હિંદુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફેર (HSSF): આધ્યાત્મિકતા, સેવા અને ભારતીય સંસ્કૃતિનો મિલાપ : ડો. વલ્લભભાઈ કથીરિયા.ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ-સેન્ટ્રિક ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI) HSSFમાં ભાગ લેશે

ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે 23 થી 26 જાન્યુઆરી 2025 દરમિયાન આયોજિત હિંદુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફેર (HSSF)માં ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને સેવા ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી રજૂ કરવામાં આવશે. આ મેળો ભારતીય પરંપરાઓ અને મૂલ્યોને સમજવા તેમજ સમાજકલ્યાણ માટેની પ્રવૃત્તિઓને ઊજાગર કરવા માટે એક અનોખું મંચ પુરુ પાડે છે તેમ GCCI ના સ્થાપક ડો.વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું હતું.
ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ-સેન્ટ્રિક ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI) એ ગૌ માતાના વિવિધ આર્થિક, પર્યાવરણીય અને સામાજિક મહત્વને સમજીને દેશમાં ગૌ આધારિત વિકાસ માટે કાર્યરત એક અગ્રણી સંસ્થા છે. GCCIનો મુખ્ય હેતુ ગૌ ગૌ આધારિત અર્થ વ્યવસ્થાના આધારે ભારતને આત્મનિર્ભર અને સંસ્કારી રાષ્ટ્ર બનાવવાનું છે.
HSSFમાં GCCIનો સ્ટૉલ નંબર 176 મુખ્ય આકર્ષણ રહેશે, જ્યાં ગૌ આધારિત વિવિધ પ્રોજેક્ટ્સ અને ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે.
ડો. કથીરિયાએ જણાવ્યું હતુ કે ગૌમાતાના ગોબર પર આધારિત પ્રોડક્ટ, ઉત્પાદનો જેમ કે ગોબરના દીવા, અગરબત્તી સ્ટેન્ડ, તેમજ ગણેશ-લક્ષ્મી મૂર્તિઓ. પંચગવ્ય પર આધારિત ઉત્પાદનો, ઔષધિય અને કૃષિ ઉપયોગ માટેના જૈવિક ઉત્પાદનો ડિસ્પ્લે કરવામાં આવશે. તેમજ ગૌઆધારિત ખેડુત અને ગૌશાળા સંચાલકો માટે તાલીમ કાર્યક્રમો,ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતા મહત્ત્વ વિશે GCCI ની કામગીરી વિશે માહિતી આપવામાં આવશે.
ડો. કથીરિયા એ જણાવ્યું હતુ કે GCCI વિવિધ ગૌ આધારિત ક્ષેત્રોને આવરી લે છે, જેમાં મોડલ ગૌશાળા, કુદરતી ખેતી, ગૌચર વિકાસ, જૈવ ઉર્જા, ગૌઆધારિત ધર્મ-આધ્યાત્મિક ચિંતન, યુવા-મહિલા તાલીમ, પર્યાવરણ સંરક્ષણ જેવા અનેક આયામોને આવરી ને કાર્યરત છે.
ડો. કથીરિયા એ GCCI દ્વારા જાહેર જનતાને મેળામાં હાજરી આપવા અપીલ કરી છે જેથી ગૌ આધારિત ઉદ્યોગો અને ભારતીય સંસ્કૃતિ માટેના સંગઠનના પ્રદાનને નજીકથી જોઈ શકાય.
વધુ માહિતી માટે GCCIના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી, શ્રી તેજસ ચોટલિયા (મો. 9426918900), શ્રીમતી મીનાક્ષી શર્મા (મો. 83739 09295) પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.