#Blog

ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઇ શાહનો આજે જન્મદિવસ; 61 માં વર્ષમાં શુભ પ્રવેશ

સમસ્ત મહાજન વૈશ્વિક સ્તરે જળ, જંગલ, જમીન, પ્રાણીઓની સુખાકારી માટે પ્રયત્નશીલ રહે છે. ગિરીશભાઇ શાહ સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી છે. 1996 નાં દાયકાના અંતમાં, ચમત્કાર જેવી ઘટનાએ ગિરીશભાઈનાં જીવનનો માર્ગ બદલી નાખ્યો. ગિરીશભાઈને ત્રણ જૈન સાધુઓએ જુદા જુદા પ્રસંગે ગૌરક્ષા અને પશુ કલ્યાણ ક્ષેત્રે પોતાનું યોગદાન આપવાની સલાહ આપી. સમસ્ત મહાજને ઓગસ્ટ, 2002માં કામ કરવાનું શરૂ કર્યું હતું. સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહે એક સૂત્ર સાથે આગળ વધવાનું શરૂ કર્યું. “સેવા અને રક્ષણ કરો”. 21 વર્ષથી વધુ સમયથી સમસ્ત મહાજન પશુ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન, કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત વગેરે જેવા વિવિધ સામાજિક કારણો તરફ અથાગ મહેનત કરી રહ્યું છે. ગિરીશભાઇ શાહ હીરા બજાર સાથે સંકળાયેલ આંતરરાષ્ટ્રીય વ્યાપારી છે. જેમની ભારત, અમેરિકા, યુરોપ સહિતના વિવિધ દેશોમાં પોતાની ઓફીસ છે. વર્તમાન સમયમાં તે જીવનનો મહતમ સમય જીવદયા, ગૌસેવા, માનવસેવા, શાકાહાર પ્રચાર પ્રસાર સહિતની પ્રવૃતિઓમાં વ્યસ્ત રહે છે. આવા માનવતાવાદી હેતુ માટે ગિરીશભાઈના નોંધપાત્ર યોગદાનને સમાજ દ્વારા ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તેમને અને સમસ્ત મહાજનને જીવદયા રત્ન, પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ઇન્દિરા પ્રિયદર્શીની વૃક્ષમિત્ર એવાર્ડ, આચાર્ય ચાણક્ય – 2020 સહિત અનેક પુરસ્કારો એનાયત કરવામાં આવ્યાં છે. કચ્છ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતનાં અનેક વિસ્તારોમાં 300 થી વધુ ગામોમાં તળાવ ઊંડા કરવા, ગૌચર નિર્માણ સહિતનાં કાર્યો માટે સમસ્ત મહાજન સેવારત છે.  સમસ્ત મહાજન મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતના અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં મુંબઈ ખાતે રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશીર્વાદથી ‘અર્હમ અનુકંપા’ પ્રોજેક્ટ હેઠળ સુપર સ્પેશીયાલીટી એનીમલ એમ્બ્યુલન્સની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત સેંકડો જીવોને સ્થળ પર જ સારવાર તેમજ અભયદાન પ્રાપ્ત થયું છે અને તેમની જિંદગીઓ પણ બચી છે. સમગ્ર ભારતમાં આ પ્રકારની એમ્બ્યુલન્સ સરકાર તેમજ સમાજ અને સંસ્થાઓનાં માધ્યમથી થાય તે માટે ગિરીશભાઇ શાહ સતત કાર્યશીલ છે. તે છેલ્લા કેટલાક વર્ષોથી ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડનાં સભ્ય તરીકે પણ પોતાની સેવા આપી રહ્યા છે. આજે સમસ્ત મહાજનની સેવાભાવી પ્રવૃતિઓ આ વિશ્વને સુંદર બનાવવામાં તેનું યોગદાન આપી રહી છે.

સમસ્ત મહાજનનાં વિવિધ સેવાકાર્યો પર્યાવરણ સંરક્ષણ, દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ, ભોજન રથ, જીવદયા રથ, ગ્રામ વિકાસ, તળાવ / ચેકડેમનું નવીનીકરણ, શૈક્ષણિક સહાય, કુદરતી આફતો દરમ્યાન રાહત કામગીરી જેવા સેવાકાર્યોમાં ગિરીશભાઇ હંમેશા અગ્રેસર રહીને સેવા આપે છે. કાઉ પ્લાન સમસ્ત મહાજન દ્વારા વર્ષમાં 8 વખત દેશના વિવિધ રાજ્યોમાં ગૌશાળા-પાંજરાપોળોનાં સંચાલકો માટે પ્રવાસી તેમજ નિવાસી સંમેલનનું પણ આયોજન થતું હોય છે. આ સંમેલનમાં જીવદયા સંસ્થાઓને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સાંસ્કૃતીનું પુનઃસ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ-આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા અંગેના વિવિધ કાયદાઓનું નિર્માણ તથા હાલના કાયદાઓના કડક અમલીકરણ, ગૌ સંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા-પાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, પશુ-પક્ષીઓના આરોગ્યની જાળવણી, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય, માનવ માત્રમાં પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે વધુ કરૂણા જગાડવા, વરસાદી પાણીનો સંગ્રહ, સ્વદેશી વૃક્ષોનું વાવેતર, સ્વચ્છ દૂધ ઉત્પાદનોની ઉપલબ્ધી, પાકની રક્ષા માટે અહિંસક-સ્વદેશી ઉપચારો, શાકાહાર પ્રચાર-પ્રસાર સહિતના અનેકો મુદા ઉપર વિસ્તૃત, પ્રેકટીકલ અને દૃષ્ટાંતો સહિત પરીણામલક્ષી ચર્ચા કરવમાં આવે છે.

ગિરીશભાઇ શાહ : મો. 9820020976

Leave a comment

Your email address will not be published. Required fields are marked *