પંચગવ્ય ડોક્ટર્સ એસોસિએશન અને પંચગવ્ય વિદ્યાપીઠ – કાંચીપુરમ દ્વારા 11 મી પંચગવ્ય કોન્ફરન્સનું આયોજન
પંચગવ્ય ડોક્ટર્સ એસોસિએશન અને પંચગવ્ય વિદ્યાપીઠ – કાંચીપુરમ દ્વારા 11 મી પંચગવ્ય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. પંચગવ્ય વિદ્યાપીઠ એ ભારતીય તબીબી પ્રણાલીને ભારતમાં પુનઃસ્થાપિત કરવા માટેની એક શૈક્ષણિક ચળવળ છે. પંચગવ્ય વિદ્યાપીઠનાં પ્રયાસોને કારણે ખોવાયેલ “નાડી અને નાભિ વિજ્ઞાન” ફરી જીવંત થઈ રહ્યું છે. પંચગવ્ય વિદ્યાપીઠનો હેતુ છે કે ગાયોના સંવર્ધનથી યુવા પેઢીના મનમાં પરિવર્તન લાવવું જેથી દેશમાં રાષ્ટ્રવાદ કેળવાશે. પંચગવ્ય વિદ્યાપીઠ હેઠળ, પંચગવ્ય તબીબી વિજ્ઞાન, પરંપરાગત આયુર્વેદિક અને કેટલીક અન્ય ઉપચારો પુખ્ત વયના લોકોને શીખવવામાં આવે છે.
પંચગવ્ય ડોક્ટર્સ એસોસિએશન અને પંચગવ્ય વિદ્યાપીઠ – કાંચીપુરમ દ્વારા 11 મી પંચગવ્ય કોન્ફરન્સનું આયોજન થયું છે તેનો મુખ્ય હેતુ ભારતનાં તમામ જિલ્લાઓમાં પંચગવ્ય તબીબી કેન્દ્રો અને પંચગવ્ય તબીબી શિક્ષણની ઉપલબ્ધતા કરવા માટેનો છે. આ કોન્ફરન્સ 1, 2, 3 ડિસેમ્બરે શુક્રવાર, શનિવાર અને રવિવારે આર્ટ ઓફ લિવિંગ ઈંટરનેશનલ સેન્ટર, ઉદયપુર પોસ્ટ, કનકપુરા રોડ, બેંગ્લોર, કર્ણાટક ખાતે રાખવામાં આવી છે. આ અંગે વધુ માહિતી માટે ડૉ. જીવન કુમાર(મો. 94482 40610) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.