#Blog

સમસ્ત મહાજન દ્વારા ગૌશાળા- પાંજરાપોળોમાં વિકલાંગ અવસ્થામાં રહેલી ગાયો માટે ટાઈટેનિયમ સહિતનાં મટિરિયલનો ઉપયોગ કરી ગૌવંશ માટે નિઃશુલ્ક કૃત્રિમ અંગ ફીટ કરવામાં આવી રહ્યાં છે

આ પ્રોજેક્ટ ભવિષ્યમાં દેશનાં અન્ય રાજ્યોમાં પણ વિસ્તારાશે.

સમસ્ત મહાજન દ્વારા ગૌશાળા- પાંજરાપોળોમાં વિકલાંગ અવસ્થામાં રહેલી ગાયો માટે ટાઈટેનિયમ સહિતનાં મટિરિયલનો ઉપયોગ કરી ગૌવંશ માટે નિઃશુલ્ક કૃત્રિમ અંગ ફીટ કરવામાં આવી રહ્યાં છે
માર્ગ અકસ્માતનો ભોગ બનવાથી અંગ કાપી નાખવાં પડ્યાં હોય તેવી ગૌવંશ માટે કૃત્રિમ અંગ પૂરાં પાડવાનો એક પ્રોજેક્ટ શરુ કરાયો છે.
આ કૃત્રિમ અંગોને કારણે એવા ગૌવંશને ખાસ ફાયદો થશે, જેઓ એક સમયે ત્રણ પગે ચાલવામાં સંઘર્ષ અનુભવી રહ્યા હતાં. આ ટીમનું નેતૃત્વ કરી રહેલાં પ્રોસ્થેટિસ્ટ ડૉ. લબ્ધી શાહના જણાવ્યાનુસાર, ગુજરાત- મહારાષ્ટ્ર રાજ્યની ગૌશાળાઓ- પાંજરાપોળોમાં જે ત્યજી દેવાયેલા પ્રાણીઓનાં વિવિધ સંગઠનો અને સરકારની મદદથી સંભાળ રાખે છે. દરેક ગૌશાળામાં વિકલાંગ અવસ્થામાં રહેલી ઘાયલ ગાયો છે. જેમાં કેટલીક ગાયોને અકસ્માત દરમ્યાન ગંભીર ઈજા થતાં ગેંગરિનથી અટકાવવા પગ કાપવા પડ્યા હોય તેવી પણ ગાયો છે. જેમાં કેટલીક ગાયોને અકસ્માત દરમ્યાન ગંભીર ઈજા થતાં ગેંગરિનથી અટકાવવાપગ કાપવા પડ્યા હોય તેવી પણ ગાયો છે.
દરેક ગૌશાળામાં વિકલાંગ અવસ્થામાં રહેલી ઘાયલ ગાયો માટે સ્ટેનલેસ સ્ટીલ, એલ્યુમિનિયમ, થર્મોપ્લાસ્ટિક અને પીવીસી સહિતની સામગ્રીના મિશ્રણથી બનાવાયેલ કૃત્રિમ અંગો મુંબઈના વર્કશોપમાં બનાવવામાં આવે છે અને ગૌશાળાઓમાં લઈ જવાય છે. ભારે પ્રાણીઓના કિસ્સામાં ટાઈટેનિયમ જેવી મોંઘી સામગ્રીનો ઉપયોગ થાય છે. કૃત્રિમ અંગ ફિટ કરવાનો સરેરાશ ખર્ચ 25000 રુપિયા થાય છે. જેમાં સર્જરી, કૃત્રિમ અંગ બનાવવાનો ખર્ચ, સાધનોનો પરિવહન ખર્ચ અને સંપૂર્ણ સંભાળનો સમાવેશ થાય છે. આ સેવા સમસ્ત મહાજન દ્વારા સંપૂર્ણપણે ગૌવંશને નિઃશુલ્કપણે અપાય છે. આ પ્રોજેક્ટ ભવિષ્યમાં દેશનાં અન્ય રાજ્યોમાં પણ વિસ્તારાશે.
અત્રે ઉલેખ્ખનીય છે કે, વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સમસ્ત મહાજનનાં કાર્યોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ, સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતનાં અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે.
આ અંગેની વિશેષ માહિતી માટે સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી તેમજ મહારાષ્ટ્ર સરકારના ગૌસેવા આયોગના સભ્ય પરેશ શાહ (મો. 98193 01298)પર સંપર્ક કરવા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી તથા ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડૉ. ગિરીશ શાહની યાદીમાં જણાવાયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *