અંગદાન દ્વારા જીવનદાન:શોભનાબેન પરમારના પવિત્ર દાનથી અનેક જીવને મળ્યું નવું જીવન

સ્વર્ગસ્થ કિશોરભાઈ હરિભાઈ પરમાર ના ધર્મપત્નીશ્રી શોભનાબેન કિશોરભાઈ પરમાર હવનમાં જતા હતા ત્યારે ગોવર્ધન ચોક પાસે રોડ ક્રોસ કરતા અજાણ્યા વાહને ઠોકર મારતા તેમને દોશી હોસ્પિટલમાં લઈ ગયેલા ત્યાં સિટી સ્કેન કરાવતા જાણવા મળેલ કે તેને મગજમાં હેમરેજ થયું છે.ડોક્ટર કુણાલ ધોળકિયા ન્યુરોસર્જન ની સારવાર હેઠળ શોભનાબેનની સારવાર કરવામાં આવી. ત્યારબાદ દરમિયાન તેમનું બ્રેઈન ડેડ થતા એમના સગા ડૉ જય ત્રિવેદીએ પરિવારજનોને અંગદાન વિશે માહિતી આપી અને તેમનું અંગદાન કરવાના નિર્ણય લેવામા મદદ કરી. આ નિર્ણય લેવામાં શોભનાબેન ની બંને દીકરીઓ પૂનમબેન તથા દ્રષ્ટિ બેન, ભત્રીજા ઓ વિપુલભાઈ તથા અમિતભાઈ, નીલાબેન અને રાજેશભાઈ વગેરે ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો હતો. અંગદાન કરવાનું નક્કી થતાં જ ડૉ જય ત્રિવદી એ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, રાજકોટ ના પ્રમુખશ્રી ડૉ દિવ્યેશ વિરોજા ને જાણ કરી. એટલે ત્વરીત ગતિએ દર્દીને એચ જે દોશી હોસ્પિટલમાંથી ગોકુલ હોસ્પિટલની ક્રિટીકલ કેર ની ટીમ દ્વારા બી ટી સવાણી કિડની હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા. બી ટી સવાણી હોસ્પિટલ માં દર્દીના બધા રીપોર્ટ કરી નકકી કરવામાં આવ્યું કે એમની બંને કિડનીઓ, લિવર તથા ચક્ષુદાન કરવાનું શક્ય બનશે. દર્દીના અંગો ને નુકશાન ન થાય એ માટે જરુરી તમામ સારવાર કિડની સ્પેશ્યાલિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝીશિયન ડો દિવ્યેશ વિરોજા એ કરી. બ્રેઈન ડેડ ની સંપૂર્ણ તપાસ ન્યુરોફિઝિશયન ડૉ મલય ઘોડાસરા, ક્રિટીકલ કેર નિષ્ણાંત ડૉ તેજસ કરમટા, ન્યુરોસર્જન ડૉ ત્રિશાંત ચોટાઈ તથા મેડિકલ એડમીન ડૉ અમિત ની ટીમે કરી. બી ટી સવાણી હોસ્પિટલની આઈ સી યુ ટીમ ડૉ. તેજસ કરમટા, ડૉ ઋત્વિજ, ડૉ અનિકેત, ડૉ આશુતોષ અને સમગ્ર નર્સિંગ સ્ટાફ એ સતત કાર્ય કરીને દર્દીનું અંગદાન નું ઓપરેશન થાય ત્યાં સુધી એમની સઘન સારવાર ચાલુ રાખી. ટ્રાન્સપ્લાન્ટ માટે સરકારની માન્ય સંસ્થા SOTTO સાથે નું સંકલન હોસ્પિટલ ના COO ડો વિશાલ ભટ્ટ એ કર્યુ હતુ. અમદાવાદ ની સિમ્સ હોસ્પિટલ ની ટીમ દ્વારા અંગદાનનું ઓપરેશન કરવામાં આવ્યું. આવી રીતે એચ જે દોશી હોસ્પિટલ, ગોકુલ હોસ્પિટલ, બી ટી સવાણી કિડની હોસ્પિટલ તથા સિમ્સ હોસ્પિટલ ના સહિયારા પ્રયત્ન થી સરકારશ્રીની અંગદાન નિયમન માટેની સંસ્થા SOTTO ના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર અંગદાનની પ્રક્રિયા કરવામાં આવી જેમાં બન્ને કિડનીઓ, લિવર અને ચક્ષુદાન કરવામા સફળતા મળી. આ દર્દીનું વાહન અકસ્માત માં મૃત્યુ થયુ હતું એટલે પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા અંગદાન ની મંજૂરી, ઓપરેશન વખતે ગ્રીન કોરિડોર અને ઓપરેશન બાદ પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી કરવામાં મદદ કરેલી. ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટના સક્રિય સમાજસેવિકા શ્રીમતી ભાવનાબેન મંડલીએ પરિવારજનોને સાંત્વના આપવાનું અને ગ્રીન કોરિડોર માટે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથેના સંકલનમાં મહત્વનો ભાગ ભજવેલો શોભનાબેન ને, એમના અંગદાનનો નિર્ણય લેનાર પરિવારજનો, સમગ્ર મેડીકલ સ્ટાફ અને પોલિસ ડીપાર્ટમેન્ટ ને કોટી કોટી વંદન.