#Blog

દૂબળો,પોતડીયો ગાંધી ક્યારેય વીક નહીં

પારકા  ખભ્ભે  ક્યારેય પણ  બંદુક  નહીં

સત્ય કહેવામાં કદી  કોઈનીય બીક  નહીં

પોતે સ્વયં જ  બની  જાઓ ને પરિવર્તન

આચરણ જેવી  તો  કોઈ પણ કિક નહીં

ગાંધીથી એટલું તો શીખીએ આપણે સૌ

ઠીક  નથી  તેને તરત જ  કહો, ઠીક નહીં

ગાંધી એટલે વ્યક્તિ જ નહીં પણ વિચાર

અહીંસા જેવી કોઈ હિંસા સામે ટ્રીક નહીં

સત્ય જ છે  સદાનું વિજેતા  યુગોયુગોથી

જેની કને સત્ય નથી ,તે કદી નિર્ભિક નહીં

ભલે છપાયો નોટ પર,સાધન બન્યો વોટનું

દૂબળો,પોતડીયો ગાંધી  ક્યારેય વીક નહીં-મિત્તલ ખેતાણી(મો.9824221999)નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં થી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *