શ્રી આદિજન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા આયોજિત, શ્રીમતી લીનાબેન શૈલેશભાઈ શાહ અને ક્રેસ્ટાર ક્રિયેટીવીટી સેન્ટર, મુંબઈ નાં સહયોગથી 26 મી નિ:શુલ્ક ‘પશુ ચિકિત્સા સર્જરી તથા રસીકરણ શિબિર’ યોજાયી

- શ્રી આદિજન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)ની પ્રેરણાથી શ્રીમતી લીલાબેન શૈલેશભાઈ શાહ અને ક્રીસ્ટાર ક્રિયેટીવીટી સેન્ટર, મુંબઈનાં સહયોગથી 26 મી નિ:શુલ્ક ‘પશુ ચિકિત્સા સર્જરી શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 2300 થી વધુ પશુઓની સારવાર/ઓપરેશન અને વેક્સીનેશન જરૂરિયાત અનુસાર કરવામાં આવ્યા હતા. આ સાથે તમામ પશુ, પક્ષીઓને જરૂરીયાત અનુસાર, પ્રોટીન યુક્ત ખોરાક પણ આપવામાં આવ્યો હતો.
કેમ્પમાં પશુ સર્જરી વિભાગ જ્યાં શિંગડાનું કેન્સર, હર્નીયા, આંખનું કેન્સર, પૂંછડીનું કેન્સર, પેટનું ટક, રીંગ ઓપરેશન, કૂતરા અને બિલાડી, બકરી, ઘેટાંના તમામ પ્રકારના ઓપરેશન અને ઘોડાના પેટના ઓપરેશન કરવામાં આવ્યા હતા. પ્રાણી સંવર્ધન વિભાગમાં ગાય, ભેંસની સગર્ભાવસ્થા તપાસ, વંધ્યત્વ તપાસ, વારંવાર રીકમ્બન્સી ગાયની તપાસ વગેરે, દવા વિભાગ જેમાં પ્રાણીઓનાં કૃમિનાશક, જંતુનાશક દવાઓનું વિતરણ, રોગનું નિદાન અને તમામ પ્રકારની દવાઓથી સારવાર, રસીકરણ વિભાગ જેમાં મોં મટીલેશન (ગાય અને ભેંસ), પીપીઆર (બકરી), (ઉપલબ્ધતા મુજબ), કૂતરાઓની હડકવા વિરોધી રસી, પ્રાણીઓની તમામ મોસમી રસીકરણ અને અન્ય તમામ શસ્ત્રક્રિયાઓ, મેડિકલ ચેકઅપ કેમ્પ, ગાયનેકોલોજી ઓર્થોપેડીક, શરીરમાંથી પ્લાસ્ટિક કાઢવું વિગેરે કરવામાં આવી હતી.
આ શિબિરમાં જોરારામજી કુમાવત (પશુપાલન, ગોપાલન અને ડેરી મંત્રી, રાજસ્થાન સરકાર) અને ઓવરામજી દેવાસી (પંચાયતીરાજ મંત્રી, રાજસ્થાન સરકાર) મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમારામજી ગરાસીયા (વિધાયક, પિંડવાડા-આબૂ), અર્જુન પુરોહિત (જિલ્લા પ્રમુખ, સિરોહી), નિતિન બંસલ (પ્રધાન, પિંડવાડા), ડો. સમીત શર્મા (શાસન સચિવ, પશુપાલન વિભાગ, રાજસ્થાન સરકાર), શ્રીમતી અલ્પા ચૌધરી (જિલ્લા કલેક્ટર), શ્રીમતી મૃદુલા સિંહ (ઉપ વન સંરક્ષક, સિરોહી), ડો. અરુણ ખત્રિ (સંયુક્ત નિર્દેશક, પશુપાલન વિભાગ, સિરોહી), શ્રી પુખરાજ પ્રજાપત (સરપંચ, ગ્રામ પંચાયત, ભારજા), શ્રી સવારામ દેવાસી (સદસ્ય, પશુધન વિકાસ સમિતિ, સિરોહી) વિશેષ અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. લુમ્બારામજી ચૌધરી (સાંસદ, જાલોર-સિરોહી) અધ્યક્ષ પદે ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલેખ્ખનીય છે કે શ્રી આદિજન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) જયેશભાઈ જરીવાલાનાં નેજા હેઠળ સંસ્થા દ્વારા અનેકો સેવાના કાર્યો કરવામાં આવે છે. પશુઓને શાતા મળી રહે તે માટે શેડ, ચારા, ગોદામ તેમજ પાણીનાં અવેડા, ગમાણ વિગેરે અકોલા, નાંદેડ, યવતમાલ, વર્ધા, નાગપુર, મહારાષ્ટ્રમાં બંધાવી આપ્યા છે. દર વર્ષે નિ: શુલ્ક પશુ સારવાર કેમ્પનું વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં આયોજન કરવામાં આવે છે. જેમાં ૨૦- ૩૦ ગામોનાં પશુઓનો સમાવેશ કરીને લગભગ ૧૫૦ થી ૨૦૦ ડોકટરોની મદદથી હજારોની સંખ્યામાં પશુઓની સારવાર તેમજ ઓપરેશન કરવામાં આવે છે. જેમ કે કેન્સર, ટયુમર તથા પેટમાં રહેલ પ્લાસ્ટિક, કાચ જેવા હાનિકારક વસ્તુઓને ઓપરેશન દ્વારા બહાર કાઢવા, ગર્ભાશયનાં વિવિધ ઉપચાર, જયપુર ફૂટ વિગેરે જેમાં ૫ થી ૧૦ પાંજરાપોળોને લાભ મળે છે. મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાં ૧૦ જગ્યાએ શેડ બનાવી આપવાનું કામ ચાલુ છે જેમાં ૩૦૦૦ થી વધુ જીવોનો સમાવેશ કરવામાં આવશે. નાલાસોપારા અને વિરારમાં રસ્તે રખડતાં શ્વાન અને બિલાડીઓને રોજ દૂધ અને રોટલી આપવામાં આવે છે. છેલ્લા ૪ વર્ષ થી નાલા સોપારા સ્થિત ૧૧૮ વડીલ પરીવારો ને દરરોજ ની: શુલ્ક પહોંચાડવા માં આવે છે. ૧૦૦ બેનો ને આત્મનિર્ભર બનાવવા માટે સીલાઈ મશીન માટે જરૂરી શિક્ષણ આપી ની: શુલ્ક સીલાઈ મશીન આપવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં ૩૦૦ થી વઘુ વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું છે.