#Blog

ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝ અંતર્ગત “ગૌ આધારિત અર્થ વ્યવસ્થા અને સમૃદ્ધ વિકાસ” પર પ્રેરણાદાયક વિશેષ સંવાદનું સફળ આયોજન

રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ તથા GCCI ના ફાઉન્ડર ચેરમેન ડૉ. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝ અંતર્ગત “ગૌ આધારિત અર્થ વ્યવસ્થા અને સમૃદ્ધ વિકાસ” નિવૃત્ત IAS અધિકારી તથા ગૌ આધારિત જીવનશૈલીના પ્રખર સમર્થક ભાઈ કમલાનંદ (ડૉ.કમલ ટાઉરી) મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

સંવાદ દરમિયાન ડૉ. કમલ ટાઉરીએ ગૌ આધારિત અર્થવ્યવસ્થાના વ્યાવહારિક અને વૈજ્ઞાનિક પાસાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ગૌ આધારિત અર્થતંત્ર માત્ર પરંપરા આધારિત વિચાર નથી, પરંતુ આજના સમયમાં રોજગાર સર્જન, ગ્રામિણ વિકાસ, સ્વરોજગાર અને પર્યાવરણ સંરક્ષણ માટે એક સશક્ત અને સાશ્વત મોડલ બની રહ્યું છે. યુવાઓ માટે આ ક્ષેત્રમાં ઉદ્યોગસાહસિકતા અને રોજગારના અનેક અવસરો ઉપલબ્ધ હોવાનું જણાવ્યું. વધુમાં કહ્યું કે ગોબર, ગોમૂત્ર અને અન્ય ગૌ ઉત્પાદનોમાંથી રોજગારી સર્જન કરી શકાય તેવા વિવિધ ઉદ્યોગો વિશે ઉદાહરણો સાથે માહિતી આપી અને નાના ખેડૂતો માટે આ મોડલ કેવી રીતે આર્થિક સ્થિરતા અને આત્મનિર્ભરતા લાવી શકે છે તે સ્પષ્ટ કર્યું. ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી ગૌ આધારિત ઉદ્યોગોને વધુ અસરકારક અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવી શકાય છે, તે બાબતે પણ તેમણે પ્રેરણાદાયક વિચાર રજૂ કર્યા.

સંવાદ દરમિયાન ગૌ આધારિત અર્થવ્યવસ્થા ભારતના GDPમાં સશક્ત યોગદાન આપી શકે છે, તેમજ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તે મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સરકારની નીતિઓ, સામાજિક સહયોગ અને સંસ્થાગત પ્રયાસો દ્વારા આ દિશામાં મોટું પરિવર્તન લાવી શકાય છે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો.

કાર્યક્રમના અંતે ડૉ. કમલ ટાઉરીએ દર્શકોને ગૌ આધારિત અર્થવ્યવસ્થા માં સક્રિય રીતે જોડાવા માટે પ્રેરક સંદેશ આપ્યો અને GCCI જેવા સંગઠનો આ વિચારધારાને વ્યાપક બનાવવા માટે મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યા હોવાનું જણાવ્યું. આ વેબિનાર GCCI ના ફેસબુક તથા યુટ્યુબ ચેનલ “OfficialGCCI” પર લાઈવ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

આ વેબિનારનું સંચાલન મંથન માંકડ દ્વારા કરવામાં આવ્યું હતું. વધુ માહિતી માટે GCCIના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી (મો. 98242 21999), શ્રી રમેશભાઈ ઘેટીયા (મો. 98257 05813), શ્રી અમિતાભ ભટ્ટનાગર (મો. 80742 38017), શ્રી પુરીશ કુમાર (મો. 63933 03738) તથા શ્રી તેજસ ચોટલીયા (મો. 94269 18900) નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *