#Blog

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા હળવદના માનપુર ખાતે ચેકડેમનું ખાતમુહૂર્ત

વરસાદની ઋતુમાં પણ અનેક જગ્યાએ પાણી ની તંગી ઊભી થતી હોય છે. કારણ કે ગામડે ગામડે અસંખ્ય ચેકડેમો આજથી 25 વર્ષ પહેલા બનેલા હતા, તેમાંથી જાજા ભાગના ડેમોમાં ખેતરની માટી એટલે કે કાંપથી ભરાય ગયેલ હોય તેમજ નાના મોટાં ચેકડેમો જર્જરીત હાલતમાં અને તૂટી ગયેલા હોય છે તેના હિસાબે વરસાદી પાણી નદી નાળા દ્વારા દરિયામાં જતું રહે છે. તેથી જમીનના તળમાં પાણી નો સંગ્રહ ખુબજ ઓછો થાય છે આવા સમયે ચેકડેમમાંથી કાંપ ઉપાડી અને ખેતારમાં નાખવામાં આવે તો જમીન ફળદ્રુપ થાય છે અને ડેમની અંદર પાણી ભરાવાથી તળમાં પાણી ઉપર આવે છે તેના માટે દાતા અને ઉધ્યોગપતિના આર્થિક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીની સંગ્રહ શક્તિ વધારવા ચેકડમોને ઊંડા કરવા માટે હળવદ ખાતે હિટાચી મશીન આપીને ચેકડેમનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી પ્રકાશભાઇ વરમોરાના વરદ હસ્તે તેમજ ઘનશ્યામભાઈ એસ. દેથરીયા, વાસુદેવભાઈ સિણોજીયા, કાંતિભાઈ ડાયાભાઈ પટેલ વગેરે આ કાર્યમાં જોડાયેલ. સંપૂર્ણ લોકભાગીદારીથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદના પાણીના જતન માટે જે કાર્ય થઇ રહ્યું છે તેનાથી સૃષ્ટિ પરની પ્રકૃતિ સાથે પશુ-પક્ષી ,જીવ-જંતુ અને માનવજાતના રક્ષણ માટે હળવદ તાલુકામાં વિશાળ ચેકડેમ નો જીર્ણોધાર કરવામાં આવ્યો છે. જેનાથી વરસાદી સીઝનમાં વિશાળ પાણીનો જથ્થો સંગ્રહ થાશે તેથી ખેડૂતોને ખેત ઉત્પાદનમાં ખુબ ફાયદાકારક થાશે.સમાજમાં દરેક લોકો પરિવાર,પ્રકૃતિ અને દેશના વિકાસ માટે વરસાદી પાણીનું યોગ્ય રીતે જતન કરવા પરિવારમાં આવતા સુખ-દુઃખમાં આજીવન સ્મૃતિ સ્વરૂપે આ કાર્યમાં જોડાઈ જવું જોઈએ. જળસંચય માટેના ચેકડેમ રીપેરીંગ, ઉંચા, ઉંડા તેમજ નવા ચેક ડેમો બનાવવા બોર-કુવા રિચાર્જ, ખેત તલાવડી, સોર્સ ખાડા જેવા 1,11,111 સ્ટ્રક્ચર તૈયાર કરવાના સંકલ્પને વરેલી સ્વૈચ્છિક સંસ્થા છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા અને નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ અને જમીનમાં અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે. માનપુર ખાતે હાજર રહેલ સરપંચશ્રી પાયલબેન દર્શનભાઈ પટેલ, દર્શનભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, અશોકભાઈ શાહ, હસમુખભાઈ શાહ, કાન્તીભાઈ પટેલ, ઈશ્વરભાઈ ઠક્કર, વિપુલભાઈ સંધવી તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, શૈલેશભાઈ જાની,ગોપાલભાઈ બાલધા, કૌશિકભાઈ સરધારા, વગેરે ભાઈઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *