#Blog

વૃક્ષો વિશે અગત્યની માહિતી

વૃક્ષો પર્યાવરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વૃક્ષો ઓક્સિજન ઉત્પન્ન કરે છે, જે માનવ જીવન માટે મહતવપૂર્ણ છે. તે કાર્બન ડાયોક્સાઈડ શોષી પર્યાવરણને શુદ્ધ રાખે છે અને ગ્લોબલ વોર્મિંગને ઘટાડે છે. તે જળચક્રને સંતુલિત રાખે છે અને વરસાદ લાવવામાં મદદ કરે છે. વૃક્ષો પશુ, પક્ષીઓ માટે આશ્રય અને ખોરાક પુરો પાડે છે. આ ઉપરાંત, તે માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે, કારણ કે તે શાંતિ અને સંતુષ્ટિ પ્રદાન કરે છે.

 પૃથ્વી પરના સૌથી જૂના વૃક્ષો પણ જીવંત છે. દર વર્ષે જેટલા વૃક્ષો કાપવામાં આવે છે તેટલા વાવવામાં આવતા નથી.

એક વૃક્ષ એક દિવસમાં અંદાજે 4 લોકોને જીવવા માટે પૂરતો ઓક્સિજન પૂરો પાડે છે. વિશ્વમાં સૌથી વધુ વૃક્ષો રશિયામાં છે, ત્યારબાદ કેનેડા, બ્રાઝિલ, અમેરિકા અને તે પછી ભારતનો ક્રમ આવે છે. વૃક્ષોની હરોળ ધૂળનું સ્તર 75% ઘટાડે છે. વિશ્વનો 20% ઓક્સિજન એમેઝોનના જંગલો દ્વારા ઉત્પન્ન થાય છે. તેને પૃથ્વીનાં ફેફસા તરીકે પણ ઓળખાય છે. વિશ્વનું સૌથી જૂનું વૃક્ષ અમેરિકાનાં કેલિફોર્નિયામાં છે. જેનું નામ Tjikko(ટીજીકો) છે જે 5 હજાર વર્ષ જૂનું છે. ઓક્સિજનનાં ઉત્પાદનમાં કોઈ એક વૃક્ષનું નામ આપવું મુશ્કેલ છે, પરંતુ તુલસી, પીપળ, લીમડો અને વડ અન્ય વૃક્ષો કરતા વધુ ઓક્સિજન ઉત્પન્ન કરે છે.જે વ્યક્તિ વૃક્ષ રોપે છે તે માનવતામાં વિશ્વાસ કરે છે.  – રવીન્દ્રનાથ ટાગોર

એ વૃક્ષનાં આભારી રહો જે તમને ઠંકડ અને છાંયો આપે છે. – ગૌતમ બુદ્ધ

વૃક્ષમ શરણમ ગચ્છામિ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *