#Blog

GCCI દ્વારા આયોજીત ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝમાં “ગૌ આધારિત અર્થ વ્યવસ્થા અને સમૃધ્ધ વિકાસ” વિષય પર ભારત સરકારના પૂર્વ સચિવ અને ગૌ આધારિત જીવનશૈલીના સમર્થક ભાઈ કમલાનંદ (ડૉ. કમલ ટાઉરી, નિવૃત્ત IAS) સાથે વિશેષ સંવાદનું તા.૧૭-૦૧-૨૦૨૬, શનિવાર ના રોજ બપોરે ૦૪:૦૦ કલાકે આયોજન.

ગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનર્જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ફાઉન્ડર ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ GCCI દ્વારા ગૌ આધારિત અર્થવ્યવસ્થા ને વેગ આપવા  “ગૌ આધારિત અર્થ વ્યવસ્થા અને સમૃધ્ધ વિકાસ” વિષય પર ભારત સરકારના પૂર્વ સચિવ અને ગૌ આધારિત જીવનશૈલીના સમર્થક ભાઈ કમલાનંદજી (ડૉ. કમલ ટાઉરી નિવૃત્ત IAS) સાથે વિશેષ સંવાદનું તા.૧૭ -૦૧-૨૦૨૬, શનિવાર ના રોજ બપોરે ૦૪:૦૦ કલાકે વિશેષ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.

               ડૉ. કમલ ટાઉરી ભારત સરકારના નિવૃત્ત IAS અધિકારી, લેખક, પ્રેરણાદાયક વક્તા અને સામાજિક ચિંતક તરીકે ઓળખાય છે. તેઓ GCCI ના સલાહકાર પણ છે. તેમની કારકિર્દી દરમિયાન તેમણે જિલ્લા કલેક્ટર, કમિશનર તથા રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં સચિવ જેવા મહત્ત્વના પદો સંભાળ્યા છે. વર્ષ 2006માં તેઓ ભારત સરકારમાં સચિવ પદ પરથી નિવૃત્ત થયા બાદ તેઓ યુવાનોને ગૌ આધારિત બ્રાઉન રીવોલ્યુશન, સ્વરોજગાર, આત્મનિર્ભરતા, ગ્રામિણ વિકાસ અને જીવનમાં સંતુલન વિશે પ્રેરણા આપવાનું કાર્ય કરી રહ્યા છે. તેમણે ગ્રામિણ ઉદ્યોગસાહસિકતા (Rural Entrepreneurship) વિષયમાં ડોક્ટરેટ મેળવી છે અને 40થી વધુ પુસ્તકો લખ્યા છે. આજે પણ તેઓ દેશભરમાં વ્યાખ્યાન અને સંવાદ દ્વારા યુવાઓને નૈતિકતા, રાષ્ટ્રનિર્માણ અને સ્વાવલંબન તરફ દોરી રહ્યા છે.            આ વેબિનારનું સંચાલન GCCI ના જનરલ સેક્રેટરી અમિતાભ ભટ્ટનાગર દ્વારા કરવામાં આવશે. આ સમગ્ર વેબીનાર GCCI ના ફેસબુક અને યુ ટ્યુબ “OfficialGCCI” પર લાઈવ નિહાળી શકાશે. વધુ માહિતી માટે GCCI ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯, શ્રી રમેશભાઈ ઘેટીયા મો. ૯૮૨૫૭ ૦૫૮૧૩, શ્રી પુરીશ કુમાર મો. ૬૩૯૩૩ ૦૩૭૩૮ અને તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ પર સંપર્ક કરવા યાદી માં જણાવ્યુ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *