ગાયોની સેવામાં સમર્પિત વિશ્વની સૌથી મોટી લોકપ્રિય ગૌ સેવા સંસ્થા ‘શ્રી ગોધામ મહાતીર્થ પથમેડા લોક પુણ્યાર્થ ટ્રસ્ટ’ અને જી.સી.સી.આઇ. દ્વારા આયોજિત પંચગવ્ય – આયુર્વેદ ચિકિત્સા સેમિનાર
1,52,000 થી વધુ નિરાધાર વેદલક્ષણ ગાયોની સેવામાં સમર્પિત વિશ્વની સૌથી મોટી લોકપ્રિય ગૌ સેવા સંસ્થા શ્રી ગોધામ મહાતીર્થ પથમેડા લોક પુણ્યાર્થ ટ્રસ્ટ અને ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) દ્વારા સંસ્થાનાં સ્થાપક પરમ પૂજનીય ગો ઋષિ સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજની પવિત્ર ઉપસ્થિતિમાં દેશના વરિષ્ઠ આયુર્વેદાચાર્યો અને પંચગવ્ય સાધકોના વિચારો અને અનુભવો સાંભળવા માટે પંચગવ્ય – આયુર્વેદ ચિકત્સા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. પંચગવ્ય એટલે ગાયનાં દૂઠ, દહીં, ઘી, છાણ, મૂતર અને દર્ભના પાણીનું મિશ્રણ, પંચગવ્યનો ઉલ્લેખ અને તે બનાવવાની વિધિ હિંદુ ધર્મગ્રંથોમાં મળે છે. ગાયનું પંચગવ્ય વિવિધ ઉપયોગમાં આવે છે. પંચગવ્ય દ્વારા અનેક રોગોથી મુકિત મળે છે. ખાતર અને દવા અને હોસ્પીટલનાં લાખો રૂપીયા બચાવી આપે તેવી અમુલ્ય એવી ગાયમાતાનું આપણે સૌ સાથે મળીને રક્ષણ કરીએ.
ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) ગૌ સંવર્ધન પર આધારિત કાર્યક્રમોનું આયોજન કરી ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપે છે. ગૌ સંવર્ધન, ગૌ રક્ષણ , ગૌ આધારિત અર્થ વ્યવસ્થાનાં પુન:નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ભારત સરકારનાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતનાં રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયા જી.સી.સી.આઇ.નાં સંસ્થાપક છે.
આ સેમીનાર 17 સપ્ટેમ્બર રવિવારનાં રોજ બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી શ્રી નરસિંહ સેવા સદન, કે.પી બ્લોક, સિટી પાર્ક હોટેલની પાસે, પીતમપુરા, દિલ્લી ખાતે રાખવામાં આવ્યો છે. સેમિનારનાં આયોજન અને સંકલનમાં ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) અને ભારતીય ધરોહર, કામધેનુ ટ્રસ્ટનો સહયોગ રહ્યો છે. આ અંગે વિશેષ માહિતી માટે ડૉ. નરેશ શર્મા (મો. 9911002200), પૂરીશ શ્રીવાસ્તવ (મો. 6393303738), મિત્તલ ખેતાણી (મો. 98242 21999), શ્યામ સિંહ (મો. 7665000906), શ્રીમતી મીનાક્ષી શર્મા (મો. 8373909295) પર સંપર્ક કરવા તેમજ સૌ ને આ સેમીનારમાં હાજરી આપવા યાદીમાં જણાવાયું છે.