અમરેલી જીલ્લાનું બરવાળા બાવીશી ગામમાં ચેકડેમો માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા નું આયોજન.

Blog

અમરેલી જીલ્લાનું કુકાવાવ વળીયા તાલુકાનું બરવાળા બાવીશી ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ છે. ગામમાં ચેકડેમ બાંધવાની પહેલ હાથ ધરાઈ છે, જેમાં ગામના ખેડૂતો એ તન, મન, ધનથી જોડાવવાની ખાત્રી આપી અને સાથે સાથે ગામની બહેનો એ પણ આ કાર્યને ગતિ આપવા આર્થિક મદદ માટે જાહેરાત કરી. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા એ જણાવેલ કે, ગામના લોકોને ચેકડેમ દ્વારા વરસાદી પાણી કેવી રીતે જતન કરવું તે સમજાવ્યું વરસાદી પાણીનું મહત્વ, સંગ્રહ અને જમીનનું સ્તર ઊંચું લાવવા માટે ચેકડેમ કેવી રીતે અસરકારક છે, તે અંગે ગામ લોકોને માર્ગદર્શન આપ્યું. સમજાવ્યું કે વરસાદી પાણીનો ચેકડેમ દ્વારા સંગ્રહ કરવાથી જમીનના અંદરના પાણીનું સ્તર વધશે તેથી ખેતી માટે સતત પાણી ઉપલબ્ધ રહેશે, ખેતી ખર્ચ ઘટશે અને ખેડૂતો એક કરતા વધુ સિઝનમાં ખેત ઉત્પાદન લઈ શકશે તેથી તેની આવકમાં વધારો થાશે. કિસાન સંઘના પ્રદેશ પૂર્વ પ્રમુખ પ્રફુલભાઈ સેંજલીયા દ્વારા જણાવવામાં આવેલ કે વરસાદનું શુદ્ધ પાણી ખેતીમાં ઉપયોગ કરવામાં આવે અને એક નહીં અનેક પાકનું મિશ્રણ વાવેતર કરવામાં આવે તો ખેડૂતોને ખૂબ સારું ખેતીમાં ઉત્પાદન થાય અને આવકમાં ખૂબ મોટો વધારો થાય છે તો દરેક ગામના લોકો પાણી માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સાથે જોડાઈ અને આત્મા નિર્ભર બની જાય. આ ગ્રામસભામાં બરવાળા બાવીશ ગામના સરપંચશ્રી અરવિંદભાઈ વિરજીભાઈ ડોબરીયા, ગીરધરભાઈ ગેવરીયા, હિતેશભાઈ ગેવરીયા, વિનોદભાઈ આર ડોબરીયા, કૌશિકભાઈ ડોબરીયા, ધેલાભાઈ ડેર, જયસુખભાઈ ડોબરીયા, ચંદુભાઈ વધાસીયા, અશોકભાઈ વાળા, લક્ષ્મણભાઈ ડેર, અરવિંદભાઈ લાવડીયા, લાલભાઈ ભુવા, રમેશભાઈ ધાનાણી, જયસુખભાઈ ગજેરા, તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, કૌશિકભાઈ સરધારા, શૈલેશભાઈ જાની વગેરેએ જહેમત ઉઠાવી રહયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *