#Blog

ગોમાતા પોષણ યોજના દ્વારા ગૌશાળા, પાંજરાપોળોને પશુદીઠ, દૈનિક કાયમી મળતી સબસીડીની રકમ રૂ. 30 થી વધારીને 100 કરવા તેમજ બજેટમાં પણ તેનો સમાવેશ કરવા ડૉ. ગિરીશ શાહની માંગ

ગોમાતા પોષણ યોજના દ્વારા  ગૌશાળા, પાંજરાપોળોને પશુદીઠ, દૈનિક કાયમી મળતી સબસીડીની રકમ રૂ. 30 થી વધારીને 100 કરવા તેમજ ગૌશાળા, પાંજરાપોળોને મળતી માળખાગત સુવિધાઓમાં વધારો કરવા ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ દ્વારા માંગ કરવામાં આવી છે.

ગુજરાતમાં ગોમાતા અને રખડતા પશુઓ માટે જે સેવા પાંજરાપોળ અને ગૌશાળાનાં  સંચાલકો કરે છે, તે અપ્રતિમ છે. વર્ષોથી ગુજરાતની સંસ્કૃતિ અને સંસ્કાર ગૌસેવાને સર્વોચ્ચ માને છે. છતાં, તાજેતરમાં જાહેર કરાયેલા બજેટમાં ગોમાતા પોષણ યોજનામાં કોઈ વધારો ન કરાતા કરોડો જીવદયા પ્રેમીઓ નિરાશ થયા.

સરકાર એક બ્રિજ બનાવવા માટે હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે, પણ 1915 જેટલી પાંજરાપોળો અને ગૌશાળા માટે મૌલિક માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે યોગ્ય અનુદાન મળતું નથી. પાંજરાપોળો અને ગૌશાળાઓ ગાય અને રખડતા પશુઓને આશરો પૂરું પાડે છે, પરંતુ સરકારના નાણાંકીય સહકાર વિના તેમની સ્થિતિ દિન-પ્રતિદિન દયનીય બની રહી છે. ડેરી ઉદ્યોગના કારણે પશુઓની સંખ્યા વધી છે અને દૂધ ન આપતા પશુઓને મોટાભાગે પાંજરાપોળ જ સંભાળે છે. સરકાર રખડતા પશુઓને પાંજરાપોળમાં મોકલવા તત્પર છે, પણ તેમના ભરણપોષણ માટે નાણાંકીય મદદની માંગને સ્વીકારાતી નથી. ગૌમાતા પોષણ યોજનાના બજેટમાં આ વર્ષે 30 રૂપિયાથી લઈને વધારો થયો નથી જેના કારણે સમગ્ર ગુજરાતનાં જીવદયાપ્રેમીઓમાં નિરાશા વ્યાપી છે. ગુજરાત સરકારને નમ્ર વિનંતી સહ અરજ છે કે જાહેર થયેલ બજેટમાં દખલ કરીને ગોમાતા પોષણ યોજના હેઠળ ગૌશાળા, પાંજરાપોળોને પશુદીઠ, દૈનિક કાયમી મળતી સબસીડીની રકમમાં વધારો કરી રૂ. 100 કરવામાં આવે અને પાંજરાપોળો તથા ગૌશાળાઓને જરૂરી માળખાકીય સહાય આપવામાં આવે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *