#Blog

રાષ્ટ્રીય ટ્રેનર ભરતભાઈ દુદકિયા દ્વારા ઓનલાઈન “વર્ક-લાઇફ બેલેન્સ અને મોટિવેશન” ટ્રેનિંગ સેશનનું આયોજન, કરુણા ફાઉન્ડેશનના ઓનલાઈન તમામ પ્લેટફોર્મ પર તા.11 ઓકટોબર, શનીવારના રોજ બપોરે 03:00 વાગ્યેથી 07:30 ચાર કલાક સુધીનું વિશિષ્ટ માર્ગદર્શન

કરુણા ફાઉન્ડેશન દ્વારા ભરતભાઈ દુદકિયાના વર્ક-લાઇફ બેલેન્સ અને મોટિવેશન ટ્રેનિંગ વિષય પર ઓનલાઇન મોટિવેશનલ સેમિનારનું આયોજન

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ભરતભાઈ દુદકિયાના ઓનલાઇન વર્ક-લાઇફ બેલેન્સ અને મોટિવેશન ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર તા. 11 ઓક્ટોબર શનિવાર 2025ના રોજ બપોરે 03:00 વાગ્યાથી 07:30 કલાક સુધી ચાર કલાકની કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ઓનલાઇન પ્લેટફોર્મ પર યોજાશે, જેનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.

ભરતભાઈ દુદકિયા એક અનુભવી રાષ્ટ્રીય ટ્રેનર, સોફ્ટ સ્કિલ્સ ટ્રેનર, લાઇફ કોચ, બોડી લેંગ્વેજ એક્સપર્ટ અને મોટિવેશનલ સ્પીકર તરીકે જાણીતા છે.

આ ટ્રેનિંગ સેશનનો મુખ્ય હેતુ દરેક વ્યક્તિઓ પોતાના વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન જાળવવાની કળા શીખવવાનો છે, જેથી તેઓ ઓછા તણાવ સાથે વધુ ઉત્સાહપૂર્વક અને સકારાત્મક દ્રષ્ટિકોણથી સમાજસેવાનું કાર્ય કરી શકે. આ ટ્રેનિંગ સેશનમાં સમયનો સાચો ઉપયોગ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, ધ્યેય નક્કી કરવું અને ટીમ વર્ક જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા અને ઇન્ટરેક્ટિવ સેશન્સ યોજાશે. ટ્રેનિંગ સેશનમાં ગુજરાતી સંસ્કૃતિ અને સમાજસેવાના સંદર્ભને ધ્યાનમાં રાખીને પ્રેરણાત્મક વાર્તાઓ અને સુવિચાર પણ રજૂ કરાશે, જેમ કે — “સેવા એ જ સાચી ભક્તિ” અને “નાનું કામ, મોટું પરિણામ” આવી અનેક ગુજરાતી કહેવતો પરથી અનેક વિષયોનું ઊંડું માર્ગદર્શન આપવામાં આવશે.

ટ્રેનિંગ સેશનના મુખ્ય વિષય સમય વ્યવસ્થાપન SMART Goals અને Time Blocking દ્વારા અસરકારક રીતે કાર્ય કરવાનો માર્ગ વિષે,સ્ટ્રેસ મેનેજમેન્ટ Breathing Technique અને Mindfulness દ્વારા માનસિક શાંતિ મેળવવી,ટીમ વર્ક અને મોટિવેશન સહકાર અને ઉત્સાહ દ્વારા સમૂહ સફળતાનો વિકાસ,ધ્યેય નક્કી કરવું વ્યક્તિગત અને સંસ્થાકીય ધ્યેય વચ્ચે સંતુલન સાધવાનું કૌશલ્ય આવા અનેક વિષયો પર ભરતભાઈ દુદકિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

આ ટ્રેનિંગ સેશન એનિમલ હેલ્પલાઈન, શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ફેસબુક, યુટ્યુબ તેમજ ઇન્સ્ટાગ્રામના દરેક ઓનલાઈન પ્લેટફોર્મ પર તા.11 ઓકટોબર, શનીવારના રોજ બપોરે 03:00 વાગ્યાથી 07:30 કલાક સુધી બતાવવામાં આવશે. કરુણા ફાઉન્ડેશનના યુટ્યુબ ફેસબુક પરથી ગૂગલ ફોર્મ ભરીને રૂબરૂ પણ પાર્ટિસિપેટ કરી શકશે. ઇચ્છુક દરેક વ્યક્તિઓને જોડાવવા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિનંતી છે. ભરતભાઈ દુદકિયા (98253 94023)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *