિલ કાનપરિયા, તેજસ ચોટલિયા સહિતનાઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *