ઈંડા વિષેની આ નકકર હકીકતો
ઈંડા શક્તિ આપે છે એ માન્યતા ભૂલ ભરેલી છે
ઈંડા ખાવાથી નસો કમજોર થઈ જાય છે.
ઈંડું પોષણનાં નામે મીડું
ઈંડું નોનવેજ જ છે.
૧. ઈંડામાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધુ હોય છે. ખાસ કરીને ઈંડાના પિળા જર્દામાં અધિકતમ માત્રામાં કોલેસ્ટરોલ રહેલુ છે. કોલેસ્ટોરોલ ધમનીઓને સાંકડી બનાવી લકવો કે હૃદય રોગ જેવી બીમારીઓને નોંતરે છે.
૨. વધારાનું કોલેસ્ટરોલ ચામડીના સ્નાયુઓ અને રકતવાહિનીઓમાં જમા થાય છે. જેનાથી ઈંડા ખાવાવાળાઓને જેન્થોના નામનો ભયંકર રોગ થઈ શકે છે.
૩. શરીરમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધી જાય તો ‘હાઈપર કોલેસ્ટેરોલિમિયા’ થઈ શકે છે. જે વ્યાધિ આગળ ઉપર બ્લડપ્રેશરનું રૂપ ધારણ કરે છે. બાળકોને માટે ઈંડા એટલે જ બીલકુલ અનુકળ આહાર નથી.
૪. ઈંડામાં સોડીયમ સોલ્ટરનું પ્રમાણ વધારે હોવાથી પ્રત્યેક ઈંડા મારફત અર્ધો ચમચો વધારાનું મીઠું શરીરમાં જાય છે. બ્લડપ્રેશરના દર્દીઓ માટે તો ઈંડા વિષની ગરજ સારે છે. યાદ રાખો ઈંડાના સફેદ ભાગમાં મીઠું અને પીળા ભાગમાં કોલેસ્ટરોલ છે. જે બંન્ને સ્વાસ્થય માટે સરખા જ હાનિકારક છે.
૫. ઈંડામાં કાર્બોહાઈડ્રેટ બિલકુલ ન હોવાને કારણે કબજિયાત અને ઢીંચણમાં દર્દ જેવી બિમારીઓ થઈ શકે છે.
૬. પોલ્ટ્રી ફાર્મની મરઘીઓને જાત—જાતની ઘાતક દવાઓ આપવામાં આવે છે. જેનો સારો એવો ભાગ ઈંડાના માધ્યમથી ખાનારાના પેટમાં જાય છે. ઈંડામાં ડી.ડી.ટી. જેવા ઝેર પણ મળી આવ્યા છે. જેની કુઅસરથી ઈંડા લેનાર બચી શકતો નથી. (કૂકડીનું માંસ ખાનારા પણ ભયંકર રોગોમાં સપડાય છે.)
૭. ઈંડામાં સાલ્મેનોલા(બેકટેરીયા) ઉપરાંત એક નવું માઈક્રોબ (કેમ્પીલોબેકટ) પણ મળી આવે છે. જે આતરડામાં ભયંકર રોગો ઉભો કરે છે.
૮. ઈંડા ખાવાથી માત્ર શરીર નહિ, પરતું બૌધ્ધિક અને સંવેદનાત્મક વિકાસને પણ માઠી અસર પહોચેં છે. બાલ્યાવસ્થામાં
અપાતા ઈંડાના આહારનું કુપરિણામ યુવાની અથવા વૃદ્ધાવસ્થામાં જોવા મળે છે.
૯. ઈંડા કફને વધારે છે. જે શરીરના પોષક તત્વોમાં અસંતુલન ઉભું કરે છે.
૧૦. ઈંડામાં ૧૩.૩ ટકા પ્રોટીન હોય છે, જયારે તેની તુલનાએ ચણામાં ૨૪ ટકા, મગફળીમાં ૩૧.૫ ટકા તથા સોયાબીનમાં ૪૩.૨ ટકા પ્રોટીન હોય છે.
૧૧. વિવિધ સર્વેક્ષણમાં જણાવ્યા અનુસાર આજના પોલ્ટ્રી ફાર્મોમાં ઘણા પ્રકારનાં ઔષધો અને તેટલા જ પ્રમાણમાં રસાયણો ઉપયોગમાં લેવાય છે. આ તમામ ઝેર એક અથવા બીજા સ્વરૂપે લેનારના શરીરમાં પ્રવેશી તેને અસંખ્ય રોગોનું સંગ્રહસ્થાન બનાવી દે છે. -મિત્તલ ખેતાણી(મો. 98242 21999)