#Blog

પૂજ્ય મોરારી બાપૂ રામકથામાં આજે સ્વામી ગોવિંદદેવ ગિરીજી અને જૈન આચાર્ય લોકેશજીનું સંબોધન

પૂજ્ય મોરારી બાપૂ અને જૈન આચાર્ય લોકેશજીના વિશ્વ શાંતિના પ્રયાસો નિશ્ચિત સફળ થશે – સ્વામી ગોવિંદદેવ ગિરી

શ્રી રામના આદર્શ કમજોર વર્ગોના અસ્તિત્વ અને ન્યાયને પ્રાથમિકતા આપે છે – પૂજ્ય મોરારી બાપૂ

અનેકાંતવાદ જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત અને અનેકતામાં એકતા ભારતીય સંસ્કૃતિનો મૂળ મંત્ર – જૈન આચાર્ય લોકેશજી

અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સંસ્થાપક જૈન આચાર્ય લોકેશજી દ્વારા આયોજિત પૂજ્ય મોરારી બાપૂની રામકથાનું શ્રવણ કરવા સ્વામી ગોવિંદદેવ ગિરી ભારત મંડપમ ખાતે પધાર્યા. આયોજન સમિતિના સભ્યોએ પ્રતીકચિન્હ ભેટ આપી મુખ્ય તથા વિશિષ્ટ અતિથિઓનું સ્વાગત કર્યું. તેમણે જણાવ્યું કે જૈન આચાર્ય લોકેશમુનિજીએ રામકથાનું આયોજન કરીને ઇતિહાસ સર્જ્યો છે.

પૂજ્ય મોરારી બાપૂએ જણાવ્યું કે “રામની સર્વવ્યાપકતા અને સમાવીશિતતા તેમના જીવન, આદર્શો અને રામાયણની શિક્ષાઓમાં નિહિત છે, જે તેમને સાંસ્કૃતિક અને ભૌગોલિક સીમાઓથી પરે એક વૈશ્વિક પ્રતીક બનાવે છે. રામ રાજ્યનો આદર્શ તમામ કમજોર વર્ગોના અસ્તિત્વ અને ન્યાયને પ્રાથમિકતા આપે છે, જેથી સૌને સુરક્ષા અને પોતાનાપણાનો અનુભવ થાય. સમાજમાં ધર્મ, કર્તવ્ય, દયા તથા સમાનતાના શાશ્વત મૂલ્યોનું પાલન વિશ્વ શાંતિ અને સામાજિક સમરસતાનો માર્ગ પ્રશસ્ત કરે છે.”

જૈન આચાર્ય લોકેશજીએ જણાવ્યું કે ભગવાન મહાવીરે તમામ જીવો માટે પ્રેમ, સમાનતા અને સમાવીશિતાના સિદ્ધાંતો પર ભાર મૂક્યો હતો. તેમણે તમામ પ્રાણીઓના ઉદ્ધાર, જાતિ-ધર્મથી પરે સમાનતા અને દરેક વ્યક્તિને સમાન અવસર આપવાની વાત કરી, જેના દ્વારા સામાજિક સમરસતા, વિશ્વ કલ્યાણ અને શાંતિનો માર્ગ સુગમ બને છે. અનેકાંતવાદ જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત છે અને અનેકતામાં એકતા ભારતીય સંસ્કૃતિનો મૂળ મંત્ર છે.

સ્વામી ગોવિંદદેવ ગિરીજીએ જણાવ્યું કે ભારત વિવિધ ધર્મો, ભાષાઓ, જાતિઓ અને સમુદાયોનો દેશ છે, જ્યાં લોકો ઘણા વર્ષોથી સાથે રહી વિવિધતામાં એકતાનું ઉત્તમ ઉદાહરણ આપે છે. રામકથાના આ મંચ પર પણ સમાવીશિતતા સ્પષ્ટ જોવા મળે છે. જૈન આચાર્ય લોકેશજી અને રામકથા વાચક મોરારી બાપૂએ ભારત મંડપમમાંથી વિશ્વ શાંતિ અને સદભાવનાનો સંદેશ આપ્યો છે, અને આ પ્રયાસો એક દિવસ અવશ્ય સફળ થશે તેની ગુંજ વહેલી તકે સમગ્ર વિશ્વમાં સંભળાશે.

ભારત મંડપમમાં અહિંસા વિશ્વ ભારતી દ્વારા આયોજિત રામકથામાં 3000થી વધુ શ્રદ્ધાળુઓએ કથા શ્રાવણનો આનંદ લીધો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *