#Blog

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનિમલ હેલ્પલાઈન, રાજકોટને શરદભાઈ શાહ, જીજ્ઞા સુધાબેન કનૈયાલાલ શાહ હસ્તે નેકા, રેઆ (અંધેરી-મુંબઈ) પરિવાર દ્વારા હાઇડ્રોલિક ઍમ્બ્યુલન્સ અર્પણ કરાશે. શતાધિક ધર્મસ્થાનક નિર્માણ પરમ શ્રદ્ધેય પૂ. ગુરૂદેવ શ્રી ધીરજમુનિ મહારાજ સાહેબની પાવન નિશ્રામાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે હાઇડ્રોલિક ઍમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવશે.

શતાધિક ધર્મસ્થાનક નિર્માણ પરમ શ્રદ્ધેય પૂ. ગુરૂદેવ શ્રી ધીરજમુનિ મહારાજ સાહેબની પાવન નિશ્રામાં ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે શરદભાઈ શાહ, જીજ્ઞા સુધાબેન કનૈયાલાલ શાહ પરિવાર હસ્તે નેકા, રેઆ (અંધેરી-મુંબઈ) દ્વારા રૂ. 15 લાખના ખર્ચે તૈયાર થયેલ હાઇડ્રોલિક ઍમ્બ્યુલન્સનું તા. 04 ,જાન્યુઆરી, શનિવારના રોજ સાંજે 6-00 કલાકે, શ્રી જશ-પ્રેમ-ધીર સંકૂલ, વૈશાલી નગર-4, રૈયા રોડ, રાજકોટ ખાતે લોકાર્પણ કરવામાં આવશે.

હાઈડ્રોલીક એમ્બ્યુલન્સની વિશેષતા એ છે કે, 500  કિલો સુધીના વજન ધરાવતા પશુઓને ઉંચકી શકે છે, ગાય, ભેંસ, બળદ, ગધેડા જેવા ભારે વજન ધરાવતા પશુઓ છે જેઓ બીમાર હોય, એકસીડન્ટ થયેલ હોય, તેની હેરફેર કરવી પડે તેમ હોય, હોસ્પિટલ ખસેડવા પડે તેમ હોય, તેમના માટે કોઈ વ્યવસ્થા જ નથી તેમની સારવાર માટે સુપર સ્પેશ્યાલીસ્ટ હાઈડ્રોલીક એમ્બ્યુલન્સ ખૂબ જ ઉપયોગી થશે, એ સિવાય કુવા, તળવા, ડેમ, ઉંડા ખાડાઓમાં કોઈ પશુ પડી જાય તો તેને બહાર કાઢવા માટે તેના સ્પેશ્યલ હાઈડ્રોલીંક એમ્બ્યુલન્સમાં 100  ફૂટની હાઈડ્રોલીંક ચેઈન બેસાડવામાં આવેલ છે જેની મદદથી પશુઓને બહાર કાઢી શકાશે, શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઇન, રાજ્કોટ દ્વારા ભૂતકાળમાં ઘણા રેસ્કયુ હાઈડ્રોલીંક એમ્બ્યુલન્સ દ્વારા કરવામાં આવ્યા છે અને અબોલ પશુઓના જીવ બચાવવામાં સંસ્થા નિમીત બની છે.

અત્રે ઉલેખનીય છે કે, ભારતની નિઃશુલ્ક પશુ પક્ષી સારવાર ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા તેમજ ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ ઍવોર્ડ વિજેતા સંસ્થા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઈન, રાજકોટમાં છેલ્લા 21  વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ–પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા 21 વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ-પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરતું ‘મોબાઇલ પશુ ચિકિત્સાલય’,’એનિમલ હેલ્પલાઇન અને વેટરનરી હોસ્પિટલ’ સ્વરૂપે સેવારત કરાયું છે. અત્યાર સુધીમાં 12 લાખ  જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ, વિનામૂલ્યે,નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા, 11 એમ્બ્યુલન્સ તેમજ 3  બાઇક એમ્બયુલન્સ થકી ઓપરેશન સહિતની સારવાર થઈ છે, થતી રહે છે.

હાઇડ્રોલિક ઍમ્બ્યુલન્સ લોકર્પણનાં કાર્યક્રમને સફળ બનાવવા માટે  શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનિમલ હેલ્પલાઈનના મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી,  રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, એડવોકેટ કમલેશભાઈ શાહ, પારસભાઈ ભરતભાઈ મહેતા, ગૌરાંગભાઈ ઠકકર સહિતનાઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મોઃ 98242 21999), પ્રતિક સંઘાણી (મો. 99980 30393 )નો સંપર્ક કરવા  યાદીમાં જણાવાયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *