#Blog

GCCI દ્વારા આયોજીત ગૌકુલમ વેબીનાર સિરીઝમાં “ગૌ આધારિત અર્થવ્યવસ્થા કા સંદેશાવાહક” એવા ભારતસિંહ રાજપુરોહિત સાથે વિશેષ સંવાદનું તા.૦૩-૦૧-૨૦૨૬, શનિવાર ના રોજ સાંજે ૦૭:૦૦ કલાકે આયોજન.

ગૌ કુલમ વેબીનાર સિરીઝ G ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનર્જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. ગૌ જાગૃતિ અને ગૌ ઇકોનોમી દ્વારા સામાજિક – આર્થિક વૃદ્ધિ માટેની તકોને ઉજાગર કરે છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ફાઉન્ડર ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ GCCI દ્વારા ગૌ આધારિત અર્થવ્યવસ્થા વિષયની વધુ સમજણ અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૂપે, ૦૩-૦૧-૨૦૨૬, શનિવાર ના રોજ સાંજે ૦૭:૦૦ કલાકે ભારતસિંહ રાજપુરોહિત સાથે વિશેષ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.
ગૌ આધારિત અર્થતંત્રમાટે પ્રસિદ્ધ યુટયુબર ભારતસિંહ રાજપુરોહિત એનિમલ વેલફેર & એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુશન (AWARI) તેમજ ઘણા સંગઠનો અને સંશોધન કેન્દ્રો સાથે સંકળાયેલા છે. તેઓ તેમના અનુભવો, દૃષ્ટિકોણ અને ગૌ આધારિત જીવન દર્શન પર વિચાર રજૂ કરશે. ગૌ સંરક્ષણ અને ગૌ આધારિત યુવા ઉદ્યમીતાને પ્રોત્સાહન આપવા માટે સતત કાર્યરત છે.
આ વિશેષ સંવાદમાં ગૌ સાંસ્કૃતિક જાળવણી અને જાગૃતિ, આર્થિક તકો, પર્યાવરણીય સાશ્વતપણું, શૈક્ષણિક પહેલ, સમુદાયિક સશક્તિકરણ,ગૌ રાષ્ટ્ર યાત્રા, ગૌ મેરેથોન ના પોતાના અનુભવો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન ભારતસિંહ રાજપુરોહિત દ્વારા આપવામાં આવશે. આ વેબિનારનું સંચાલન GCCI ના જનરલ સેક્રેટરી અમિતાભ ભટ્ટનાગર દ્વારા કરવામાં આવશે. આ સમગ્ર વેબીનાર GCCI ના ફેસબુક પેઇજ https://www.facebook.com/OfficialGCCI/ પર લાઈવ નિહાળી શકાશે. વધુ માહિતી માટે GCCI ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯, શ્રી પુરીશ કુમાર મો. ૬૩૯૩૩ ૦૩૭૩૮ અને તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ પર સંપર્ક કરવા યાદી માં જણાવ્યુ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *