સ્વસ્થ ભારતથી જ સમૃદ્ધ ભારતનું નિર્માણ શક્ય – આચાર્ય લોકેશજી
સ્વસ્થ વિચારો અને આહારથી અનેક રોગોથી બચાવ શક્ય – ડૉ. આર.એમ. અગ્રવાલ
ગુરુગ્રામ નવી દિલ્હી, અહિંસા વિશ્વ ભારતીય અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક, પ્રસિદ્ધ જૈન આચાર્ય લોકેશજી તથા અહિંસા વિશ્વ ભારતીયના સ્થાપક સભ્ય અને અમદાવાદના ચંદ્રમણિ હોસ્પિટલના જાણીતા ડૉ. રૂપકુમાર અગ્રવાલે વિશ્વ શાંતિ કેન્દ્ર ગુરુગ્રામ ખાતે ‘જીવન શૈલી અને આરોગ્ય’ વિષયક રાષ્ટ્રીય સગોષ્ઠિનું સંબોધન કર્યું. વિશ્વ શાંતિદૂત આચાર્ય લોકેશજીએ કહ્યું કે સ્વસ્થ ભારતથી જ સમૃદ્ધ ભારતનું નિર્માણ શક્ય છે. શારીરિક, માનસિક અને ભાવનાત્મક આરોગ્ય વિના શાંતિ અને સમૃદ્ધિ શક્ય નથી. આચાર્ય લોકેશજીએ કહ્યું કે ધર્મગ્રંથો પણ કહે છે “શરીર સાધન છે ધર્મસાધના માટે” – એટલે કે ધર્મસાધના માટે પણ શરીરનું સ્વસ્થ રહેવું અનિવાર્ય છે. ડૉ. લોકેશે આ અવસરે ભારત સરકારની પ્રશંસા કરતાં કહ્યું કે સરકાર હાલના સમયમાં અનેક યોજનાઓ દ્વારા વૃદ્ધો, જરૂરતમંદો વગેરેને આરોગ્યલાભ આપી રહી છે. વિશ્વ શાંતિ કેન્દ્ર બહુ જલ્દી ‘સ્વસ્થ ભારત સમૃદ્ધ ભારત’ અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડૉ. રૂપકુમાર અગ્રવાલે જણાવ્યું કે દૈનિક જીવનશૈલીમાં શુદ્ધ અને સાત્વિક આહાર તથા સકારાત્મક વિચારો અપનાવવાથી અનેક રોગોથી બચી શકાય છે. ડૉ. રૂપકુમાર અગ્રવાલે કહ્યું કે જીવનશૈલીનો સીધો પ્રભાવ શારીરિક, માનસિક અને ભાવનાત્મક આરોગ્ય પર પડે છે. તેમણે આચાર્ય લોકેશજીના ‘સ્વસ્થ ભારત સમૃદ્ધ ભારત’ અભિયાન માટેના પ્રયાસોની સરાહના કરતાં જણાવ્યું કે તેઓ સંપ્રદાયની સીમાઓથી ઉપર ઉઠીને સમાજના તમામ વર્ગોના હિતોની ચિંતા કરે છે જે એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. આ અવસરે ડૉ. સ્મિતા અગ્રવાલ, યોગાચાર્ય કરણ ગુપ્તા, ટીનુ અગ્રવાલ, વિનિત શર્મા, દયારામ વગેરે સભ્યોએ સગોષ્ઠિને સફળ બનાવવા માટે પૂર્ણ સહયોગ આપ્યો.