સર્વહિતકારી દેશી ગાયનું પંચગવ્ય
પંચગવ્યનું નિર્માણ ગાયનાં દૂધ, દહીં, ઘી, ગૌ મૂત્ર અને છાણનાં પ્રમાણસરના સંયોજન વડે કરવામાં આવે છે. પંચગવ્ય દ્વારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારીને રોગોને દૂર કરી શકાય છે. ગાયનાં છાણનું મહત્ત્વ સ્કીન ડીસીઝની સારવાર માટે ખૂબ જ છે. ગંભીર ચામડીનાં રોગોનાં ઉપચારમાં તે ખૂબ જ ઉપયોગી છે. ગાયનાં દહીં તેમજ ઘીમાં રહેલાં વિવિધ પોષકદ્રવ્યો રહેલા છે. ગૌ મૂત્ર અર્કથી તો કેન્સર જેવા રોગો મટાડી શકાય છે. મહર્ષિ ચરકનાં કહેવા અનુસાર ગોમૂત્ર કટુ, તીક્ષ્ણ તેમજ કષાય હોય છે. તેનાં ગુણોમાં ઉષ્ણતા હોય છે. તે અગ્નિદીપક ગુણ પણ ધરાવે છે. ગોમૂત્રમાં નાઇટ્રોજન, સલ્ફર, એમોનિયા, કોપર, લોહતત્ત્વ, યુરિક એસિડ, યુરિયા, ફોસ્ફેટ, સોડિયમ, પોટેશિયમ, મેગેનીઝ, કાર્બોલિક એસિડ, કેલ્શિયમ, વિટામિન-બી, વિટામિન-એ, ડી, ઇ, એન્ઝાઈમ, લેકટોઝ વગેરે રહેલા હોય છે. ગાયનાં દૂધનો ઉપયોગ વિભિન્ન પ્રકારે ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં પુરાતનકાળથી થઇ રહ્યો છે. ગાયનાં દૂધને સંપૂર્ણ આહાર પણ માનવામાં આવે છે. ગાયનું દૂધ પૌષ્ટિક, પચવામાં સરળ અને ગુણોથી ભરપૂર છે. ગાયનું ઘી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ ઉપયોગી છે. ગાયનું ઘી માનસિક વિકાસ તેમજ ક્ષમતા માટે પણ ઉપયોગી સિધ્ધ થયેલું છે. ગાયના દૂધમાંથી બનેલા દહીંમાં સુપાચ્ય પ્રોટીન હોય છે.
પંચગવ્યનું નિર્માણ દેશી વન વિચરણ કરતી ગાયો પાસેથી પ્રાપ્ત ઉત્પાદનો દ્વારા જ કરવું જોઇએ. દેશીગાયોનો ઉપયોગ પંચગવ્યનાં નિર્માણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ગાયોમાંથી મેળવેલા દ્રવ્યોમાં માનવજાત માટે જરૂરી બધાં જ તત્ત્વ પ્રાપ્ત થાય છે. એલોપથિક, હોમિયોપેથીક અને આયુર્વેદની જેમ જ પંચગવ્ય પણ એક શરીર સ્વસ્થ રાખવા તથા રોગોના ઈલાજ કરવાની એક પદ્ધતિ છે. પંચગવ્ય તથા અન્ય ગૌજન્ય વસ્તુઓનો ઉપયોગ આયુર્વેદમાં ઘણા રોગો જેવા કે પાચન સંબંધી રોગ, અસ્થિરોગ, ચર્મ-રોગ, મધુપ્રમેહ, અમ્લપિત્ત, શ્વેત કૃષ્ઠ, મૂત્રપિંડ સંબંધિત રોગો, શ્વાસ રોગ ઇત્યાદિને મટાડવામાં થાય છે.
પંચગવ્યનો ઉપયોગ માથામાં નાખવાનું તેલ, શેમ્પુ, સ્કિન ક્રીમ, સાબુ, નાક નું સ્પ્રેય, શરીરે લગાવવાનો પાવડર, બોડી ક્રિમ, દંતમંજન વગેરે બનાવવા માટે પણ થાય છે.
- મિત્તલ ખેતાણી (મો. 98242 21999)