#Blog

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પ્રોફેસર ડૉ. અનિલ અંબાસણાના ઓનલાઈન “‘તમે’ કેવી રીતે ‘તમે’ બન્યા?” વિષય પર ટ્રેનિંગ સેશનનું તા.20ડિસેમ્બર, શનિવારના રોજ સાંજે 04:00 વાગ્યેથી 05:30 કલાક સુધી નિઃશુલ્ક આયોજન

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પ્રોફેસર ડૉ. અનિલ અંબાસણાના ઓનલાઈન “‘તમે’ કેવી રીતે ‘તમે’ બન્યા?” વિષય પર ટ્રેનિંગ સેશનનું તા. 20 ડિસેમ્બર, શનિવારના રોજ સાંજે 04:00 વાગ્યેથી 05:30 કલાક સુધી નિઃશુલ્ક આયોજન શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. આ ઓનલાઇન “‘તમે’ કેવી રીતે ‘તમે’ બન્યા?” ટ્રેનિંગ સેશન શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના દરેક ઓનલાઇન પ્લેટફોર્મ પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.

ડૉ. અનિલ અંબાસણા હાલમાં ફ્રીલાન્સ શિક્ષક તાલીમકાર, પ્રેરણાદાયક વક્તા, શૈક્ષણિક સલાહકાર અને કાઉન્સેલર તરીકે કાર્ય કરી રહ્યા છે. તેઓ સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન તથા ‘સ્કૂલ ઓન વ્હીલ’ સાથે જોડાઈને શિક્ષણ સલાહકાર તરીકે સેવા આપી રહ્યા છે. સાથે સાથે તેઓ શ્રી વલ્લભ કન્યા કેલવણી મંડળ, રાજકોટમાં ટ્રસ્ટી, શૈક્ષણિક સલાહકાર અને શિક્ષક તાલીમકાર તરીકે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. શૈક્ષણિક લાયકાતની દ્રષ્ટિએ ડૉ. અંબાસણાએ B.Sc. (કેમિસ્ટ્રી), M.Ed., G.D. Art (ડ્રોઇંગ એન્ડ પેઇન્ટિંગ) તેમજ પીએચ. ડી.ની ડીગ્રીઓ પ્રાપ્ત કરી છે.

ડૉ. અનિલ અંબાસણાએ UGCના હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટર (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી), સાબરમતી યુનિવર્સિટી, IITE ગાંધીનગર, વિવિધ DIET અને GCERT ગાંધીનગર ખાતે ઓરિએન્ટેશન પ્રોગ્રામ, રિફ્રેશર કોર્સ, શોર્ટ ટર્મ કોર્સ, સમર અને વિન્ટર સ્કૂલમાં રિસોર્સ પર્સન તરીકે સેવા આપી છે. ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ, કોમ્યુનિકેશન સ્કિલ્સ, બોડી લેંગ્વેજ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, ટાઇમ મેનેજમેન્ટ, આર્ટ એજ્યુકેશન, રિસર્ચ મેથોડોલોજી, SPSS, ટેસ્ટ કન્સ્ટ્રક્શન, ડેટા એનાલિસિસ, ટીચિંગ પેડાગોજી જેવા વિષયો પર તેમણે ઘણાલોકોને માર્ગદર્શન આપ્યું છે.

પ્રકાશન ક્ષેત્રે ડૉ. અનિલ અંબાસણાનું યોગદાન નોંધપાત્ર છે. તેમણે 22 સંશોધન પેપર્સ, 21 પુસ્તકો, 5 અધ્યાય પુસ્તક, 4 સ્વઅભ્યાસ સામગ્રી, 3 સંપાદિત પુસ્તકો તથા 32 લેખો પ્રકાશિત કર્યા છે. સામાજિક ક્ષેત્રે પણ તેમણે બ્લડ ડોનેશન, પરિવાર નિયોજન, એઇડ્સ અવેરનેસ, ભૂકંપ બાદ માનસિક કાઉન્સેલિંગ, શૈક્ષણિક વિડિઓ ફિલ્મો અને BIASAG દ્વારા ટેલિકાસ્ટ કાર્યક્રમો જેવા અનેક કાર્યો કર્યા છે.

ડૉ. અનિલ અંબાસણાનું જીવન શિક્ષણ, સંશોધન, સમાજસેવા અને માનવ વિકાસ માટે સમર્પિત રહ્યું છે. તેમના કાર્ય દ્વારા શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા, મૂલ્ય આધારિત અભ્યાસ અને સર્વાંગી વિકાસને નવી દિશા મળી છે, જે આવનારી પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થાય છે. આ ટ્રેનિંગ સેશન એનિમલ હેલ્પલાઈન, શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ફેસબુક, યુટ્યુબ તેમજ ઇન્સ્ટાગ્રામના દરેક ઓનલાઈન પ્લેટફોર્મ પર તા. 20 ડિસેમ્બર, શનિવારના રોજ સાંજે 04:00 વાગ્યાથી 05:30 કલાક સુધી બતાવવામાં આવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *