#Blog

ઋગ્વેદ અનુસાર ખેતરમાં ઉગતા અનાજમાં કોનો કેટલો ભાગ ?

ભારત દેશમાં પશુ,પક્ષી, પ્રાણીને દેવી તેમજ દેવતાઓનાં વાહન તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ગણપતિને ઉંદર, કાલભૈરવ તથા ખંડોબા માટે શ્વાન, સરસ્વતી માટે મોર, જગદંબાનું વાહન સિંહ, મા દુર્ગા માટે વાઘ, દેવી લક્ષ્‍મી માટે ઘુવડ, વૈષ્ણવી માતા માટે ગરૂડ, માતા મહેશ્વરી માટે નંદી, ગંગા માતાનું વાહન મકર, દેવી ઇન્દ્રાણી માટે હાથી, મા ઘુમાવતી માટે કાગડૉ અને બહુચરા માતા માટે મગર છે. રામ ભગવાન પણ પશુ-પક્ષીઓને ખુબ આદર આપતા હતા.

ભારતીય સંસ્કૃતિમાં પહેલેથી જ પશુ, પક્ષીઓને અનેરું સ્થાન આપવામાં આવ્યું છે. ભારતનાં પ્રાચીન વેદ ઋગ્વેદમાં જમીનમાં ઉગતા અનાજમાં કોનો કેટલો ભાગ છે તે દર્શાવ્યું છે. ઋગ્વેદમાં કહેવાયું છે કે તૈયાર અનાજ નીચેનો ભાગ ભૂમિ માટે, અનાજ લણ્યા પછીનો ભાગ પશુ માટે, તૈયાર અનાજની પહેલી દુંડી અગ્નિ માટે, પહેલી એક મુઠ્ઠી પંખીઓ માટે, અનાજ દડાવ્યા પછીનો એક મુઠ્ઠી લોટ કીડીઓ માટે, પહેલી રોટલી ગાય માટે, પહેલી થાળી વડીલો માટે, પછીની થાળી પોતાના માટે અને છેલ્લી રોટલી કુતરા માટે રાખવી જોઈએ. 

-મિત્તલ ખેતાણી (મો. 98242 21999)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *