#Blog

10ડિસેમ્બર “આંતરરાષ્ટ્રીય પશુ અધિકાર દિવસ”

આંતરરાષ્ટ્રીય પશુ અધિકાર દિવસ દર વર્ષે 10 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે.આ દિવસનો મુખ્ય ઉદેશ પશુઓના અધિકારો માટે જાગૃતિ ફેલાવવાનો છે અને લોકોમાં પશુ અધિકારો અંગે સુમજણ લાવવા માટેનો છે કે પશુઓ પણ જીવંત પ્રાણીઓ છે. તેમને પણ જીવન જીવવા માટે મૌલિક હક્કો મળવા જોઈએ. પશુઅધિકારો પ્રકૃતિમાં માનવ અને પશુ વચ્ચેનું સંતુલન જાળવવા પર ભાર મૂકે છે, સાથે જ પશુ ઓ પર થતાં શોષણ, ક્રૂરતા સામે અવાજ ઉઠાવે છે.

પશુ અધિકારોને માનવતાના વિશાળ દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે.પશુ અધિકારો મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે શાંતિ અને સન્માનપૂર્ણ સંબંધો જાળવવામાં મદદરૂપ થાય છે. પશુઓની સલામતી અને કલ્યાણ માનવ સમાજના નૈતિક દાયિત્વનો ભાગ છે. પશુઓનું રક્ષણ પર્યાવરણ અને જીવ વિજ્ઞાન માટે મહત્વનો છે.

પશુ અધિકારોમાં નીચે મુજબ છે.

(૧.)જીવન જીવવાનો હકઃ પશુઆને જીવન જીવવા માટે માનવીય હસ્તક્ષેપથી મુક્ત રહેવાનો અધિકાર છે. (૨.)શોષણમુક્ત જીવનઃ પશુઓ પર ક્રુરતા,શોષણ અથવા બળજબરી કરવામાં ન આવે. (૩.)આવાસ અને આહારઃ પશુઓને તેમના કુદરતી રહેઠાણમાં રહેવા અને પૂરતો આહાર અને પાણી ઉપલબ્ધ હોવો જોઈએ. (૪.)પ્રાકૃતિક જીવન શૈલીઃ પશુઓને તેમના કુદરતી વલણો પ્રમાણે જીવવા માટે અવકાશ મળવો જોઈએ. (૫.)ત્રાસ અને પીડાથી મુક્તિઃ પશુઓને શારીરિક અને માનસિક પીડાથી બચાવવાની જવાબદારી માનવની છે. વિશ્વના ઘણા દેશોમાં ત્યાંની સરકારે પશુ અધિકારો માટે આી નીતિઓ બનાવેલી છે. ભારતમાં પશુ અધિકારોનું ધ્યાન રાખવાનું મુખ્ય જવાબદારી પર્યાવરણ મંત્રાલયની છે. આ મંત્રાલય હેઠળ એનિમલ વેલ્ફેર બોર્ડે ઓફ ઈન્ડિયા કાર્યરત છે, જે પશુઓની સુરક્ષા માટે જાગૃતિનું કામ કરે છે.

– મિતલ ખેતાણી (મો.70692 21999)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *