ગૌ વિજ્ઞાન,આયુર્વેદ,પંચગવ્ય ચિકિત્સા વિષય પર ત્રિદિવસીય રાષ્ટ્રીય કક્ષાની સંગોષ્ઠી યોજાશે

ગૌ વિજ્ઞાન, આયુર્વેદ, પંચગવ્ય ચિકિત્સા વિષય પર ત્રિદિવસીય રાષ્ટ્રીય કક્ષાની સંગોષ્ઠી તા. ૨, નવેમ્બર, ગુરૂવાર થી તા. ૪ નવેમ્બર, શનિવાર દરમિયાન ગાયત્રીધામ, એ.બી. રોડ, સેંધવા (જલગાંવ, ઈન્દોર, ધુલીયાથી ૧૫૦ કિમીના) દરમ્યાન યોજાશે. આ કાર્યક્રમમાં વૈદ્ય રાકેશજી શર્મા (ભારત સરકાર, નવી દિલ્હી), વૈદ્ય હિતેશજી જાની, વૈદ્ય આશુતોષ પાટણકર, વૈદ્ય ઓમપ્રકાશજી સિંહ, વૈદ્ય નંદીની ભોજરાજ, વૈદ્ય સુમિતા […]

સમસ્ત મહાજન દ્વારા પાલીતાણામાં અબોલ પશુઓનો સેવા અભિયાન

વૈશ્વિક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે પ્રયત્નશીલ સંસ્થા સમસ્ત મહાજન દ્વારા પશુઓનો સેવા અભિયાન શરૂ કરવામાં આવ્યો. સમસ્ત મહાજન દ્વારા પાલિતાણામાં હજારો અબોલ જીવોની સેવા કરવામાં આવે છે. પાલિતાણામાં હજારો કુતરાઓ છે, જે આખો દિવસ ખાવાનું શોધતા રહે છે, પરંતુ તેમના માટે કોઈ વ્યવસ્થા આજ સુધી કરવામાં આવી નથી. સમસ્ત મહાજન દ્વારા આ કૂતરાઓને દરરોજ દૂધ અને બાજરાની રોટલી ખવડાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું […]

સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી નુતનબેન દેસાઈનો આજે જન્મ દિવસ.

વૈશ્વિક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે સેવા સંસ્થા સમસ્ત મહાજન કાર્યરત છે. કચ્છ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતનાં અનેક વિસ્તારોમાં ૩૦૦થી વધુ ગામોમાં તળાવ ઊંડા કરવા, ગૌચર નિર્માણ સહિતનાં કાર્યો માટે સમસ્ત મહાજન સેવારત છે. સમસ્ત મહાજન મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ સામાજિક ઉત્થાન, ખાસ કરીને […]

વૃક્ષોનો મહિમા

दशकूपसमा वापी दशवापीसमं सरः | सरोदशसमः  पुत्रः  दशपुत्रसमस्तरुः || દશ કૂવા ખોદાવો તે એક વાવ ખોદાવો તે સમાન છે. દશ વાવ અને એક સરોવર સરખા છે. દસ સરોવર સમાન એક સત્પુત્ર છે પણ દશ પુત્રોને ઉછેરો અને એક વૃક્ષને ઉછેરો તે સમાન છે. અર્થાત વૃક્ષ અનેક રીતે ઉપકારક હોવાથી સૃષ્ટિમાં ખૂબ મહત્વ ધરાવે છે. જે […]

પર્યાવરણમાં ‘એક્શન’ : એક્શન વેર કમ્પનીમાં 6 હજારથી વધુ વૃક્ષો અને 3 ત્રણ તળાવો બનાવામાં આવ્યા.

ઉદ્યોગો એ માત્ર નફો કમાવવાનું સાધન નથી. ઉદ્યોગો દેશના વિકાસમાં ફાળો તો આપે જ છે પણ એ ધારે તો પર્યાવરણમાં પણ યોગદાન આપી શકે છે અને એનું જ્વલંત ઉદાહરણ છે રાજકોટ નજીક જાલીડા ગામે આવેલી એક્શન વેર કંપની. એક્શન વેર ફેક્ટરી કિચનવેર, હાઉસ વેર, ફર્નીચર ઉત્પાદનમાં શિરમોર છે. 800 થી વધુ પ્રોડક્ટ્સનું નિર્માણ કરે છે.  […]

ચંદ્રની ચાંદની, સ્વાસ્થ્ય માટે અતિ કામની

શરદ પુનમ એટલે સોળે કળાએ ખીલેલા ચંદ્રનાં દર્શન. ઠંડીમાં ઠંડક થવાની નિશાની. ગરમીમાં ટાઢક વરસાવવાની કહાની. ચોમાસું પૂરું થાય અને શિયાળો શરૂ થાય ત્યારે બંનેની વચ્ચે શરદ ઋતુ આવે છે. શરદ ઋતુને રોગોની મા કહેવાય છે. દિવસમાં ત્રણ ચાર વખત બદલતા જતા વાતાવરણથી માણસનાં શરીરમાં જાતજાતનાં ફેરફાર થાય છે જેનાં કારણે વિવિધ રોગો થવાની સંભાવના […]

ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) દ્વારા “ગોકુલમ્ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા લાઈવ વેબિનાર સિરીઝ”માં 17 માં વેબીનારનું આયોજન

વિશ્વમાં પ્રથમ વખત ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) ગૌ સંવર્ધન પર આધારિત એક કાર્યક્રમ અને ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થાને સમર્પિત વ્યક્તિત્વ સાથેના સંવાદોની શ્રેણી તરીકે લાઈવ વેબિનાર ‘ગોકુલમ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા સિરીઝ’નું આયોજન થયું છે. આ વેબિનાર સિરીઝ ગૌ સંવર્ધન, ગૌ રક્ષણ, ગૌ આધારિત અર્થ વ્યવસ્થાના પુન:નિર્માણ  પર ધ્યાન કેન્દ્રિત કરે […]

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી પરમ જીવદયા રથ દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપ અને એનીમલ હેલ્પલાઈન દ્વારા અબોલ જીવોને દૈનિક પીરસાતું અન્નક્ષેત્ર

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી પરમ જીવદયા રથ દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપ અને શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઇન રાજકોટ અને શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇન, રાજકોટ દ્વારા 2 વિશેષ વાહનોમાં અનેક જીવદયા પ્રવૃતિઓ દરરોજ કરવામાં આવે છે. અબોલ જીવો માટે રોજીંદુ અન્નક્ષેત્ર ચલાવામાં આવે છે.  અન્નક્ષેત્ર  નિરાધાર અને રસ્તે […]

ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલયનાં નેશનલ એડવાઈઝરી કમિટીનાં સભ્ય યુવા સમાજ સેવક મિતલ ખેતાણીને સાંસ્કૃતિક મૂલ્યોનું રક્ષણ કરવા ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે ‘સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર’ અર્પણ કરાશે

શીલ-સંસ્કૃતિ અને સદાચારની રક્ષા માટે જેઓ સમર્પિત છે, તેમને ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સેવ કલ્ચર – સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સાંસ્કૃતિક પુરસ્કારથી સન્માનિત કરવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સાંસ્કૃતિક પ્રવૃતિઓનાં મંત્રી મુળુભાઈ બેરા  અને સેવ કલ્ચર સેવ […]

સમસ્ત મહાજન દ્વારા અંબાડ, જાલના ખાતે ‘ખાસ ખેડૂત સભા’નું આયોજન 

વૈશ્વિક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા સમસ્ત મહાજન દ્વારા ‘ખાસ ખેડૂત સભા’નું આયોજન કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં મિશ્ર ઋતુઓને કારણે ખેડૂતોને પાક ઉગાડવામાં અને પાકની માવજત કરવામાં ઘણી અગવડો પડે છે. વૈશ્વિક સ્તરે જળવાયુ પરિવર્તનની અસર થઈ રહી છે અને કૃષિ અને ખેડૂતોને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે.  […]