જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં વરદહસ્તે ઓગસ્ટ મહિનામાં સાયલા મહાજન પાંજરાપોળ ખાતે ‘એનીમલ હોસ્પીટલ’ નું ખાતમુહર્ત કરાશે.

Blog

‘સાયલા મહાજન પાંજરાપોળ’ ની 2 એકર જગ્યામાં સાડા સાત કરોડના માતબર ખર્ચે થશે ‘એનીમલ હોસ્પીટલ’ નું નિર્માણ.

હજ્જારો અબોલ જીવોના અકાળે મૃત્યુ થતાં અટકશે.

જીવદયા પ્રેમીઓને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ.

સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલા ગામની આસપાસનાં લગભગ 100 કિ.મી. વિસ્તારમાં પશુ સારવાર માટેની સુવિધાવાળી એનીમલ હોસ્પિટલ નથી અને આને લીધે લાખો જીવો સારવારનાં અભાવે મૃત્યુ પામે છે. આથી સાયલા મહાજન પાંજરાપોળ દ્વારા ઘાયલ / માંદા પશુઓને સમયસર અદ્યતન સારવાર આપવાના હેતુથી અંદાજિત 7.50 કરોડ રૂ. ના ખર્ચે (ઓપરેશન થીએટર, ICU, X-RAY, USG PHYSIOTHARAPY ની સુવિધા સહિતનું) આશરે 2-એકર જગ્યામાં એનીમલ હોસ્પિટલનું નવનિર્માણ કરવાનું આયોજન કરેલ છે. ‘એનીમલ હોસ્પીટલ’ બનવાથી હજ્જારો અબોલ જીવોના અકાળે મૃત્યુ થતાં અટકશે. વિડ સંકુલ, સુદામડા રોડ, ખાતે આવેલ ‘સાયલા મહાજન પાંજરાપોળમાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં વરદહસ્તે ઓગસ્ટ મહિનામાં સાયલા ‘એનીમલ હોસ્પીટલ’ નું ખાતમુહર્ત કરવામાં આવશે . આ જીવદયા ના શુભ પ્રસંગે હાજરી આપવા સાયલા મહાજન પાંજરાપોળ દ્વારા ભાવભર્યું જાહેર આમંત્રણ જીવદયા પ્રેમીઓને અપાયું છે, મુખ્ય દાતાશ્રી હરીનભાઇ જયંતભાઇ ઠાકર તથા શ્રીમતી જશવંતીબેન ઠાકર (UK) ખાસ ઉપસ્થિત રહેશે. ‘એનીમલ હોસ્પિટલ’ નું નવનિર્માણનાં ખાતમુહૂર્ત પ્રસંગે અતિથિ વિશેષ તરીકે મહંત શ્રી પૂજ્ય ૧૦૦૮ દુર્ગાદાસજી મહારાજ (સુપ્રસિદ્ધ યાત્રાધામ સાયલાના લાલજી મહારાજની જગ્યા), ભાઇશ્રી નલીનભાઇ કોઠારી (રાજ સોભાગ સત્સંગ મંડળ – સાયલા), નામદાર ઠાકોર સાહેબ સોમરાજસિંહજી મહારાજા (સાયલા સ્ટેટ), કિરીટસિંહજી રાણા (ધારાસભ્ય, લીંબડી-સાયલા), વર્ષાબેન દોશી (પ્રદેશ ઉપાધ્યક્ષ ભાજપા), હરીનભાઇ જયંતભાઇ ઠાકર તથા શ્રીમતી જશવંતીબેન ઠાકર (UK) (નવનિર્માણ હોસ્પિટલના નામકરણનાં મુખ્ય દાતાશ્રી), જીજ્ઞાબેન સુધાબેન કનૈયાલાલ શાહ (મુંબઇ) (હાઇડ્રોલિક બોલેરો એમ્બ્યુલન્સના દાતા), અજયરાજસિંહજી ઝાલા (સાયલા ગ્રામ પંચાયત સરપંચશ્રી), ડૉ ગીરીશભાઈ શાહ (સમસ્ત મહાજન – મુંબઇ), મિતલ ખેતાણી (એનીમલ વેલફેર બોર્ડ), જયેશભાઈ જરીવાલા (શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ – મુંબઈ), વિજયભાઈ ડોબરીયા (પ્રમુખશ્રી-સદભાવના વૃદ્ધાશ્રમ, રાજકોટ), ડૉ. પી. વી. પરીખ સાહેબ, પ્રતિકભાઇ ડઢાણીયા સાહેબ (આર્કિટેક સલાહકાર), નરેન્દ્રભાઈ દુબલ (મુંબઈ) (પ્રમુખ શ્રી નાગરિક મંડળ સાયલા-મુંબઇ), રૈયાભાઈ રાઠોડ (પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર ઝોન બ્લેક ટ્રેપ કવોરી એશોશિયન), ગોવિંદભાઈ જોગરાણા (પ્રમુખ શ્રી સુરેન્દ્રનગર જીલ્લા બ્લેક ટ્રેપ કવોરી એશોશિયન), વિગરે ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે. ‘એનીમલ હોસ્પિટલ’ની સહભાગી સંસ્થા શ્રી કરુણા ફાઉડેશન ટ્રસ્ટ,રાજકોટના પ્રતીક સંઘાણી, ધીરૂભાઈ કાનાબાર, રમેશભાઈ ઠકકર, ગૌરાંગ રમેશભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા, હેમલભાઈ કપાસી સહિતનાઓની ટીમ સેવા આપી રહી છે. સાયલા મહાજન પાંજરાપોળ સંસ્થાના શુભેચ્છકો સાયલા કવોરી એશોશિયન (સાયલા), જામાભાઈ ગરિયા (સુરેન્દ્રનગર સાડી એશોશિયન – પ્રમુખશ્રી), અલ્પેશભાઈ વસાણી, અભીભાઈ સંઘવી, મનુભાઈ સિંધવ (વેપારી મહામંડળ સાયલા – પ્રમુખશ્રી), રજનીભાઈ ડગલી, મંગળુભાઈ ખવડ, સુનીલભાઈ પંજાબી, શાંતિલાલ મિસ્ત્રી,શ્વેતામ્બર મૂર્તિ પૂજક, અજરામર સ્થાનકવાસી, દરીયાપુરી સ્થાનકવાસી, સાયલા જૈન સંઘ, સુરત સંસ્થાના પ્રતિનિધી પ્રકાશભાઈ જે. શાહ, હરીભાઈ પટેલ (સુરત જીવદયા ટીમ), હસુભાઈ એચ. શાહ, મહેશભાઈ જે. પટવા, વીરચંદભાઈ એન. શાહ (મુંબઇ સંસ્થા ના પ્રતિનિધીઓ), સાયલા ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ(સાયલા), મોરનીંગ ક્રિકેટ ક્લબનાં સભ્યો (સાયલા), મામલતદાર સાહેબ (સાયલા), તાલુકા વિકાસ અધિકારી (સાયલા), પશુ ચિકત્સા અધિકારી (સાયલા) પોલીસ ઇન્સ્પેકટર સાહેબ (સાયલા), નાયબ ઈજનેર સાહેબ પી. જી. વી. સી. એલ.(સાયલા), સાયલાનાં પત્રકાર મિત્રો તથા સાયલા મહાજન પાંજરાપોળ સંસ્થાના શુભેચ્છકો ગામો સાયલા, વખતપર, વડીયા, નોલી, કાશીપરા, નવા સુદામડા, ડોળીયા, ગોસળ, મોટા કેરાળા, સેજકપર, શીરવાણીયા, સંગોઇ, સુદામડા, ભાડુકા, રામપરા, વસ્તડી, મોરવાડ, ટુવો વિગેરેની શુભેચ્છાઓ મળી રહી છે. સાયલા મહાજન પાંજરાપોળ, વિડ સંકુલ, સાયલા ખાતે થોડા સમય પહેલા યોજાયેલા પશુ આશ્રય શેડના લોકાપર્ણ પ્રસંગે સાયલા મહાજન પાંજરાપોળના ટ્રસ્ટી જીતુભાઈ શાહે સાયલાની આસપાસના 100 કિલોમીટર અંતરમાં કોઈપણ એનિમલ હોસ્પિટલ નથી. સાયલાની આસપાસ રોડ ઉપર રોજનાં ચાર- પાંચ જીવોનાં અકસ્માત થાય છે. પરંતુ નજીકમાં કોઈ પશું દવાખાનું કે સારવાર માટે વ્યવસ્થા ન હોવાને કારણે નિર્દોષ અબોલ જીવો અકાળે મૃત્યુ પામે છે. જીતુભાઈએ વધુમાં જણાવ્યું હતુ કે, સાયલા વિસ્તારમાં અબોલ જીવો માટે એનીમલ હોસ્પિટલ બનાવવામાં આવે તો હાઈવે પર અકાળે મૃત્યુ પામતા નિર્દોષ અબોલ જીવોને તાત્કાલીક સારવાર મળી રહે અને અકાળે મૃત્યુ પામતા બચી શકે, જીતુભાઈ શાહની આ વાત સાંભળીને ઉપસ્થિત સૌએ તરત જ પોતાના વિચારો રજૂ કરી એનિમલ હોસ્પિટલ બનાવવામાં મદદરૂપ થવા અને જીવદયાના કાર્યમાં સૌને જોડાવવા તત્પરતા દાખવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *