રાજકોટમાં ધીરગુરૂદેવના સાનિધ્યે 15 કરોડના ખર્ચે આધુનિક ‘વિરાણી બહેરા-મૂંગા શાળા સંકુલ’ની રવિવારે દેશ-વિદેશના દાતાઓની હાજરીમાં ઉદ્દઘાટન વિધિ. એકવાર સહ પરિવારે દિવ્યાંગ મૂક બધીર બાળકોની મુલાકાત લઈને આપણા જીવનમાં મળેલી ઇન્દ્રિયોનો સદુપયોગ થાય છે કે નહીં તે જુઓ : પૂ. ધીરજમુનિ મ.સા.

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં છેલ્લા 60 વર્ષથી કાર્યરત દિવ્યાંગ મૂક-બધિર બાળકોને શિક્ષણ અને વ્યવસાયિક તાલીમ આપનાર સંકુલનું ગોંડલ સંપ્રદાયના શતાધિક ધર્મસ્થાનકના નિર્માણ પ્રણેતા પરમશ્રદ્ધેય પૂ. ગુરુદેવ શ્રી ધીરજમુનિ મહારાજ સાહેબની અસીમકૃપાથી સંપૂર્ણ સંકુલનું નૂતનીકરણ દેશ-વિદેશના ઉદારદિલ દાતાઓના સહયોગથી કરવામાં આવેલ છે. પરમશ્રદ્ધેય પૂ. શ્રી ધીરગુરુદેવના અનુગ્રહથી ૬૫ હજાર સ્કેવર ફીટ બાંધકામની જવાબદારી જાણીતા બિલ્ડર્સ અને દાનવીર જીતુભાઈ બેનાણીએ સફળતા પૂર્વક સંપન્ન કરેલ છે. જે અભિનંદનીય છે
રાજકોટમાં 1961માં રાષ્ટ્રીય શાળાના રૂમમાં ત્રણ બાળકોથી દિવ્યાંગ બહેરા-મૂંગા શાળાનો પ્રારંભ થયા બાદ હવે રાજકોટમાં મહાનગરપાલિકાએ આશરે 6000 વાર જમીન નજીવા દરે આપ્યા બાદ જૈન અગ્રણી દાતા છગનલાલ શામજી વિરાણી અને વ્રજકુવરબેન વિરાણીની સ્મૃતિમાં જયંતીભાઈ, શશીભાઈ અને ભુપતભાઈ વિરાણી તથા અન્ય દાતાઓના સહકારથી તારીખ 02/02/66 ના ઢેબરભાઈ રોડ ખાતે નવા બિલ્ડિંગમાં પ્રારંભ કરવામાં આવેલ જેના પાયામાં ડો. પી. વી. દોશી, પુરુષોત્તમભાઈ ગાંધી વગેરેનું યોગદાન સ્મરણીય રહેશે.
વર્ષો જૂના જર્જરીત બિલ્ડીંગના રિનોવેશનના બદલે અભ્યાસ કરતા 260 જેટલા બાળકોને આધુનિકતા સભર સુવિધા મળે તેવા ભાવથી શતાધિક ઉપાશ્રય, ગૌશાળા, હોસ્ટેલ, મેડિકલ સેન્ટર નિર્માણ પ્રણેતા ગુરુદેવશ્રી ધીરજમુનિ મહારાજ સાહેબની અસીમ કૃપાથી ટ્રસ્ટી મંડળે સંપૂર્ણ બાંધકામનું ડિમોલેશન કરી નૂતનીકરણ કરવાનું નક્કી કરતા પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં તારીખ 25/06/22 ના શિલાન્યાસ અને ત્યારબાદ ભૂમિપૂજન 24/09/22 ના કરવામાં આવેલ.બાંધકામનો પ્રારંભ થયા બાદ જાણીતા દાતાશ્રી જીતુભાઈ બેનાણીને કાર્ય સોંપવામાં આવેલ. તેઓએ તન મન ધનથી ટૂંકા સમયમાં કાર્ય કરેલ છે જે અભિનંદનીય છે. સંસ્થામાં રજનીભાઈ બાવીશી છેલ્લા 40 વર્ષથી કાર્યરત અને 25 વર્ષથી પ્રમુખ પદે સેવારત છે.
નવનિર્માણમાં શશીકાંત જી. બદાણી, બીનાબેન અજયભાઈ શેઠ, છગનલાલ શામજી વિરાણી પરિવાર, જીતેન્દ્રભાઈ બેનાણી, ડો. પી. વી. દોશી પરિવાર, રવિ કુમાર ભારદિયા, રોલેક્સ રિંગ્સ લિમિટેડ, રંગીલદાસ નથુભાઈ વારીયા, ઇન્દુભાઇ વોરા, ક્રિશ પ્રણય દેસાઈ, ઇલા હરેશ મહેતા, કેતન જી. શોભાણા, નરેન્દ્રસિંહ જાડેજા, દયાબેન જી. શેઠ, અરુણાબેન એ. મહેતા, હાર્દિકાબેન જે. ભીમાણી, મયુરસિંહ ઝાલા, ચંદુભાઈ કે. વોરા વગેરે વિવિધ વિભાગના લાભાર્થી બન્યા છે. આ ઉપરાંત કન્યા-કુમાર અને સ્કૂલ રૂમના દાતા પરિવારમાં રામકુંવરબા પ્રેમચંદ વાઘર, શાંતિલાલ અને ઈલાબેન ટોળિયા, અરૂણાબેન મનહરલાલ શાહ, ડો. હસમુખ લક્ષ્મીચંદ શેઠ, માલિનીબેન કિશોરભાઈ સંઘવી, અમીશા નીરજ વોરા, સ્મિતાબેન મુકેશભાઈ શેઠ, ધીરજબેન વસંતરાય મહેતા, ઉષાબેન મહેશભાઈ વાઘર, હસુભાઈ લક્ષ્મીશંકર જોષી, હેમલતાબેન શિવુભાઈ લાઠિયા, અનિલભાઈ મણિલાલ વિરાણી, રમાગૌરી કેશવલાલ વિરાણી, દુર્લભજી શામજી વિરાણી, ઈન્દિરાબેન સુરેન્દ્ર વિરાણી, દિનેશભાઈ ભૂપતભાઈ શેઠ, લૈલારાની, કરીન, કવિ, અભિ, હરસુખભાઈ જે. જુઠાણી, રમાગૌરી છોટાલાલ દફતરી, પ્રાણલાલ મણીલાલ પંચમીયા, રમેશભાઈ મૂળશંકર ઠાકર, કલાવતીબેન પ્રાણલાલ શેઠ, પ્રમોદાબેન કિશોરચંદ્ર કોટીચા, ઈશિતા હિતેશભાઈ મહેતા, શર્વી હિતેશભાઈ મહેતા, અનીશા હિતેશભાઈ મહેતા, હિતેશ અને તૃપ્તિ મહેતા, વિજયાબેન હરિલાલ કામદાર, એન્ડોક હેલ્થકેર પ્રા. લિ., કલાબેન ઘનશ્યામભાઈ ત્રિવેદી, એક સદ્ગૃહસ્થ, પદમશી વિકમશી સંઘવી, નર્મદાબેન ટોકરશી કારિયા, નિર્મળાબેન શાંતિલાલ મારુ, ડો. રતનબેન ખીમજી છાડવા, ડો. અરૂણાબેન અભયચંદ્ર મહેતા, નીરુબેન નિરંજનભાઈ સંઘવી, વીજકોરબેન રામજીભાઈ ડેલીવાલા, વત્સલ વિપુલ સંઘવી, હંસાબેન હેમતભાઈ ભાયાણી, સેવંતીલાલ અને હેમાબેન મહેતા, સ્મિતાબેન મહેન્દ્રભાઈ પારેખ, મંજુલાબેન મહેન્દ્રભાઈ સંગોઈ, રશ્મિબેન રજનીભાઈ શાહ, રંજનબેન જયસુખલાલ પટેલ, રંજનાબેન નરોત્તમભાઈ ઉદાણી, રસીલાબેન હિંમતલાલ શેઠ, મંગળાબેન કુબેરભાઈ તેજાણી, ડો. રજનીભાઈ એમ. મહેતા, રીટાબેન અભયકુમાર શાહ, શારદાબેન રતિલાલ દોશી, રમણીકલાલ મગનલાલ મહેતા, વનિતાબેન વ્રજલાલ મહેતા, મંગલાવંતી હસમુખરાય મહેતા, રંજનબેન સુરેન્દ્રભાઈ મહેતા, વિદ્યાબેન મહેન્દ્રભાઈ મહેતા, મહેન્દ્ર જમનાદાસ અજમેરા, ચુનિલાલ કરશનદાસ જોબનપુત્રા સહિતના લાભાર્થી બન્યા છે.
15 કરોડના ખર્ચે નવનિર્મિત સંકુલમાં પાંચ કરોડ રૂપિયાની જરૂરિયાત છે. દાતાઓને લાભ લેવા ડો. નરેન્દ્ર દવે, CA પ્રશાંત વોરાએ અપીલ કરેલ છે. દાનવીરો માટે યોજનામાં 51 લાખ એમ્ફી થિયેટર, 25 લાખ નવકાર મંત્ર તકતી, 25 લાખ સરસ્વતી ચિત્રપટ, 25 લાખ ભગવાન રામ ચિત્રપટ, 25 લાખ શ્રીકૃષ્ણ ચિત્રપટ, 25 લાખ મહાવીર ચિત્રપટ, 25 લાખ શ્રીપાક ગૃહ, 21 લાખ રેક્ટર રૂમ, 11 લાખ વેઇટિંગ લોન્જ, 9 લાખ સોપાન સીડી, 5 લાખ જલમંદિર (કુલ 9), 5. લાખ રીડિંગ પોર્ચ, દોઢ લાખ સ્માર્ટ બોર્ડ તેમજ એક વિદ્યાર્થી વાર્ષિક દત્તક યોજનામાં 25 હજાર અથવા તેના ગુણાંકમાં ગમે તેટલા વિદ્યાર્થી અને ગમે તેટલા વર્ષનો લાભ લઈ શકાશે.
નૂતન સંકુલ માં 260 માંથી 130 દીકરા-દીકરીઓ છાત્રાલયમાં રહે છે, પરંતુ 300 નો સમાવેશ થાય તે રીતે ડબલ ડેકર પથારીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અતિ અધ્યતન અન્નપૂર્ણા ગૃહમાં જમવા માટે બેન્ચની સુવિધા તેમજ સ્કૂલમાં સ્માર્ટ બોર્ડ મુકાશે, સ્કૂલની બેન્ચો નમૂનેદાર બનાવી છે. કોમ્પ્યુટર રૂમ ઉપરાંત વોકેશનલ સેન્ટરમાં દિવ્યાંગ બાળકો સમાજમાં માનભેર સ્થાન મેળવી શકે તે માટે સીવણ ક્લાસ, બ્યુટી પાર્લર, ફ્લાવરપોટ, દીવડા, મોબાઈલ રીપેરીંગ, મહેંદી, કુકીંગ વગેરેનું શિક્ષણ આપવામાં આવે છે.આ શાળાના દિવ્યાંગ બાળકો કલા ઉત્સવમાં ભારતભરમાં ત્રીજા ક્રમાંકે તેમજ ખેલ મહાકુંભમાં ભાગ લઈને ઇનામો હાંસલ કરે છે. દિવ્યાંગ મુક બધીર બાળકોને ભણતરમાં અનુરૂપ બને તેવા અષ્ટકોણ રૂમ બનાવેલ છે, છાત્રાલયમાં દરેકને સ્વતંત્ર બારી મળે તે પ્રકારે વ્યવસ્થા કરેલ છે. દિવ્યાંગોની નૃત્ય શક્તિને પીછાણી અજયભાઈ અને બીનાબેન શેઠે રાજકોટથી મુંબઈ સુધી દીકરીઓને પ્રથમવાર ફ્લાઈટમાં પ્રવાસ કરાવી કાર્યક્રમ પ્રસ્તુત કરાવી નવી પહેલ કરી હતી. જેનાથી બાળકોમાં ઉત્સાહ અને જુસ્સો જોવા મળેલ હતો. તાજેતરમાં બધીર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારત લેવલે પ્રદર્શનમાં સફળતા મેળવી ગુજરાતની ટીમમાં બ્રોન્ઝ ચંદ્રક મેળવ્યા છે. અભ્યાસનો સમય સવારે 7:30 થી 12:30 કલાકનો હોય છે. બપોરના સ્થાનિક બાળકોને પણ ભોજનની વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી કરાવવાનું નક્કી કરેલ છે, જેનાથી બપોરના બે થી ચાર કલાકે વોકેશનલ સેન્ટર નો લાભ મળી શકે તેવું આયોજન કરેલ છે. દિવ્યાંગોને વાલીઓ સાથે સંપર્ક કરવા દર અઠવાડિયે વીડિયો કોલની સુવિધા આપવામાં આવે છે. રાજકોટમાં 2017માં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં લાર્જેસ્ટ સાઇન લેંગ્વેજ લેસનમાં 1500 દિવ્યાંગ મૂક બધીર બાળકોને એકત્રિત કરી રાષ્ટ્રગીતનો મહિમા સમજાવી સમૂહગાન કરેલ, જેનાથી પ્રિન્સિપાલ કશ્યપ પંચોલીના નેતૃત્વમાં ગ્રિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળેલ. હાલમાં રાગીશા દવે, ક્રિષ્ના મોજીદ્રા, માલતી કૂકડીયા, વર્ષા રાખસીયા, હીના પડીયા વગેરે શિક્ષણમાં સહભાગી બની રહ્યા છે.
‘વિરાણી બહેરા-મૂંગા શાળા સંકુલ’નું 12 જાન્યુઆરી, રવિવારે સવારે 9:30 કલાકે ઉદ્દઘાટન સમારોહ યોજાશે. જેમાં અમેરિકાના મહેશ વાઘર, સેવંતીભાઈ મહેતા, જયંત કામદાર, બીના અનિલ કોટેચા તેમજ લંડનના મયુર મહેતા, રાજેશ વિરાણી, પરેશ વિરાણી, અપૂર્વ સંઘવી, રાજ વોરા, સુનિતા આર. મહેતા, મુંબઈના મહેન્દ્ર પારેખ, શીતલ પી. અવલાણી સહીત દેશ-વિદેશના ભાવિકો તેમજ રાજકોટના ઉદ્યોગપતિઓ, બિલ્ડરો દાતાઓ ઉપસ્થિત રહેશે.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી રજનીભાઈ બાવીસી, ડો. નરેન્દ્ર દવે, પ્રશાંત વોરા, પિયુષ વિરાણી, હંસિકાબેન મણિયાર, પ્રવીણભાઈ ધોળકિયા, ડો. કેતન બાવીસી, ડો. દર્શિતા શાહ, આયુષ વિરાણી, રાજેશ વિરાણી, હરેશ વોરા, કન્વીનર શૈલેષ વિરાણી તેમજ જીતુભાઈ બેનાણી, પંકજભાઈ મુછાળા વગેરે જહેમત ઉઠાવી રહેલ છે. દાતાઓને દાનનો લાભ લેવા મો. (94272 06797) તથા મો. (93741 61616), (મો. 97142 02029) પર સંપર્ક કરવા જણાવાયું છે.
પૂ. ધીરજમુનિ મ.સા. એ સમાજના દરેક લોકોને આહવાન કરેલ છે કે એકવાર સહ પરિવારે દિવ્યાંગ મૂક બધીર બાળકોની મુલાકાત લઈને આપણા જીવનમાં મળેલી ઇન્દ્રિયોનો સદુપયોગ થાય છે કે નહીં? તેનું નિરીક્ષણ કરવું જોઈએ. સુખી સદગૃહસ્થો એક અથવા વધુ બાળકોની દતક યોજનામાં જોડાતા જશે તો સંપત્તિ મહાલક્ષ્મી બન્યા વિના રહેશે નહીં!