#Blog

પેટા ઇન્ડિયા (PETA India) દ્વારા “પશુઓ સામેના થતા ગુનાઓ સામે કાનૂની લડત” વિષે રાષ્ટ્રીય સ્તરના વર્કશોપનું તા.09 નવેમ્બર, રવિવારના રોજ દિલ્હીમાં આયોજન

મીત અશરનો તા.08 નવેમ્બર, શનિવારના રોજ શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેનલમાં રાષ્ટ્રીય સ્તરના વર્કશોપ વિષે લાઇવ ઇન્ટરવ્યૂ

પેટા ઇન્ડિયા (PETA India) દ્વારા “પશુઓ સામેના થતા ગુનાઓ સામે લડવા માટેના વર્કશોપ”નું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્કશોપ તા.09 નવેમ્બર , રવિવાર 2025ના રોજ સવારે 09:00 વાગ્યા થી સાંજે 05:00 વાગ્યા સુધી દિલ્હીમાં પાર્ક ઇન બાય રેડિસન, આઈ.પી. એક્સ્ટેન્શન, દિલ્હી – 110092 ખાતે કરવામાં આવ્યું છે.

આ મહત્વપૂર્ણ વર્કશોપમાં મીત અશર, (પેટા ઇન્ડિયાના લીગલ એડવાઇઝર અને ડિરેક્ટર ઓફ ક્રુઅલ્ટી રિસ્પોન્સ) માર્ગદર્શન આપશે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પશુઓ સામે થતી હિંસા, અત્યાચાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાયદેસર રીતે લડવા માટે જાગૃતિ, તાલીમ અને કાર્યપદ્ધતિ વિકસાવવી. વર્કશોપમાં ભાગ લેનાર જાણી શકશે કે કેવી રીતે પશુઓ માટે ન્યાય મેળવવામાં કાનૂની માર્ગો અપનાવી શકાય, કેવી રીતે પોલીસ ફરિયાદો કરવી અને કેવી રીતે પુરાવા તૈયાર કરવા, તેમજ અન્ય એનજીઓ સાથે મળીને કેવી રીતે કાર્યવાહી કરવી તે વિગતવાર જાણવા મળશે.

પેટા ઇન્ડિયા (PETA India) દ્વારા “પશુઓ સામેના થતા ગુનાઓ સામે કાનૂની લડત” વિષે રાષ્ટ્રીય સ્તરના વર્કશોપમાં માર્ગદર્શન આપનાર મીત અશરનો તા.08 નવેમ્બર, શનિવારના રોજ શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેનલમાં રાષ્ટ્રીય સ્તરના વર્કશોપ વિષે લાઇવ ઇન્ટરવ્યૂ કરવામાં આવશે. જે લાઇવ ઇન્ટરવ્યૂ કરુણા ટોક્સના ફેસબુક, યુટ્યુબ તેમજ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ બતાવવામાં આવશે.

પેટા ઇન્ડિયા જાન્યુઆરી 2000માં સ્થાપિત થયેલી અબુલ પશુ-પક્ષીઓ માટે કામ કરતી અગ્રણી સંસ્થા છે, જેનું મુખ્ય મથક મુંબઈ, મહારાષ્ટ્રમાં આવેલું છે. આ સંસ્થા વિશ્વની સૌથી મોટી પશુ અધિકાર સંસ્થા પેટા (યુએસ) સાથે સંકળાયેલ છે. પેટા ઇન્ડિયાનું ધ્યેય તમામ અબોલજીવોના અધિકારોની રક્ષા કરવાનું છે. સંસ્થાનું ધ્યેય છે કે દરેક મનુષ્ય અને અબોલજીવો બંને કરુણાભાવથી સહઅસ્તિત્વમાં જીવતા રહે અને પ્રાણીઓને શાંતિથી જીવન જીવવાનો હક મળે.

પેટા ઇન્ડિયા વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે, જેમાં ફેક્ટરી ફાર્મિંગ અને શાકાહારને પ્રોત્સાહન, એનિમલ ટેસ્ટિંગ સામે ઝુંબેશ, મનોરંજનમાં પ્રાણીઓના ઉપયોગ સામે લડત, ફેશન અને લેધર ઉદ્યોગમાં થતી ક્રૂરતા વિરુદ્ધ અભિયાન અને પાળતુ પ્રાણીઓના કલ્યાણ માટેની જાગૃતિનો સમાવેશ થાય છે. ઉપરાંત, પેટા ઇન્ડિયા કાનૂની એજન્સીઓ, કોર્ટો અને નીતિ નિર્માતાઓ સાથે મળીને The Prevention of Cruelty to Animals Act, 1960 નો સાચો ઉપયોગ કરીને, ઘણા અબોલજીવોનું રેસ્ક્યુ કરે છે, પોલીસ અને પશુચિકિત્સકોને તાલીમ આપે છે અને અદાલતોમાં અરજી કરીને હિંસાત્મક પરંપરાઓને બંધ કરાવે છે. આ ઉપરાંત બોલીવુડના ઘણા કલાકરો પેટા ઇન્ડિયા (PETA India) સાથે જોડાઈને કામ કરી રહ્યા છે જેમાં આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા, આર. માધવન, જ્હોન અબ્રાહમ જેવા જાણીતા સેલિબ્રિટીઝ સાથે મળીને દરેક વ્યક્તિમાં જાગૃતિ આવે તે માટે ઘણા કર્યાક્રમોમાં પણ આપે છે. પેટા ઇન્ડિયા (PETA India) દ્વારા “પશુઓ સામેના થતા ગુનાઓ સામે કાનૂની લડત” વિષે રાષ્ટ્રીય સ્તરના વર્કશોપ ફોર્મ ભરવા માટેનીhttps://docs.google.com/forms/d/e/1FAIpQLScgPIgfrLKzKS7LIqgQadPlCgLdG2mjQd86KHFM2YlkJKjgRQ/viewform?pli=1 લિંક પરથી ફોર્મ ભરી શકાશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *