ઉંદર પકડવા વપરાશમાં લેવામાં આવતા ગ્લુટ્રેપના વેંચાણ અને ઉત્પાદન અંગે પ્રતિબંધ લગાડવા અંગે રાજય સ૨કા૨નો હકારાત્મક પ્રતિભાવ
- મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માનતા મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી
રાજયનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને બોલી ન શકતા પ્રાણીઓ વતી, ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલય સદસ્ય, એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની એવોર્ડ એન્ડ ઈવેન્ટ કમિટીનાં મેમ્બર, ગુજરાત સરકારનાં સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડમાં માનદ સદસ્ય મિતલ ખેતાણી અને એનીમલ વેલફેર બોર્ડનાં માનદ પશુ કલ્યાણ અઘીકારી પ્રતિક સંઘાણી દ્વારા રાજયમાં ઉંદર મારવામાં વપરાશમાં લેવામાં આવતા ગ્લુટ્રેપનાં વેંચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ લગાડવા રજૂઆત કરવામાં આવી હતી. આ રજુઆતને ધ્યાને લઈને રાજય સરકાર દ્વારા હકારાત્મક પ્રતિભાવ મળતા મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી દ્વારા ગુજરાત સરકારના જીવદયા પ્રેમી મંખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનવામાં આવ્યો હતો. પીસીએ એક્ટ, 1960 ના ઉલ્લંઘનમાં ઉંદરોની વસ્તીને નિયંત્રિત કરવા માટે વપરાતી વિવિધ ઝેરી દવાઓનું વેંચાણ અંગે અરુણાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ગોવા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મધ્યપ્રદેશ, મેઘાલય, મિઝોરમ, મણિપુર, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તરાખંડ, ઓડિશા, લક્ષદ્વીપ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોએ પ્રતિબંધ મૂક્યો છે. ગુજરાતમાં પણ તેનું વેંચાણ અને ઉત્પાદન બંધ થવું જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મિતલ ખેતાણી અને પ્રતિક સંઘાણી દ્વારા અવાર-નવાર જીવદયાનાં અનેકો પ્રશ્નો અંગે સ્થાનીક કક્ષાએ, રાજય સરકાર, કેન્દ્ર સરકારમાં રજૂઆતો કરવામાં આવે છે.